Friday, 25 May 2018

મે ની મઝા...2018


મે ની મઝા - 2018 

 

 


નિવેદિતા ફાઉન્ડેશન આણંદ આયોજિત સાત દિવસીય પેઇન્ટિંગ શાળાનું આયોજન કરાયું હતું. જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા અને ચિત્રકળામાં રસ ધરાવતા 25 જેટલા બાળકોને પસંદ કરી વૉટર કલરની મદદથી ચિત્રો બનાવી રંગ પૂરતાં શીખવવામાં આવ્યું. આ પૈકી અમારી એકતાનગર શાળાના સાત બાળકોએ ભાગ લઇ પોતાના વેકેશનને આનંદમયી બનાવી દીધું.




જાણીતા ચિત્રકાર અશોકભાઈ ખાંટ તથા અન્ય આર્કિટેકની મદદથી બાળકોએ પોતાનામાં રહેલી આવડતને ચિત્રોમાં કંડારી. અંતિમ દિવસે બાળકોના ચિત્રોનું પ્રદર્શન કરાયું તથા બાળકોએ અને ભાગ લીધેલ શાળાઓને સંસ્થા દ્વારા ચેરપર્સન નીપાબેન પટેલ તથા કમલભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા. 




આ સાત દિવસ દરમ્યાન ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે, સંસ્થાએ પોતાના અન્ય કામોને બાજુએ રાખીને માત્ર આ વર્કશોપમાં બાળકોની સાથે રહી તેમની શક્તિઓને બિરદાવીને આત્મવિશ્વાસ, જોમ અને જુસ્સો ભર્યો. બાળકોને જે તે ગામથી લાવવા લઇ જવાની અને નાસ્તાની સુવિધા પણ સંસ્થાએ કરી તે તો અલગ. 

આભાર : નિવેદિતા ફાઉન્ડેશન ટીમ