Malala Day 18
કન્યા કેળવણીના અધિકાર માટે તાલિબાનોની સામે વિરોધ નોંધાવતાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલી મલાલા યુસુફજઈ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં આવેલા મિંગોરા નગરની એક યુવતી છે. આ વિસ્તારમાં કન્યા શિક્ષણ પર તાલિબાનોએ
પ્રતિબંધ ફરમાવ્યો હતો તેનો મલાલાએ વિરોધ કર્યો. ઓક્ટોબર ૨૦૧૨માં તાલિબાનો સામે પોતાનો અવાજ ઉઠાવવા અત્યાચારના વિરોધમાં ગુલ
મકઈના ઉપનામથી તેણે બ્લોગમાં લખવાનું શરૂ કર્યું હતું.
2017માં કેનેડાના સંસદમાં સંબોધન કરનાર મલાલા માત્ર 16 વર્ષની વયે સંયુક્ત રાષ્ટ્રમાં પણ સંબોધન કરી ચૂકી છે. આવું હિંમતભર્યું કામ કરતી દિકરીના રક્ષણ માટે લંડન સરકારે તેની અભ્યાસ સહિતની સમગ્ર જવાબદારી ઉપાડી હતી. 17 વર્ષની નાની ઉંમરે શાંતિનો નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ યુવતી છે. "ટાઈમ" મેગેઝીન દ્વારા તેણીને 2013ના વર્ષમાં 'પર્સન ઓફ ધ યર' તરીકે નામાંકિત કરવામાં આવી હતી, મલાલાની
અધિકાર લડતના વિષય પર ' હી નેમ મી મલાલા ' નામની દસ્તાવેજી ફિલ્મ (ડોક્યુમેન્ટરી ફિલ્મ) પણ બનાવવામાં આવી હતી.
આ ફિલ્મથી વધુ જાણીતી બનેલી મલાલાને પાકિસ્તાન સરકારે ' યુવા
શાંતિ પુરસ્કાર ' એનાયત કરી સન્માન કર્યું હતું. ત્યાંની સરકાર દ્વારા એક કન્યા શાળાને તેનું નામ આપવામાં આવ્યું છે.
સીરિયામાં વિસ્થાપિતોના બાળકો માટે શાળા શરુ કરનાર સમજુ અને સંવેદનશીલ મલાલાએ પોતાના નામનું ફંડ ઉભું કરી દુનિયાભરના બાળકોના શિક્ષણ માટે પ્રયત્નશીલ છે. વર્લ્ડ ચિલ્ડ્રન્સ પ્રાઈઝના 50,000 અમેરિકન ડોલર જેટલી મોટી રકમ ગાઝા પટ્ટીના પેલેસ્ટાઈની બાળકો માટે ડેન આપ્યું છે. " એક બાળક, એક શિક્ષક , એક પુસ્તક અને એક પેન દુનિયા બદલી શકે છે " એવું દ્રઢપણે માનતી મલાલાના કર્તૃત્વને વંદન.
અમારી શાળાની દીકરી કિંજલ સોનારાએ પણ આજના દિને મલાલા વિશે વાતો રજૂ કરી પોતે પણ ગામની દીકરીઓ માટે આવું કામ કરશે તેવી મનોકામના વ્યક્ત કરી હતી.