Friday, 16 June 2017

બાળમેળો ધો, 1 થી 5 અને ધો, 6 થી 8 તથા શાળા પ્રવેશોત્સવ 2017

બાળમેળો ધો. 1 થી 5 અને ધો. 6 થી 8  

બાળકો ઉત્સાહભેર શાળામાં આવે તથા પોતાના કૌશલ્યને વિકસાવે તે હેતુથી ધો. 1 અને 5 માં બાળમેળો  તથા ધો. 6 થી 8 માં  બાળમેળાનું આયોજન કરાયું. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ 
 ચિત્ર, મહેંદી, કમ્પ્યુટર, રંગપૂરણી અને જીવનની રોજબરોજની જરૂરીયાતોની જાણકારી 
મેળવી કંઈક શીખ્યાનો આનંદ વ્યક્ત કર્યો



બાળમેળો ધો, 1 થી 5 અને ધો, 6 થી 8 તથા શાળા પ્રવેશોત્સવ 2017 



ચાલો મહેંદી મૂકી આપણા હાથોને સજાવીએ અને આપણી કળાને નીરખીએ...


સાયકલ હોય ને પંચર પડે ત્યારે શું કરવુ તેનું પણ જ્ઞાન આવશ્યક ગણાય...


કાગળમાંથી ફૂલો તૈયાર કરવાની સમજ પૂરી પાડતા અનિતાબેન પારેખ...


હું તો મારી જાતે જ મારા જેવી ઢીંગલીના ચિત્રમાં રંગો પૂરીશ...


  શાળા પ્રવેશોત્સવના રૂટ અધિકારી કોકિલાબેન પઢીયાર (બીટ નિ. કઠાણા બીટ) 
બાળમેળા અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા.


21 સદીના જ્ઞાનયુગમાં કમ્પ્યુટર એટલું જ આવશ્યક હોઈ ચાલો તેના ઉપયોગો અને 
ચલાવવાની રીત પણ સમજી લઇએ...


રોજબરોજના જીવનમાં જરૂરી કામોમાં ઘરે મદદ કરવાની થાય તો વાંધો ન આવે તેથી લાઈફ સ્કીલ બાળમેળાની પ્રવૃત્તિ અંતર્ગત કુકર બંધ કરતા શીખવતાં તૃષિકાબેન પટેલ

શાળા પ્રવેશોત્સવ 2017 


શાળા પ્રવેશોત્સવના રૂટ અધિકારી કોકિલાબેન પઢીયાર, રશ્મીકાબહેન, બીટ કે.નિ. કઠાણા બીટ, સુભાષભાઈ બારોટ, ઈમરાનભાઇ રાણા, ઈરફાનમીયાં કાજી તથા અન્ય મહાનુભાવોના હસ્તે 
બાળકોને દફતર કીટ તથા ફળો આપી પ્રવેશ આપવામાં આવ્યો. 


 સુભાષભાઈ બારોટ તરફથી ચાલુ વર્ષે પ્રવેશ આપનાર ધો. 1 ના બાળકોને 
દફતર આપવાની જાહેરાત પણ કરાઈ. 


હમ હોંગે કામિયાબના સ્લોગન સાથે ઉજ્વવળ ભવિષ્ય તરફ મીટ માંડી રહેલા 
નવા પ્રવેશ પામેલ બાળકો