Saturday, 22 December 2018

એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2018-19

એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2018-19

આણંદ જિલ્લામાં સતત ચાર વર્ષથી ડાયટ, વલાસણ દ્વારા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાય છે. તે અંતર્ગત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2018-19 સારસા મુકામે યોજાયો. જેમાં એકતાનગર પ્રાથમિક શાળા દ્વારા સતત ચાર વર્ષ પાંચમી પ્રવૃત્તિઓ નવાચાર તરીકે રજૂ કરવામાં આવી. 

 


શાળા કક્ષાએ ધો. 1 માં બાળકોને આવકારવા માટેનો  ' આગમન ' કાર્યક્રમ શરુ કરાયો છે તેની વાતો રજૂ કરવામાં આવી હતી. સ્ટોલની જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગરના મનોજભાઈ કોરડિયા અને જિ. શિ. અને તાલીમ ભવન, વલાસણના પ્રાચાર્ય શ્રી હિતેષભાઈ દવેએ મુલાકાત લઇ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. તેઓના હસ્તે ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેવા બદલ શિલ્ડ, બેગ, નવાચાર પુસ્તિકા તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. 

 

 

અમારી નવાચાર પ્રવૃત્તિને રજૂ કરવામાં શાળા કક્ષાએથી સહકાર પૂરો પાડનાર ધો. 1 ના બાળકો, પિયુષભાઇ પટેલ, એસ.એમ.સી. સભ્યો, હિતેનભાઈ સોલંકી, અનિતાબેન પારેખ, નરવતસિંહ સંગાડા અને શાળા સ્ટાફને યાદ કરવો ઘટે. સૌના સહકારથી અમારી આ પ્રવૃત્તિ સતત ચાલુ રહેવાની છે તેનો અમને ભરોસો છે.