બાળમેળો - 2022
બાળકોને મનોરંજન સાથે જ્ઞાન મળે તથા જીવનમાં આવતા પ્રશ્નોને જાતે હલ કરી શકે તે હેતુથી જિ.શિ.અને તાલીમ ભવન, આણંદના માર્ગદર્શન હેઠળ એકતાનગર પ્રા. શાળામાં ધો. 1 થી 5 માં બાળમેળા અને ધો. 6 થી 8 માં લાઈફ સ્કિલ બાળમેળાનું આયોજન કરાયું હતું.
જેમાં આણંદ જિ. પ્રા. શિક્ષણાધિકારીશ્રી નિવેદિતાબેન ચૌધરી તથા બોરસદ તાલુકાના ડાયટ, વલાસણના સિ.લે. ડોં. મીરાબેન જાદવે મુલાકાત લઇ બાળકો સાથે વાતચીત ધ્વારા પ્રોત્સાહિત કરી, શિક્ષકોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમની સાથે સી.આર.સી કો-ઑર્ડીનેટર અનિલભાઈ રાણાએ હાજરી આપી શાળામાં ચાલતા બાળમેળામાં થયેલી પ્રવૃત્તિઓને નિહાળી બાળકોને બિરદાવ્યા હતા.
શાળામાં ચાલતા બાળમેળાના દરેક સ્ટોલની મહાનુભાવોએ મુલાકાત લઇ બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. હાલ શાળામાં ચાલતા નિપુણ ભારત અંતર્ગત FLN ની કામગીરી વિશે મુ.શિ. અને શિક્ષકો સાથે ચર્ચા કરી જરૂરી સમજ પૂરી પાડી હતી.