Friday, 18 November 2016

વેકેશનની વાતો વર્કશોપની સાથે....

વેકેશનની વાતો વર્કશોપની સાથે....


અમારી શાળામાં Language Building Workshop (LBW) રાખવામાં આવ્યો. જેમાં તા.પ્રા.શિ.શ્રી દિલીપસિંહ મહિડા સાહેબે હાજરી આપી બાળકોને અંગ્રેજી શીખવાની ઉત્સુકતાને બિરદાવી.   ... આભાર ...



14 નવે. 2016 ના દિવસે શાળામાં ચાલતા વર્કશોપની સાથે સાથે બાલદિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એસ,એમ,સી, અધ્યક્ષ મંજુલાબેને હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા.


Language Building Workshop (LBW) માં ચારૂસેટ- ચાંગાના સી.આર.ઈ.ડી.પી. વિભાગના સહકારથી વર્કશોપમાં ભાગ લીધેલ બાળકોને બેગ અને ફોલ્ડર અપાયા.


જિ. શિ. અને તાલીમ ભવન, વલાસણ-આણંદ ઘ્વારા યોજાયેલ કલા ઉત્સવના ત્રણ દિવસીય વર્કશોપમાં જીલ્લા કક્ષાએ અમારી શાળાની  
ધોરણ 8ની હિના ઠાકોરે ભાગ લીધો. 


શતશઃ નમન બાળકોને વ્હાલા નેહરુચાચાને...
બાલદિને બાળકોને ગુલાબનું ફૂલ આપી રમતો રમાડી આનંદ કરાવ્યો...


Language Building Workshopમાં રોબર્ટ પરમાર, પ્રતિક દલવાડી, વિશાલ પરમાર તથા શૌર્ય પરમાર સૌએ સહકાર આપી અમારા કામને ગતિ આપી તે બદલ આભાર... 


વર્કશોપમાં બાળકો વેકેશનનો આનંદ બાજુએ રાખી અંગ્રેજી 
શીખવામાં પ્રવૃત્ત રહયા.


મહેમાનોને આવકારવાનો શિરસ્તો અમે ચુક્યા નહિ....


આ વર્કશોપને સફળ બનાવવાનું શ્રેય એકમાત્ર હિતેનભાઈ સોલંકીને જ....
સમજણ અને સમય આપવા બદલ અભિનંદન