Dhabkar April May 18

ધો. 5 ના બાળકોએ દિવાસળી અને ચણોઠીની ગોઠવણી દ્વારા તૈયાર કરી રંગોળી.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી :
શાળાનો બોલતો અરીસો અને શાળાકીય પ્રવૃત્તિઓને વાચા આપવાનું માધ્યમ એટલે ઈ - મેગેઝીન ' ધબકાર '. દર માસે અવનવી પ્રવૃત્તિઓ લઈ ડિજિટલ સ્વરૂપે આપને મળવાનું સદ્ભાગ્ય અમને સાહસ અને શક્તિ પુરા પાડે છે. શાળાની વેબસાઈટ www.ekatanagar.org દર માસે update કરતા હોઈ વધુ જાણકારી પણ મેળવી શકાશે. ગયા વખતથી અજબગજબ વિભાગ ઉમેરી બાળકોના સામાન્ય જ્ઞાનમાં વધારો કરવાનો પ્રયત્ન પણ શરુ કર્યો છે. એક સાથે બે માસની પ્રવૃત્તિઓને આપની સામે મૂકી રહયા છીએ. માર્ચ માસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી દરમ્યાન સન્માન, સત્કાર અને સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરી શક્યા. વાર્ષિકોત્સવ ઉજવી બાળકોના ઉત્સાહને સંતોષ આપવાની સાથે શાળાને અવારનવાર સહકાર પૂરો પાડનાર દાતાઓનું આભાર સહ સન્માન કરવાનું પણ ચુક્યા નથી. આરોહણ પૂર્વે ધો. 6 થી 8 માં પૂર્વ પરીક્ષણ કરવાથી શિક્ષકોની મહેનતથી આ વખતે સારું પરિણામ મેળવી શક્યા. જે પદ્ધતિથી આગળ વધવાની અને દર માસે યુનિટ ટેસ્ટ લેવાની તૈયારી પણ વાર્ષિક પરીક્ષા અને ગુણોત્સવમાં સફળતા અપાવી છે.
ગુણોત્સવ - 8 માં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિતપ્રકાશ યાદવ સાહેબે બાહ્મ મૂલ્યાંકનકાર તરીકે હાજર રહી આપેલું માર્ગ દર્શન શાળા માટે ચોક્કસ ઉપયોગી બન્યું, ચાલો, પુસ્તકોને મોકળાશ ને બાળકોને કલ્પનાના આકાશે ઊડવા દઈએ. બાળકોનું આરોગ્ય સચવાય તેની કાળજી લેવાની સાથે સાથે વિશ્વની સાંસ્કૃતિક ધરોહર વિશે બાળકોને માહિતગાર કરી તેના પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને રુચિ કેળવી સમજતા થાય તેવો પ્રયાસ સફળતા અપાવશે. વેકેશનના માહોલ વચ્ચે તાલીમની સજ્જતા સાથે નવા સત્ર માટેની તૈયારી એટલી જ મહત્વની છે ત્યારે આવો, સૌ સાથે મળી બાલદેવો માટે કટિબદ્ધ બનીએ. પાણી બચાવીએ ને જળસંચય અભિયાનમાં સહભાગી બનીએ.
ગુણોત્સવ - 8 માં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિતપ્રકાશ યાદવ સાહેબે બાહ્મ મૂલ્યાંકનકાર તરીકે હાજર રહી આપેલું માર્ગ દર્શન શાળા માટે ચોક્કસ ઉપયોગી બન્યું, ચાલો, પુસ્તકોને મોકળાશ ને બાળકોને કલ્પનાના આકાશે ઊડવા દઈએ. બાળકોનું આરોગ્ય સચવાય તેની કાળજી લેવાની સાથે સાથે વિશ્વની સાંસ્કૃતિક ધરોહર વિશે બાળકોને માહિતગાર કરી તેના પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને રુચિ કેળવી સમજતા થાય તેવો પ્રયાસ સફળતા અપાવશે. વેકેશનના માહોલ વચ્ચે તાલીમની સજ્જતા સાથે નવા સત્ર માટેની તૈયારી એટલી જ મહત્વની છે ત્યારે આવો, સૌ સાથે મળી બાલદેવો માટે કટિબદ્ધ બનીએ. પાણી બચાવીએ ને જળસંચય અભિયાનમાં સહભાગી બનીએ.
નવા સત્રથી ધો. 1 માં પ્રવેશ પામનાર બાળકોને આવકારવાનો નવો પ્રયાસ એટલે " આગમન " કાર્યક્રમ. ગુણોત્સવ - 8 માં જિલ્લા વિકાસ અધિકારી સાહેબના હસ્તે દાતા દ્વારા મળેલ કીટ આપી આ બાળકોને આવકારી નવો ચીલો ચાતર્યો. ફાયદો એ થયો કે, દર વર્ષ કરતાં ધો. 1 માં બાળકોની સંખ્યા પણ વધી. એપ્રિલ માસની શરૂઆતથી જ (CBSC શાળાઓની જેમ) નવો પ્રવેશ પામનાર બાળકો શાળામાં આવીને કિલ્લોલ કરી સાચે જ વાતાવરણને આનંદિત કરી દેતા હતાં, વાર્તા-ગીતોના સહારે નવા વાતાવરણને આ બાળકોએ માણ્યું એ જ અમારી સિદ્ધિ છે.
પ્રજ્ઞાની પાંખે :
કૂમળી કલમે :

ધો. 5 ના બાળકોએ દિવાસળી અને ચણોઠીની ગોઠવણી દ્વારા તૈયાર કરી રંગોળી.
પાણી બચાવો :
તમને ખબર છે પાણી એટલે શું ? પાણી એટલે આપણું જીવન. આપણું જીવન આપણે બગાડવું કે સુધારવું તે આપણે જોવાનું. કોઈના ઘરે જઈએ અને તેમના ઘરે પાણી નળ ચાલુ હોય કે ટપકતો હોય તો તરત બંધ કરી દેવો જોઈએ. ટીપેટીપાંની કિંમત સમજવી પડશે. પાણી વેડફી નાખીએ તો જિંદગી વેડફી નાખી તેમ જ કહેવાય. જેમ આપણે 'બેટી બચાવો' ના નારા લગાવીએ છીએ તેમ, 'પાણી બચાવો' ના નારા લગાવવા જરૂરી છે. અત્યારથી જ બધે પાણી નથી તેવું ટી.વી., છાપામાં આવે છે. તો શું આપણે તેના વિશે નહિ વિચારવાનું ? સરકાર પણ જળ સંચય અભિયાન ચલાવી રહે છે તેમાં સહભાગી બની નક્કી કરીએ છીએ કે, ઘરમાં હોય કે નિશાળ અમે બિનજરૂરી પાણી વેડફીશું નહીં અને તેનો યોગ્ય અને જરૂરી ઉપયોગ કરીશું. ચાલો, પાણી માટે યુદ્ધો થાય તે પહેલાં ચેતી જઈએ. ચાલો, સૌ સાથે મળી પાણી બચાવીએ અને આપણું જીવન બચાવીએ.
લેખન : અફસાના કાજી, ધો. 7 અ
અજબગજબ :
ચાલો જાણીએ કે કઈ ઉક્તિ કોણ બોલ્યું છે:
Ø ઈન્કલાબ જિંદાબાદ – મો. ઈકબાલ
Ø સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા – ઈકબાલ
Ø સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ – રામપ્રસાદ બિસ્મિલ
Ø આત્મવિશ્વાસ સફળતાનું મૂળ રહસ્ય છે. - ઈમર્સન
Ø વૈષ્ણવ જન તો તેને રે કહીએ – નરસિંહ મહેતા
Ø જનનીની જોડ સખી નહિ મળે રે લોલ. – બોટાદકર
Ø મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા
Ø ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમના.. – મણીલાલ દેસાઈ
Ø ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો – સ્વામી વિવેકાનંદ
Ø વેદો તરફ પાછા વળો – સ્વામી દયાનંદ સરસ્વતી
Ø વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી – ઉમાશંકર જોશી
Ø યા હોમ કરીને પડો, ફતેહ છે આગે – કવિ નર્મદ
Ø ઓ હિન્દ ! દેવભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા – કવિ કાન્ત
Ø જીવન અંજલિ થાજો ! મારું જીવન અંજલિ થાજો... – કરસનદાસ માણેક
Ø જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન – અટલબિહારી બાજપેયી
Ø કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે. – બાલાશંકર
Ø માણસ સામાજિક પ્રાણી છે. – એરિસ્ટોટલ
સંકલન : -- હરેશ ઠાકોર, ધો. 8 અ
મારી વાત સૌના માટે :
શબ્દ શક્તિનો પ્રભાવ :
શબ્દ શક્તિનો પ્રભાવ :
વિજ્ઞાન કહે છે કે, શબ્દ અમર છે. શબ્દ એટલે નાદ બ્રહ્મ.મહાપુરુષના મુખમાંથી નીકળેલો શબ્દ અમર થઇ જાય છે. એની પ્રચંડ શક્તિ
અશક્ય કામને શક્ય બનાવે છે. સાહિત્યમાં પણ શબ્દ શક્તિનું મહત્વ સ્વીકારાયું છે. શબ્દની ત્રણ પ્રકારની શક્તિ છે.
1. અભિધા : જે શબ્દો મુખ વડે બોલાય અને તેનો સીધોસાદો અર્થ નીકળે તે.
2. લક્ષણા : વ્યક્તિના કોઈ ગુણ - અવગુણને લક્ષ્ય બનાવીને કહેવામાં આવે તે લક્ષણા.
3. વ્યંજના : કોઈપણ વ્યક્તિ માટે કટાક્ષયુક્ત વાણીમાં જે કઈ બોલાય તે વ્યંજના.
જીવનને પ્રાણવાન બનાવનારી અને પ્રેરણાનાં પિયુષ પાનારી શક્તિ શબ્દ જ છે. શબ્દ મિત્ર કે દુશ્મન બનાવી શકે છે. શબ્દ ક્રોધ કે પ્રેમ ઉત્પન્ન કરી શકે છે. શબ્દ રોગીને સ્વસ્થ અને સ્વસ્થને રોગી કરવામાં પણ નોંધપાત્ર ફાળો આપે છે.
શબ્દ શક્તિ વિશે પુનિત મહારાજે એક ભજનમાં કહ્યું છે ને કે, " વિવાહમાં વરસી વરસાવે , ના જુએ મા કે બાપો, ભાઈ, લૂલીને વશમાં રાખો." જીભ જોડે પણ ખરી અને તોડે પણ ખરી. જીભમાત્ર સાધન છે, શક્તિ તો શબ્દમાં જ છે.
સામાજિક - રાજકીય ક્રાંતિના આંદોલનોમાં જયઘોષ કરવામાં આવે છે કે, ' V ' For ' Victory ' વિજય આપણો જ છે ને આપણે જ જીતવાના છીએ તેનો નીર્ધાર વ્યક્ત કરવા - પૌરુષ અને આત્મવિશ્વાસ જગાડવા આંગળીઓ વડે " V " આકારની નિશાની બતાવવામાં આવે છે. બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે વિજય વિશ્વાસ જગાડવા ' V ' For ' Victory ' સૂત્ર આપ્યું જેનાથી બ્રિટિશ સામ્રાજ્યનો વિજય થયો.
આજકાલ સરઘસો, રેલીઓમાં સૂત્રો પોકારવામાં આવે છે તે શબ્દશક્તિ સિવાય કશું જ નથી. આઝાદીના આંદોલન વખતનું 'ઇન્કલાબ ઝિંદાબાદ ', ' ભારત છોડો ', ' કરેંગે યા મરેંગે ', હોય કે, ' સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે ' હોય જેમાં આત્મવિશ્વાસ ઝળકતો દેખાય છે. અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકન કહેતા કે, " આપણને કોઈના ગુલામ રહેવું પસંદ નથી તો, આપણે બીજાને કેવી રીતે ગુલામ બનાવી શકીએ ?" તેમને ગુલામી પ્રથાનો અંત લાવવાની પ્રતિજ્ઞા લીધી ને તે પ્રથા બંધ કરાવીને જ ઝંપ્યા. એક સામાન્ય જીવજંતુ પણ કોઈના ગુલામ બનવું પસંદ નથી કરતા તો માણસ કેવી રીતે બીજાની ગુલામી પસંદ કરે ? ઝાકીરહુસેનની એક સુપ્રસિદ્ધ વાર્તા છે. ' અબ્બુ ખાં કી બકરી ' મિયાં અબ્બુખાંને બકરી ખૂબ પ્યારી. તેને ખૂબ વહાલ કરે. એકવાર વરુએ એના ઉપર હુમલો કર્યો. બકરીને આઝાદી પ્યારી હતી. તે વરુ સામે ખૂબ લડી. ને આખરે મરણને શરણ થઇ, પણ ગુલામીનું જીવન જીવવા કરતાં મોતને ભેટવું એને પસંદ કર્યું.
મરદો કા યહી સ્વભાવ હોતા હૈ, ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું.' વીરોનું કર્તવ્ય છે કે, મોતને ભેટવું પણ શરણાગતિ ન સ્વીકારવી.આંદોલનો વખતે શૌર્યગીતો - દેશભક્તિ ગીતો એટલા માટે જ તો ગવાય છે. લોકોમાં અદમ્ય ઉત્સાહ પ્રેરવા, સુષુપ્ત શક્તિઓ જગાડવા અને સ્વાભિમાન જેવા ગુણોને જગાડવા જ આવા ગીતો ગાવામાં આવે છે. ભારતના સ્વર કિન્નરી લતા મંગેશકરે અમ્ર શહીદોના માનમાં શ્રદ્ધાંજલિ અર્પતું ગીત, ' એ મેરે વતન કે લોગો...' ગાયું ત્યારે તે વખતના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આંખમાં પણ આંસું આવી ગયા હતા આ છે શબ્દની શક્તિ.
સાભાર : ' ઈચ્છો તે મેળવો ' પુસ્તકમાંથી
સંકલન : સુરેખાબેન પી. આહિર, મ.શિ. એકતાનગર પ્રા.શાળા
ગણિત ગમ્મત :
વિજ્ઞાનનું અવનવું :
કેળું આપોઆપ શીશીમાં ઊતરે છે.
કેળું આપોઆપ શીશીમાં ઊતરે છે.
આપણને થશે કે, આ થોડું શક્ય છે, પણ હા થઇ શકે છે. તેના માટે થોડીક પ્રક્રિયા કરવી પડશે. સૌ પ્રથમ એક એવી ખાલી શીશી
લેવાની છે જેમાંથી કેળાનો ગર્ભનો ભાગ અંદર જઈ શકે. શીશીનું મોં વધારે મોટું ન હોવું જોઈએ જેથી કેળું આખું અંદર જઈ શકે. હવે
શીશીમાં સ્પિરિટના થોડા ટીપાં નાખવા. ત્યાર બાદ શીશીમાં સળગતો કાગળનો ટુકડો નાખી તરત જ શિશિના મોં ઉપર કેળાની
છાલનો એક બાજુનો થોડો ભાગ ખોલી શીશી પાર મૂકી દેવાનું છે. આમ કરવાથી તરત જ કેળું આપોઆપ છોલાઈને અંદર ખેંચાઈ જશે
ને છાલ બહાર પડી જશે.
હવે જોઈએ કે, આવું કેવી રીતે થયું. શીશીમાં નાખેલું સ્પિરિટ બાળવાથી અંદરનો ઓક્સિજન સાદગી જાય છે. જેથી શીશીની અંદર
હવાનું દબાણ બહારની હવા કરતાં ઓછું થાય છે. શીશીની અંદરના ઓછા દબાણના કારણે કેળું અંદર તરફ ખેંચાય છે અને
આપોઆપ તેની છાલ ઉતરી જતો કેળું અંદર તરફ સરકી જાય છે.
આપને કેમ ભૂલી શકાય ? :
ધો. 6 થી 8 ના બાળકોની આરોહણ પરીક્ષણ દરમ્યાન હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા બદલ જિલ્લા ખેતીવાડી અધિકારીનો આભાર વ્યક્ત કરીએ છીએ.
શાળાના વાર્ષિક મૂલ્યાંકન વેળાએ શાળામાં તાલુકા પ્રા. શિક્ષણાધિકારી શ્રી ડામોર સાહેબને આવકારતી શાળાની બાળાઓ. આપ સાહેબે હાજર રહી શાળાકીય કાર્યોને બિરદાવી માર્ગદર્શન આપ્યું તે બદલ શાળા પરિવાર આભાર માને છે.
બાલ ગોવિંદદાસ પટેલ પરિવાર, નાપા વતી હેમાબેન પટેલ, સ્નેહ પટેલ (યુ.એસ.એ.), પિયુષભાઇ પટેલે શાળાના વાર્ષિકોત્સવમાં હાજરી આપી બાળકોને મોમેન્ટો અને પારિતોષિક આપી નવાજી તેમને બળ પૂરું પાડ્યું તે બદલ એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી આભાર....
દર્પણમાં ડોકિયું :
ધો. 6 થી 8 આરોહણ પરીક્ષણ :
ધો. 6 થી 8 આરોહણ પરીક્ષણ :
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,આણંદ દ્વારા ધો. 6 થી 8 ના બાળકોની આરોહણ પરીક્ષણ શાળામાં યોજાયું. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી તથા સી.આર.સી.સી. ચિરાગભાઈ વાઘેલાની હાજરીમાં સી.આર.સી. નાપા તળપદના 120 જેટલા બાળકોએ હાજર રહી પરીક્ષા આપી. જિલ્લા ખેતીવાડી અધિકારી પટેલ સાહેબે પરીક્ષણ અંગે બાળકો અને શિક્ષકોના પણ રીવ્યુ મેળવ્યા.
28 ફેબ્રુઆરી ના રોજ શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. ગણિત - વિજ્ઞાનના શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરાતાં બાળકોએ પ્રયોગશાળાના સાધનોની માહિતી સહિત જાતે પ્રયોગો કરી સાચા અર્થમાં આ દિવસની ઉજવણી કરી ડૉ. સી.વી. રામનને યાદ કર્યા.
ઇન્સ્પાયર્ડ એવોર્ડ માનક વિજ્ઞાન પ્રદર્શન :
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, આણંદ આયોજિત ઇન્સ્પાયર્ડ એવોર્ડ માનક વિજ્ઞાન પ્રદર્શન 2018 અંતર્ગત અમારી શાળાએ પેલટીયર ઇલેક્ટ્રીક સીટી જનરેટરની કૃતિ તૈયાર કરી પોતાની વાતોને વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉષ્મા ઉર્જાના તફાવતનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર સાથે કિરણભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ રજૂ કરી શાળાનું ગૌરવ વધાર્યું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી :
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શાળામાં અનોખી રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં મહિલા સંમેલન, ગામની વધુ ભણેલી દિકરીઓ, મ.ભો.સંચાલક તથા શાળાની શિક્ષિકા બહેનોનું પણ સન્માનપત્ર આપી બહુમાન કરાયું. શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને દંગ કરી દીધા. કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન બહેનોએ કરી ઉત્સવને સફળ બનાવ્યો.
વિશ્વ ચકલી દિવસની ઉજવણી :
મોબાઈલ ટાવરોના સૂક્ષ્મ તરંગોના કારણે આજે જ્યારે ચકલીની પ્રજાતિનો નાશ થવા લાગ્યો છે ત્યારે બાળકોમાં ચકલીને બચાવવા માટેની વાતો અને તેના માટેના માળા ગોઠવવાનનું આયોજન શાળામાં બાળકોને સાથે રાખી કરવામાં આવ્યું.
વાર્ષિકોત્સવ, ધો. 8 વિદાય સમારંભ તથા વિશ્વ જળ દિવસની ઉજવણી :
શાળાના વાર્ષિકોત્સવ અને ધો. 8 ના બાળકોના વિદાય પ્રસંગે ધો. 1 માં પ્રવેશ પામનાર બાળકોને " આગમન " કાર્યક્રમ અંતર્ગત આવકારી કીટ વિતરણ, વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોનું અભિવાદન તથા વિશ્વ જળ દિવસ ઉજવણીના ત્રિવિધ કાર્યક્રમમાં હાજર રહેલા હેમાબેન પટેલ, સ્નેહ પટેલ (યુ.એસ.એ.), પિયુષભાઇ પટેલ, એસ.એમ.સી. સભ્યો તથા નિવૃત્ત આચાર્ય નવનીતભાઈ પંડ્યાએ બાળકોની સાથે રહી તેમના ઉત્સાહમાં વધારો કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું.
છેલ્લા ચાર વર્ષથી N.G.O ના સહકારથી કૈશલ્યની કેડીએ અંતર્ગત વર્કશોપનું આયોજન કરી બાળકોના કૌશલ્યોને બહાર લાવવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષે Skills & Personality Devlopment Workshop 70 જેટલા બાળકોને નૃત્ય, પેપર બેગ, ગિફ્ટ કાર્ડ, ક્રિકેટ, ગણિત- વિજ્ઞાન, વાચન - લેખન અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓમાં જોડી સાત દિવસ શાળા પરિવાર અને દાતાઓ દ્વારા નાસ્તાની સુવિદ્યા સાથે વર્કશોપની મજા કરાવી. શાળાના શિક્ષકો, N.G.O ના પ્રતિનિધિઓ અને બી.આર.સી.સી., સી.આર.સી.સી એ જોડાઈ અમારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો. ડૉ. રોબર્ટ પરમારના માર્ગદર્શન હેઠળ CREDP ચારૂસેટ ચાંગાના સહયોગથી દિનશા પટેલ પ્લેનેટોરિયમની મુલાકાત લેતાં બાળકો ગણું બધું શીખી શક્યા. નીપાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નિવેદિતા ફાઉન્ડેશનના સહયોગથી બાળકોએ બનાવેલી પેપર બેગનું વેચાણ થતાં શાળાને આર્થિક લાભ પણ થયો. મનોજભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ લાયન્સ કલબ, આણંદ અમુલના સહયોગથી વર્કશોપમાં ભાગ લીધેલ 70 બાળકો અને એક્સપર્ટને પ્રમાણપત્રો આપી બિરદાવવામાં આવ્યા. સુભાષભાઈ પટેલ, રોહિત પટેલ, રજત પટેલ, હિરનાબેન પટેલ, ડૉ.જાનકીબેન ભટ્ટ, ચારૂસેટ ચાંગાના વોલેન્ટિયર્સનો ખુબ જ સારો સહયોગ સાંપડ્યો. સમગ્ર વર્કશોપમાં હિતેનભાઈ સોલંકી અને સુરેખાબેન આહીરે મુખ્ય જવાબદારી સંભાળી સફળતા અપાવી અને એસ.એમ.સી. તથા વાલીઓના સહકારથી સાત દિવસીય વર્કશોપ નિર્વિઘ્ન સંપન્ન કરી શક્યા.
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી દરમ્યાન અમે સૌ બાળાઓએ ' દંગલ ' ફિલ્મ નિહાળી દિકરી હોવાનું ગૌરવ માણ્યું.
રાષ્ટ્રીય પોષણ મિશન અંતર્ગત પ્રધાનમંત્રીનું ઉદ્દબોધન સાંભળવા શાળા પરિવાર સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહયા.
અનોખું :
અંગ્રેજી વિષયને વધુ પ્રાધાન્ય આપી સરળતાથી અંગ્રેજી શીખી શકાય તેવા હેતુથી શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી ભાષા શિક્ષક હિતેનભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બપોરની રિશેષના સમયમાં English Club ચલાવવામાં આવે છે. અહીં કંઈક નવું શીખતાં બાળકો પોતાના વર્ગના પ્રાર્થનાના વારામાં તેની સૌ સામે રજૂ કરી પાકું કરી રહયા છે.
માસ વિશેષ :
" બા " ના હુલામણા નામથી જગ વિખ્યાત અને ગાંધીજીના ધર્મપત્ની એવા કસ્તુરબા ગાંધીનો જન્મજન્મ 11 મી એપ્રિલ 1869માં પોરબંદર ખાતે થયો હતો. વ્યાપારી પિતા ગોકુલદાસ મકનજીએ ગાંધીજીના પિતાના મિત્ર હોવાના નાતે મિત્રતાને સંબંધમાં ફેરવી દેતાં માત્ર 13 વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાઈ બાપુની સાથે રાજકીય ચળવળમાં જોડાઈ ગયા. 10 વર્ષ સુધી ડર્બનમાં સ્થાપિત
' ફીનિક્સ આશ્રમ ' ની સઘળી પ્રવૃત્તિઓમાં સાથે રહયા. એટલું જ નહિ, ભારત અને દક્ષિણ આફ્રિકામાં ગાંધી બાપુની ધરપકડ થઇ
ત્યારે પણ તેમના સ્થાને રાજકીય ગતિવિધિઓમાં એટલા સહભાગી રહયા. 1930માં યોજાયેલ દાંડીકૂચ હોય, ધરાસણા સત્યાગ્રહ હોય, ભારતની સ્વતંત્રતાનું આંદોલન હોય કે ગળીના મજૂરોના આંદોલનમાં સક્રિય ભાગીદારી નોંધાવી. અભણ હોવા છતાં ગાંધીજી પાસેથી અક્ષરજ્ઞાન શીખીને સતત બાપુને પડખે રહી દેશસેવા, સમાજસેવા કરતા રહયા.
1922 માં જ્યારે ગાંધીજીની ધરપકડ થઇ ત્યારે એક વીરાંગનાને છાજે તેવું વક્તવ્ય આપી વિદેશી કપડાંની હોળી કરવા આહવાન પણ કર્યું. બાપુની સાથે રહી આમ પ્રજા સુધી સફાઈ, અનુશાસન અને શિક્ષણની વાતો લઈ જવા માટે પ્રયત્ન શીલ રહયા. ' ભારત છોડો ' આંદોલન દરમ્યાન કોંગ્રેસી નેતાઓ સહિત ગાંધીજીની ધરપકડ થતાં તેમણે મુંબઈના શિવાજી પાર્કમાં ભાષણ કરવા ગયા ત્યાં જ તેમની પણ ધરપકડ કરી ગાંધીજી જે ત્યાં જ પૂનાના આગાખાન મહેલમાં પૂરી દેવાયા. તેમની ધરપકડ બાદ સ્વાસ્થ્ય કથળતું જતું હતું. 22 જાન્યુઆરી।1944 માં હૃદયરોગના હુમલાને લીધે તેમનું નિધન થયું.