ઓગષ્ટનું અવનવું. - ૨૦૨૦
સી.આર.સી. નાપાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલનું પ્રમાણપત્ર આપી સી.આર.સી.સી. જયંતીભાઈ મકવાણાના હસ્તે સન્માન કરાયું હતું.
એસ.એમ.સી. અધ્યક્ષ રમીલાબેન, ગ્રા.પં.સભ્ય મંજુલાબેન, ઉપાધ્યક્ષ રાજુભાઈ તથા એસ.એમ.સી. સભ્યો અને શાળા સ્ટાફની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી કરવામાં આવી.
ચાલુ માસે વરસાદથી પડી ગયેલ લીમડા તથા નુકશાનકારક ડાળીઓની એસ.એમ.સી. સભ્યો તથા ગ્રામજનોની હાજરીમાં હરાજી કરવામાં આવી.
શાળાના શિક્ષક કિરણભાઈ સોલંકીએ પોતાના વિષયમાં બાળકો સુધી જે તે પ્રકરણની વાત પહોચાડવા વર્ચ્યુઅલ સ્ટુડીઓમાં લેશન આપ્યો હતો.
નાપા કન્યા ખાતે એન.કે. વર્ચ્યુઅલ સ્ટુડિયોના શુભારંભ પ્રસંગે હાજર મહાનુભાવોએ પ્રા.શાળા એક્તાનગર ( નાપા ) ની મુલાકાત લીધી હતી. જિ. પ્રા. શિ. નિવેદિતાબેન ચૌધરી, TPEO બોરસદ એમ.બી.પાંડોર તથા બી.આર.સી.સી. બોરસદ રવિભાઈ પટેલ હાજર રહ્યા હતા.
મહેમાનોનું સ્વાગત ધબકાર, પ્રેરણા પ્રાર્થના અંક તથા પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ખીલેલા કાશ્મીરી ગુલાબ દ્વારા કરાયું હતું.
શાળાના 38 મા સ્થાપના દિવસની યાદમાં બે ગણા વૃક્ષ ઉછેરના સંકલ્પ અંતર્ગત જિ. પ્રા. શિ. નિવેદિતાબેન ચૌધરીના હસ્તે ઔષધીય વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. શાળા સ્ટાફ પાસેથી શાળા વિકાસ, બાળકોના Online અભ્યાસ અને Teams થકી ચાલી રહેલા શિક્ષણની વિગતવાર માહિતી મેળવી હતી.
નાપા કન્યા ખાતે શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલને News 108ના ઝોનલ હેડ સાદિક સૈયદ તરફથી શિલ્ડ અને પ્રમાણપત્ર આપી કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરાયું હતું.