’આગમન’ કાર્યક્રમ અંતર્ગત ઝીરો વર્ગની શરૂઆત
શાળામાં બાળકને આવવું ગમે, રોકાવું ગમે અને ભણવું ગમે તેવું વાતાવરણ તૈયાર
કરી એકતાનગર પ્રા. શાળામાં ‘આગમન’ કાર્યક્રમ અંતર્ગત ઝીરો વર્ગનું
આયોજન કરવામાં આવ્યું..
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સિનીયર લેક્ચરર પ્રજ્ઞાબેન મતડ, સી.આર.સી.સી નિકુંજભાઈ સોલંકી, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ, મીનાબેન સોલંકી તથા શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.

શાસ્ત્રોક્ત પદ્ધતિથી શ્લોકોનું
ગાન કરી જિ. શિ. અને તા. ભવનના
સિનીયર લેક્ચરર પ્રજ્ઞાબેન મતડ તથા સી.આર.સી.સી નિકુંજભાઈના હસ્તે બાળકોને કુમકુમ
તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો. નાના બાળકોને ગીતગાન અને રમતનું વાતાવરણ તૈયાર
કરાયુ.
ગામના દાતાશ્રી આશિકમીયાં કાજી તરફથી મળેલ નોટબુક, પેન્સિલ, રબરની કિટ તથા ચોકલેટો આપી બાળકોના આગમનને આવકારાયું હતું. પ્રજ્ઞાબેન મતડે ખાનગી શાળામાંથી પણ બાળકો સરકારી શાળામાં આવવા લાગ્યા છે તેની ખુશી પણ વ્યક્ત કરી હતી. સી.આર.સી.સી નિકુંજભાઈ સોલંકી તરફથી પણ શાળાને આ કાર્યમાં રોકડ દાન આપવામાં આવ્યું હતું.

અમારા આ કામની નોંધ સ્થાનિક વર્તમાનપત્રોએ પણ લીધી.
આભાર : સરદાર ગુર્જરી, નયા પડકાર અને દિવ્ય ભાસ્કર
(ચરોતર આવૃત્તિ)