Thursday, 2 April 2020

માર્ચનું મંથન - ૨૦૨૦


માર્ચનું મંથન - ૨૦૨૦

આજે આખો દેશ કોરોના વાયરસને હરાવવા માટે કમર કસી રહ્યો છે. સાવચેતી એજ સુરક્ષાને ધ્યાનમાં રાખી સૌએ જીવવાનો સમય ચાલી રહ્યો છે. સંક્રમણથી ફેલાતી આ મહામારીને નાથવા ઘરે રહેવું એજ હિતાવહ ગણાશે. 


કોરોનાને હરાવવા માટે સાવચેતી એજ સુરક્ષા છે. સૌએ સાથે મળી તેની સામે લડવું પડશે. અનેક દેશોએ વાઇરસનો 'સામુદાયિક ફેલાવોઅટકાવવા માટે સ્કૂલ-કૉલેજ બંધ કરવા તથા ધાર્મિક અને સામાજિક સભા બંધ કરવા જેવા નિર્ણય લેવામાં આવ્યા છે. થોડા દિવસ માટે સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવાનો નિર્ણય સૌ માટે હિતકારી રહ્યો છે. 


હાથ મિલાવીને નહિ, પણ હાથ જોડી નમસ્તે કરવું, એકબીજાને સ્પર્શ ન કરવો, મો પર માસ્ક પહેરવું, ઘરની બહાર જઈને પરત ફર્યા બાદ ક્યાય પણ સ્પર્શ કરતા પહેલા સેનેટાઈઝરથી બરાબર હાથ ધોવા આપણા હિતમાં છે. આમ તો કારણ વગર બહાર ન જ નીકળવું જોઈએ. ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર કે રૂમાલ આડો રાખવો. ગંદા હાથે ચહેરાને ન અડવું. 

જનતા કર્ફ્યુંનો એક દિવસનો અમલ આપણા સૌ માટે બધી જ રીતે ફાયદાકારક રહ્યો છે. Break Chain & Save Life ને પ્રાધાન્ય આપી સંક્રમણની Chain તોડવા એકબીજાના સંપર્કમાં આવવું હિતાવહ નથી. લોકડાઉનની સ્થિતિમાં ગભરાયા વગર એકબીજાના સંપર્કમાં આવ્યા વિના ઘરમાં રહીએ ને સુરક્ષિત રહીએ. સરકારશ્રીના આદેશને અનુસરી રાષ્ટ્ર માટે સેવા કરવાનો અવસર ન ચુકીએ. ઘરમાં
રહીએ એ જ  મોટી સેવા ગણાશે.

 

ચાલો, આવા સમયમાં પણ શાળા કક્ષાએ યોજાયેલ કાર્યક્રમો અને અન્ય વાતો સાથે ' ધબકાર ' ઈ મેગેઝિનનો એપ્રિલ ૨૦૨૦ નો અંક આપ સુધી પહોંચાડી રહ્યાં છીએ. મોબાઈલમાં link પર Click કરી નિરાંતે અમારું ઇ મેગેઝીન ધબકાર વાંચજો ને અભિપ્રાય આપજો.
                          http://bit.ly/dhabkar_april_2020