Activity in Lockdown, May - 2020
દેશની અત્યારની કોરોના વાયરસની સ્થિતિને જોતાં બાળકોને પ્રવૃત્તિમાં રાખવા એટલું જ આવશ્યક હોઈ, પોતાના ઘરે સુરક્ષિત રહીને અભ્યાસ ચાલુ રહે તે માટે સાહિત્ય મોકલવામાં આવ્યું. વાલીઓને બાળકો સાથે રહેવાની ટેવ પડે અને બાળકોમાં કોરોના અંગે ડર પેદા ન થાય તે રીતે સોશિયલ મિડીયાથી થકી શાળા સતત પ્રવૃત્ત રહી છે.
કોરોનાને કારણે લોકડાઉનના સમયમાં એપ્રિલ માસમાં 15 દિવસ પછી શાળામાં બાળકોનું આગમન ન થતાં જાણે બધું જ સુમસામ થઇ ગયું હતું. શાળા કક્ષાએ બાળકોના વાલીઓને સામાજિક અંતર સાથે મળી બાળકોને બહાર ન જવા દેવા, માસ્ક પહેરવા તથા વારંવાર સાબુથી હાથ ધોવાની પણ સમજ પૂરી પાડવામાં આવી હતી.
લોકડાઉનની સ્થિતિમાં બાળકો ઘરમાં સ્વસ્થ અને સુરક્ષિત રહી એપ્રિલ માસની લોકડાઉનની સ્થિતિ અને મે માસના વેકેશનને ધ્યાનમાં રાખી બાળકો ઘરે બેસી શાળાના શિક્ષકો દ્વારા મોકલાતી પ્રવૃત્તિ અને રમતો સાથે દિવસો પસાર કરી રહયા છે. દરેક બાળકને પ્રશ્નપત્રો અને ઉત્તરવહીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓએ સાથે રહી અભ્યાસ કરાવ્યો હતો.
GCERT ગાંધીનગર દ્વારા 'પરિવારનો માળો, સલામત અને હૂંફાળો' તથા ' વર્ક એટ હોમ' કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને દરરોજ પ્રવૃત્તિઓને પહોંચાડી કાર્યરત રાખવામાં આવ્યા. તેમને એકમ કસોટી અને ભાષાદીપનું કાર્ય બાળકોએ ઘરે બેઠા કર્યું તેનો ખુબ જ આનંદ છે.
સરકારશ્રી ધ્વારા યોજાતી ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં પણ શાળાના બાળકોએ ભાગ લીધો.
Covid - 19 અંતર્ગત જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા શરુ કરાયેલ કંટ્રોલ રૂમમાં મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલને કામગીરી કરવાની તક મળી.
COVID - 19 અંતર્ગત શાળાના 431 બાળકોને અલગ અલગ ત્રણ તબક્કામાં ફૂડ કુકીંગ વસ્તુ શાળામાં તથા ઘરે જઈને આપવામાં આવી તથા બેંકમાં કુકિંગ કોસ્ટની રકમ પણ જમા કરાવવામાં આવી. જેમાં મ.ભો. સ્ટાફ અને ગ્રામજનોએ પણ એટલી જ મદદ કરી.