Friday, 16 July 2021

એકતાનગર પ્રા. શાળામાં બનશે ઓક્સિજન પાર્ક

સપ્તર્ષિ સંકલ્પ અંતર્ગત શાળામાં તૈયાર થનાર ઓક્સિજન પાર્ક

શાળાના પરિવારને શાળામાં જ આયુર્વેદિક ઔષધી મળી રહે તથા આવનાર દિવસોમાં વધુ ઑક્સિજનવાળું વાતાવરણ તૈયાર થાય તે હેતુથી એકતાનગર પ્રા. શાળાના પટાંગણમાં સપ્તર્ષિ સંકલ્પ અંતર્ગત ઓક્સિજન પાર્ક અને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી. 

જેમાં નિવેદિતા ફાઉંડેશનના ચેરપર્સન4 પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને વડોદરા શહેરના પ્રભારી નીપાબેન પટેલ, મહિલા પાંખ આણંદના વર્ષાબેન પટેલ, રીટાબેન શાહ, રક્ષાબેન બ્રહ્મભટ્ટ, પ્રીતિબેન વર્મા, દીપાબેન કાલાણી અને રિદ્ધિબેન ચોક્સીએ હાજરી આપી હતી. શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ અને તમામ શિક્ષકોએ માસ્ક સહીત સામાજિક અંતર જાળવી હાજરી આપી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત નિવેદિતા ફાઉંડેશનના ચેરપર્સન4 પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને વડોદરા શહેરના પ્રભારી નીપાબેન પટેલ અને મહિલા પાંખની મહિલાઓનું શાળાના શિક્ષિકા બહેનોના હસ્તે પુષ્પગુચ્છ અને પ્રેરણા પુસ્તિકા ધ્વારા સ્વાગત બાદ નીપાબેન પટેલ અને હાજર બહેનોના હસ્તે વરસાદી પાણીનો સાચા અર્થમાં ઉપયોગ કરી શકાય તે હેતુથી શાળામાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું દીકરીઓના હાથે કુમકુમ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું. 


હાજર મહેમાનોના હસ્તે તુલસી4 અરડૂસી જેવા ઔષધીય છોડ તથા વધુ અને સતત ઓક્સિજન પૂરો પાડતા પીપળો4  આસોપાલવ અને લીમડાનું જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ ધ્વારા સપ્તર્ષિ સંકલ્પ અંતર્ગત શાળામાં તૈયાર થનાર ઓક્સિજન પાર્કની શરૂઆત કરવામાં આવી.

આણંદ જિલ્લાની બોરસદ તાલુકાની એકમાત્ર સરકારી શાળામાં ઓક્સિજન પાર્ક તૈયાર થઈ રહ્યો છે તે અંગે નિપાબેન પટેલ અને સમગ્ર મહિલા પાંખે ખુશી વ્યક્ત કરી શાળાના આ પ્રોજેક્ટને સપ્તર્ષિ સંકલ્પ સાથે જોડી આવનાર દિવસોમાં વધુ સહકારની ખાતરી આપી હતી. 

શાળા ધ્વારા ચાલી રહેલા શેરી શિક્ષણના વર્ગની મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે બ્રિઝ્કોર્સ, પર્યાવરણ પ્રયોગ શાળા અને શેરી શિક્ષણ અંતર્ગત શાળામાં ચાલતી પ્રવૃત્તિઓથી હાજર સૌ મહેમાનોને માહિતગાર કર્યા હતા. એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી કિરણભાઇ સોલંકીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.