ગાંધી - ટ્વેન્ટી ટ્વેન્ટી
રાજ્ય કક્ષા વેબીનાર

સરદાર ગુર્જરી -- ૨૮/૬/૨૦૨૦
રાજ્ય કક્ષા વેબીનાર
ગાંધીજી જો અત્યારે ૨૦૨૦માં હોત તો મહામારીના કારણે ઉભી થયેલી સમસ્યાઓ સામે
કેવી લડત આપી હોત તે વિશે આત્મમંથન હેતુ જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગરના ગાંધી અધ્યયન
કેન્દ્ર દ્વારા માર્ગદર્શિત તથા જિ. શિ. અને તા. ભવન,
આણંદ તથા એકતાનગર પ્રા. શાળાના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો ‘ગાંધી ટ્વેંટી
ટ્વેંટી’ વેબીનાર યોજાઈ ગયો. જેમાં GCERTના નિયામકશ્રી ડૉ. ટી
એસ જોષી, જિ. શિ. અને તા. ભવનના પ્રાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ દવે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જી.ડી.પટેલ, જિ. પ્રા. શિ. શ્રી
નિવેદિતાબેન ચૌધરી, તથા અન્ય મહાનુભાવો જોડાયા હતા. બે દિવસના આ વેબીનાર માટે 360 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. ૩૫ થી વધુ રિસર્ચ પેપર રજૂ
કર્યા હતા.
GCERTના નિયામકશ્રી ડૉ. ટી
એસ જોષીએ ગાંધીજીની નઇ તાલીમની સાર્થકતા અને સિદ્ધાંતોની વાતો કરી સૌને બાપુના
વિચારો સાથે જીવવા અનુરોધ કર્યો હતો. જિ. પ્રા. શિ. શ્રી નિવેદિતાબેન ચૌધરીએ
બાપુના સત્યના પ્રયોગો સાથે પ્રકાશિત થવાની વાત કરી હતી. પ્રાચાર્યશ્રી ડૉ.હિતેશભાઈ
દવેએ આજના સમયમાં બાપુના વિચારોની આવશ્યકતા અંગે અલગ-અલગ વિષયો સાથે સૌને માહિતગાર
કર્યા હતા.
રાજ્યકક્ષાના વેબીનાર ‘ગાંધી ટ્વેંટી ટ્વેંટી’ ના મુખ્ય વક્તાઓ ડો. પંકજ જોષી, પ્રો-વોસ્ટ,ચારુસેટ યુનિ.ચાંગા, સી.ટી.ટુંડીયા પ્રાચાર્ય સુરેન્દ્રનગર, ડો. વિશાલ ભાદાણી સણોસરા, ડો.નુસરત
કાદરી બી.એડ કોલેજ મોગરી, ડો.પાર્થેશ પંડ્યા ItoWE ગાંધીનગર, શ્રી નિર્જરી
મહેતા વડોદરા, ડો. અરુણભાઈ દવે લોકભારતી સણોસરા તથા કે. કે. કરકર પ્રાચાર્ય જૂનાગઢ
સૌએ નિયત વિષય ઉપર પોતાના વિચારો રજૂ કરી સેવાઓ આપી હતી. સત્ર સંકલન ડાયટ લેકચરર સતિષભાઈ
તિવારી, ધર્મેશભાઈ પટેલ, વિરાગભાઈ ગરાલા, ડો. પ્રતીક દલવાડી, રોબર્ટ
પરમાર, ડો. ગૌરવ ઠકરાર, ડો. જાનકી ભટ્ટ તથા મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે કર્યું હતું.
એકતાનગર શાળાની બાળાઓ સાધના તળપદા અને ફીજાબાનુએ પ્રેઝન્ટેશનમાં સહકાર આપ્યો
હતો. વેબીનારનું સમગ્ર સંચાલન એકતાનગર શાળાના મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલ, હિતેનભાઈ
સોલંકી, ડાયટ લેક્ચરર રામજીભાઈ વાલ્મીક, રાકેશભાઈ ખીરા, કિરણભાઈ સોલંકી તથા હર્ષ પંચાલે કર્યું હતું.

સરદાર ગુર્જરી -- ૨૮/૬/૨૦૨૦