ક્રાફટ & સ્કિલ્સ ડેવલપમેન્ટ વર્કશોપ - 2017
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એન.જી.ઓ.ના સહકારથી બાળકો માટે
ક્રાફટ અને સ્કિલ્સ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન
તા ; 19 થી 25 એપ્રિલ કરાયું.
ક્રાફટ અને સ્કિલ્સ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન
તા ; 19 થી 25 એપ્રિલ કરાયું.
જેમાં નિવેદિતા ફાઉન્ડેશન, આણંદ અને સી.આર.ઈ.ડી.પી. ચારૂસેટ, ચાંગાના સહયોગથી બાળકોને ક્રાફટ, સ્કેટિંગ, નાટક, કવિતા, વાર્તા, ચિત્ર અને ફોટોગ્રાફી જેવા તેમની આંતરિક શક્તિઓને બહાર લાવી શકાય તેવી પ્રવ્રત્તિઓ કરાવવામાં આવી. પ્રદર્શન, વેચાણ અને પ્રમાણપત્રોની સાથે સાથે ઇનામો પણ આપવામાં આવ્યા.
ક્રાફટ વિભાગમાં હિરણાબેન પટેલ અને શ્વેતાબેન પટેલે શાળાની બાળાઓને તેમની કસાબ મુજબ શીખવતા સુંદર નમૂના તૈયાર થયા. દિકરીઓના ચહેરા પર કંઈક શીખ્યાનો આનંદ વર્તાતો હતો.
સ્કેટિંગ અને નાટક જેવા વિષયોને લઇ ચારૂસેટ, ચાંગાના વોલેન્ટિયર્સ પોતાની પાસે રહેલી આવડતને બાળકો સુધી પહોંચાડી. પરિણામ એ મળ્યું કે, બાળકો જૂથમાં કામ કરવાની સાથે સાથે બધું શીખીને આગળ વધતા ગયા.
વાર્તા અને કાવ્યરચના પર બાળકો સાથે કામ કરવું તે આકાશમાં ખેતી કરવા જેવું અઘરું ચોક્કસ લાગે, પણ ધાર્યા કરતાં સુંદર વાર્તાલેખન કરી શક્યા તેનું શ્રેય ચીલ્ડન યુનિ.ના પૂર્વ નિયામક ડૉ. મહેન્દ્રભાઈ ચોટલિયાને જ ફાળે જાય. શ્રેષ્ઠ વાર્તાઓનું સંપાદન કરી શકાયું.
બાળકોની કલ્પનાશક્તિને બહાર લાવવાનું કામ કર્યું અશોકભાઈ ખાંટે. ચિત્ર દોરવાની સાચી રીત શીખવી આપણે પણ ચિત્રકાર બની શકીએ તેવી માનસિકતાને મજબૂત બનાવી દીધી. આટલેથી ન અટકતાં અશોકભાઈએ સુંદર ચિત્રો તૈયાર કરનાર બે બાળકોને ઈનામ આપીને નવાજ્યા પણ ખરા.
ફોટા પાડવાનું કામ તો ફોટોગ્રાફર જ કરી શકે તે વ્યાખ્યા બદલાવી વર્કશોપના બાળકોએ. બાળકોની નજર પારખી કામ આપવાની કુનેહ ધરાવતા અલ્પેશભાઈ પટેલે પોતાનો મોંઘો કેમેરો પણ બાળકોને હાથમાં આપી ફોટોગ્રાફી કરતાં શીખવ્યું. ઉત્તમ એવા ફોટોની કોપી પણ પોતાના ખર્ચે આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા.
સાત દિવસ ચાલેલા આ વર્કશોપમાં ક્રાફટ માટે જરૂરી મટિરિયલ્સ નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપરસન નીપાબેન પટેલે પૂરું પાડતાં શાળાના શિક્ષિકા બહેની સાથે રહી દીકરીઓએ સુંદર નમૂના તૈયાર કર્યા.
વર્કશોપના અંતિમ દિને તૈયાર થયેલ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવ્યું. આનંદની વાત તો એ હતી કે, જેટલી કિંમતનું મટિરિયલ્સ આવ્યું હતું તેના કરતાં વધુ રકમ તે વસ્તુના વેચાણમાંથી મળી. આ રકમ પણ શાળાના ભંડોળમાં જમા લેવામાં આવી. આવા સુંદર વિચાર તરફ લઇ લઇ જનાર નીપાબેનનો આભાર માનીએ તેટલો ઓછો ગણાય. Thnx...
ગ્રામ્ય કક્ષાની સરકારી શાળાના બાળકો સ્કેટીંગનો ઉપયોગ કરે અને ખાનગી શાળાના બાળકો સાથે કદમ મિલાવી શકે તે હેતુથી શાળાના સ્ટાફે સાથે મળી 12 જોડી સ્કેટિંગ ખરીદી બાળકોને અર્પણ કર્યા. સ્કેટિંગ કરવાનો જે આનંદ બાળકોના ચહેરા પર દેખાતો હતો. જાણે કહેતા હતા કે,
We Shall Over come ...
We Shall Over come ...
વર્કશોપમાં સાત દિવસ સુધી સતત હાજર રહી બધી જ પ્રવૃત્તિમાં ભાગ લેનાર બાળકોને ચારૂસેટ, ચાંગા તરફથી પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા. આ બધા કામમાં સી.આર.ઈ.ડી.પી., ચારૂસેટ ચાંગાના આસિ. પ્રોફેસર રોબર્ટભાઈ પરમારે પૂરતો સમય આપી સહકાર પૂરો પડ્યો તેથી તેમનો આભાર વ્યક્ત કરવો જ રહ્યો.
એક જ ડાળના પંખી એવા શાળા પરિવારના સભ્યો અને મધ્યાહન ભોજનના કર્મચારીઓને યાદ કરી તેમને આપેલી સેવા અને સમયને નમસ્કાર જ કરવા પડે.કારણ કે, Hum Sath Sath hai ....