નવેમ્બરની નવા જૂની - ૨૦૧૯
દર વર્ષની જેમ આ દિવાળી વેકેશનમાં સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી ચાર દિવસીય કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ કાર્યશાળામાં બાળકોએ સ્કેટીંગ, વેસ્ટમાંથી બેસ્ટ અને સ્કીલ ડેવલોપમેન્ટની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. 70 જેટલા બાળકોએ હાજરી આપી બાળદિનની પણ ઉજવણી કરી આનંદ મેળવ્યો.
જિ. શિ. અને તાલીમ ભવન વલાસણ - આણંદના સિ.લે. સોનલબેન મેકવાને વાચન અર્થગ્રહણ કસોટી અંતર્ગત શાળાની મુલાકાત લઇ બાળકો અને શિક્ષકો સાથે ચર્ચા કરી હતી.
0 થી ૧૮ વર્ષના બાળકોના આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો શુભારંભ ડૉ. મહિડા, અલેફખાન પઠાણ, નિમીષાબેન, એસ.એમ.સી. અધ્યક્ષ રમીલાબેન તથા આરોગ્ય કર્મચારીઓની હાજરીમાં કરવામાં આવ્યો.
પ્રજ્ઞા વર્ગખંડમાં બાળકોને અભિનયગીત દ્વારા ગુજરાતી શિક્ષણ તરફ લઇ જવાનો
મનીષાબેન ખ્રિસ્તી દ્વારા ઉત્તમ પ્રયાસ....
શાળા આરોગ્ય ચકાસણી દરમ્યાન શાળાના બધા જ બાળકોની આરોગ્ય ચકાસણી
કરવામાં આવતાં વધુ તકલીફ ધરાવતા ૩ બાળકોને સંદર્ભ કાર્ડ દ્વારા તાલુકા કક્ષાએ તપાસ
માટે મોકલવાની વ્યવસ્થા પણ કરાઈ હતી.
બાળકોના વાચન અને અર્થગ્રહણની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી વર્ગખંડમાં ભાષાદીપ
અંતર્ગત માહિતી આપતા વર્ગશિક્ષક સુરેખાબેન આહીર...