કલા મહાકુંભ અને પુસ્તક વાચક સ્પર્ધા - ૨૦૨૦
બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવાનો એક પ્રયાસ એટલે કલા મહાકુંભ. દર વર્ષની જેમ આ વર્ષે અમારી શાળાએ તાલુકા કક્ષાએ ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ અને નિબંધ સ્પર્ધામાં ભાગ લઇ બાળકોના જુસ્સાને જીવંત બનાવવાનો અમારો પ્રયત્ન બર આવ્યો ખરો.
તાલુકા કક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં સાધનાબેન તળપદાએ પ્રથમ અને નિબંધ સ્પર્ધામાં કિંજલબેન સોનારાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું.
એટલું જ નહિ, જીલ્લા કક્ષાએ પણ સાધના તળપદાએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળા તથા એસ.એમ.સી. પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન
પુસ્તક વાચક સ્પર્ધાનો મૂળ હેતુ તો બાળકોનું વાચન શ્રેષ્ઠ બને તથા સારા પુસ્તકોના વાચનથી મૂલ્ય ઘડતર પણ ન ખબર પડતાં થતું રહેલું છે. બાળકો શાળાના પુસ્તકાલયમાં રહેલા જીવંત તત્વો સમા પુસ્તકોના વાચનથી પ્રેરાઈને સ્પર્ધાના માધ્યમથી પણ વધુ વાચન કરે તે આ કાર્યક્રમનો ઉમદા હેતુ રહેલો છે. શાળામાં સૌથી વધુ પુસ્તકો વાંચનાર બાળકોએ જ પ્રથમ ત્રણ ક્રમ મેળવી પોતાની કળાના ઓજસ પાથર્યા છે જે અમારે મન આનંદની વાત ગણાય.