શાળા સ્થાપના દિવસ, ધ્વજવંદન તથા વાલી મીટીંગ
ભારતના 76 મા સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એકતા નગર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ, વાલી મીટીંગ તથા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળા સ્થાપના દિનની પણ ઉજવણી કરવામાં આવી. જેમાં સદામમીયાં કાજી, ABVP ના ધ્રુવિલભાઈ, જિ.પં.સદસ્ય સાજીદભાઈ રાણા, પૂર્વ તા. પં. સદસ્ય ઈરફાનમીયા કાજી, ઉપ સરપંચ મધુબેન ઠાકોર, અશ્વિનભાઈ ઠાકોર, પિયુષભાઈ પટેલ, સંજયભાઈ ઠાકોર, સી.આર.સી.સી. અનિલભાઈ રાણા, એસ.એમ.સી. સભ્યો અને વાલીઓએ હાજરી આપી હતી.
76 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્ય મહેમાનના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ ધ્વજવંદન કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત બાદ શાળાની બાળાઓના હસ્તે પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું હાજર મહાનુભાવો એ આઝાદીના અમૃત મહોત્સવની વાતો સાથે શાળા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શાળાના 40 મા વર્ષે પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળાની શિક્ષિકા બહેનો દ્વારા બાળકોની તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.
દેશના સંવિધાન અને દેશદાઝ સાથે શાળા વિકાસના સોપાનોની વાતો રજૂ કરી NEP અંતર્ગત દર માસે એક દિવસ 'દફતર વગરનો દિવસ' મનાવવા મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે જાહેરાત કરી હતી. શાળાની વસ્તુઓ અને રોકડ રકમ આપનાર દાતાઓનું તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.
શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કર્યા હતા. હાજર સૌ વાલીઓ સાથે શાળાકીય પ્રવૃત્તિઓથી લઈ એસ.એમ.સી.ના કાર્યો, કન્યા કેળવણી, ટ્રાન્સપોર્ટેશન જેવી પ્રવૃત્તિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક કિરણભાઈ સોલંકીએ કર્યું હતું.