સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી - 2019
બાળકોમાં સ્વચ્છતાની તેવો વિકસે તથા પોતાની સ્વચ્છતા માટે જાગૃતતા કેળવે, પ્લાસ્ટિક મુક્ત ભારત બને તે હેતુથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી એકતાનગર પ્રા. શાળામાં કરવામાં આવી. તે અંતર્ગત શાળા પરિવારે સાથે રહી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા.
શાળાના શિક્ષક સારી કનુભાઈ રબારીએ બાળકોને હેન્ડ વૉશ ડે દિવસની ઉજવણી ના દિવસે જમતાં પહેલાં અને સંડાશ જઈને આવ્યા પછી કેવી રીતે હાથ ધોવા તેનું નિદર્શન કરાવ્યું હતું.
બાળકો અને શિક્ષકોએ શાળાની, વર્ગખંડોની મહાસફાઈ પણ કરી હતી.
બાળકોએ અને શિક્ષકોએ પ્રાર્થના કાર્યક્રમમાં સ્વચ્છતા જાળવવા શપથ લીધા હતા.
સી.આર.સી.સી. જયંતિભાઈ મકવાણાએ બાળકોને સ્વચ્છતા જાળવવા, ઘર અને ફળિયું ચોખ્ખુ રહે તથા પ્લાસ્ટિક નહિ વાપરવા પણ અનુરોધ કર્યો હતો.
શાળાના ધો. 5 થી 8 ના 100 થી વધુ બાળકોએ ચિત્ર, ' પ્લાસ્ટિક મુક્ત ભારત ' વિષય પર નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. પ્રથમ ત્રણ ક્રમે આવનાર બાળકોને પારિતોષિક આપવામાં આવશે.
સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત ધો. 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકોએ સ્વચ્છતા માટેનું યોગદાન, ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા અને બાપુની 150 મી જન્મજયંતિ નિમિત્તે ' બાપુને પત્ર ' પણ લખ્યા હતા.