જીવન કૌશલ્ય
આધારિત બાળમેળો તથા
નવા પ્રવેશેલ બાળકોનો એકતાનગર શાળામાં આવકાર
.................................................................
બાળકોમાં બૌદ્ધિક, શારીરિક અને સર્વાંગી વિકાસ થાય તથા તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુથી જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિ. શિ.તાલીમ ભવન, વલાસણ- આણંદના સીધા માર્ગદર્શન હેઠળ ધો. ૧ થી ૫ બાળમેળો, ધો. ૬ થી ૮ માટે જીવન કૌશલ્ય આધારિત બાળમેળો તથા ધો. ૧ અને ૬ પ્રવેશ પામેલ બાળકોને આવકારવાનો કાર્યક્રમ એકતાનગર પ્રા.શાળામાં યોજાઈ ગયો.
સિ.લે. સોનલબેન મેકવાને બાળમેળાની પ્રવૃત્તિઓની પ્રશ્નોત્તરી બાદ
શાળામાં છેલ્લા બે વર્ષથી ચાલતા ઝીરો વર્ગના કારણે ધો. ૧ માં
પ્રવેશ વધ્યો છે તેની ખુશી વ્યક્ત કરી હતી. નિવેદિતા ફાઉન્ડેશનના
વિક્રમભાઈએ છેલ્લા ૬ વર્ષથી શાળાની સાથે જોડાઈને કામ કરી
રહ્યા છે તે યાદ કરી નીપાબેન પટેલ વતી બાળકોને શુભેચ્છાઓ
આપી શાળાના શૈક્ષણિક વાતાવરણની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં હાજર મહેમાનોના હસ્તે ધો. ૧ અને ૬ પ્રવેશ
પામેલ બાળકોને કુમકુમ તિલક કરી પુસ્તકો, નોટબુકો તથા દર્પણ
ડાયરી આપી આવકારવામાં આવ્યા.
ધો.૧ થી ૫ માં બાળમેળોની વિવિધ પ્રવૃત્તિઓમાં ચિત્રકામ, રંગપુરણી, ચીટકકામ, વાર્તાકથન, અભિનય ગીત જેવી પ્રવૃત્તિઓ તથા ધો. ૬ થી ૮ માં જીવન કૌશલ્ય આધારિત સુશોભન, વ્યસનમુક્તિ કાર્યક્રમ, પઝલ જેવી અવનવી પ્રવૃત્તિઓ કરી બાળકોએ આનંદમય દિવસ પસાર કર્યો હતો.
ધો. ૧
ના બાળકોના હસ્તે હાજર મહેમાનોની હાજરીમાં શાળામાં વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું
હતું.
અમારી શાળાની પ્રવૃતિઓની નોધ 'સરદાર ગુર્જરી' વર્તમાનપત્રએ લીધી તે ખૂબ જ આનંદની વાત ગણાય.