એકતાનગર શાળામાં વિશ્વ મહિલા દિન ઉજવણી તથા ધો. ૮ વિદાય સમારંભ 20
શિક્ષણ દ્વારા મહિલા સશક્તિકરણની ગતિને આગળ ધપાવવા તથા સફળ
મહિલાઓના જીવનની વાતો બાળકો સુધી પહોંચાડવાના હેતુથી એકતાનગર પ્રાથમિક શાળામાં
વિશ્વ મહિલા દિવસની
શાનદાર ઉજવણી તથા ધો. ૮ ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો.
જેમાં પી.એચ.સી નાપાના RBSK નિમિષાબેન, એસ.એમ.સી અધ્યક્ષ રમીલાબેન ઠાકોર, પત્રકાર સાદિકઅલી સૈયદ, ઈ.ચા. આચાર્ય જેરુંષાબેન જાદવ, ગામની ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીઓ, ધોરણ 6 થી 8માં ભણતી દીકરીઓની માતાઓ તથા શાળા પરિવાર અને વાલીઓએ હાજરી આપી હતી.
108 ચેનલના ઝોનલ હેડ સાદિકઅલી સૈયદના હસ્તે છથી વધુ દીકરીઓ
તથા મહિલાઓનું શાલ તથા મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. એસ.એમ.સી દ્વારા શાળાની
મહિલા શિક્ષિકાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની સાથે સાથે ધોરણ આઠના બાળકોનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.
ગીતોની મોજ સાથે બાળકોએ પોતાના અનુભવો વાગોળ્યા હતા.
તેમના વર્ગશિક્ષકના તરફથી નાસ્તો તથા ફોલ્ડર આપવામાં આવ્યા હતા.
રેશમાબાનુ કાજીએ શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને આગળ વધવા માટેની ઉત્સાહપ્રેરક વાતો કરી
દેશમાં અલગ-અલગ કક્ષાએ અગ્રેસર મહિલાઓની માહિતી આપી હતી.
RBSK નિમિષાબેનના હસ્તે શાળાની દીકરી આરતીબેન ઠાકોરનું શાળાના બાલ ડોક્ટર તરીકે સન્માન કરી સ્ટેથોસ્કોપ ભેટ આપવામાં આવ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં મહિલા સશક્તિકરણ અને
ધો. ૬ થી ૮ ની દીકરીઓના આરોગ્ય અંગે વાલીઓને માહિતી આપી હતી.
કાર્યક્રમનું સમગ્ર સંચાલન હીરવાબેન પંડ્યા તથા સુરેખાબેન આહિરે કર્યું હતું.
અખબારી નોધ
સરદાર ગુર્જરી ૯-૩-૨૦૨૦ ચરોતર ભાસ્કર ૯-૩-૨૦૨૦