Monday, 27 November 2017

જન્મજયંતિ જન્મોજનમ...

                                                                  જન્મજયંતિ જન્મોજનમ... 

 'વિરલ વિભૂતિ ' -  પ્રમુખ સ્વામી મહારાજ :


ગાંધીનગર અને દિલ્હી એમ  બે સ્થળોએ અક્ષરધામ અને સ્વામિનારાયણ સંપ્રદાયના 1100 મંદિરો બાંધનાર વિરલ વિભૂતિ પ્રમુખ સ્વામીને એકતાનગર શાળા પરિવાર વતી  97મા જન્મદિવસે ( 27/11/1926) શત શત વંદન
સંસ્કૃતિના પ્રખર જ્યોતિર્ધર અને BAPS ના સ્થાપક પ્રમુખ સ્વામી મહારાજ આદિવાસીથી લઈ અમેરિકા સુધી જયાં પણ ગયા ત્યાં ઠાકોરજીને પોતાની સાથે રાખતા. હાલ મહંત સ્વામી BAPS સંસ્થાના આઘ્યાત્મિક વારસદાર છે.



 છઠ્ઠું ધોરણ ભણતાં ભણતાં ચાણસદ ગામની ક્રિકેટ ટીમના કેપ્ટ્ન બનેલા શાંતિલાલ BAPS ના સ્થાપક પ્રમુખ સ્વામી  બન્યા. પ્રમુખ સ્વામી મહારાજના  આધ્યાત્મિક પ્રદાનને યાદ કરી તેમના જીવનમાંથી સમાજ સેવાના ગુણો લાવવા તથા બાળકોમાં પ્રકાશ પથરાય તેવી વાતો શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં કિરણભાઈ સોલંકીએ કરી હતી . 

ચાલો અંતમાં આટલું કરીએ....

સો અવગુણમાં એક ગુણ પણ સારો હોય તો 

એને ગ્રહણ કરી લેવો ને

 બીજાના નવ્વાણું અવગુણો મૂકી દેવા,

 તો જ આગળ વધાશે.
                                                                                          
                                                                                - પ્રમુખ સ્વામી 


 'છ અક્ષરનું નામ' - રમેશ પારેખ 


                     " છ અક્ષરનું નામ " ધરાવનાર ' સૂરજને  પડછાયો હોય '  એવો શબ્દોમાં ' તરખાટ ' મચાવનાર એવા ‘હસીને ખુલ્લમ ખુલ્લા’ વાત કરનાર ‘જંતર મંતર છૂ’. થઇ જનાર રમેશ પારેખના જન્મદિને (27-11-1940)અચૂક યાદ કરવા ઘટે. અમારા શાળાના સૌ પરિવાર તરફથી જન્મદિનની શુભકામનાઓ...
                રમેશ પારેખનું બાળસાહિત્યના ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. જેમાં તાજગી, નવીનતા અને પ્રતિભાનાં દર્શન થાય છે. બાળકાવ્યોના સંગ્રહો ‘હાઉક’ (૧૯૭૯) અને ‘ચી’ (૧૯૮૦)ના કાવ્યો ભાષાની સાદગી, સરળતા, શિશુસહજ કલ્પનાને પ્રાસ અને લયમાં હળવાશ અને ગેયરૂપે આપણને આપ્યા છે. ‘હફરક લફરક’ માંની બાળવાર્તાઓમાં પણ તેઓએ ભાષાની શક્તિને કામે લગાડી છે. પશુપંખી, ફળો, સાઈકલ અને ખિસ્સું પણ એમની વાર્તાઓમાં પાત્ર બનીને આવે છે, તેથી આજના બાળકનું સંવેદનવિશ્વ પણ પ્રત્યક્ષ થાય છે.

  

શાળા કક્ષાએ પણ કવિ રમેશ પારેખને તેમને કરેલા સાહિત્યિક પ્રદાન અને જીવન ઝરમરની વાતો તેમના કાવ્યો , ગીતો અને મુક્તકો સંભળાવીને કરવામાં આવી. શાળાના મુ. શિ  ભાનુપ્રસાદ પંચાલે તેમના વતન અમરેલીની વાતોને વાગોળી તો, હિતેનભાઈ સોલંકીએ આલા ખાચરને ઉદ્દેશીને લખાયેલ કવિતાનું વાચન પણ કર્યું.  બાળ સાહિત્યિક ક્ષેત્રે પણ આગવું પ્રદાન કરનાર  રમેશ પારેખને ક્યારેય નહિ ભૂલાય.
              

ચાલો અંતમાં આટલું કરીએ....
હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,

ભૂલચૂકને   ભાતીગળ  રંગોળીમાં  ફેરવીએ !

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ

ગોફણમાં   ચાંદો  ઘાલી   હું   ફેકું  તારે  ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !
                                                                            – રમેશ પારેખ