ટ્વિનિંગ અને દફ્તર વિનાનો દિવસ - 22
શાળાના
બાળકોમાં જીવન કૌશલ્ય વિકસાવવા, જૂથ અધ્યયન સાથે શિક્ષણને વધુ સક્ષમ
બનાવવા તથા નાવીન્યપૂર્ણ શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું આદાનપ્રદાન કરવાના હેતુથી ટ્વીનીંગ
પાર્ટનરશીપ કાર્યક્રમ અંતર્ગત સુરકુવાના
બાળકોએ એકતાનગર શાળાની મુલાકાત લઇ શાળામાં
થતી વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગ
લઈ માહિતગાર થયા હતા. આ કાર્યક્રમમાં
મુ.શિ. ભાનુપ્રસાદ
પંચાલે હાજર રહી બાળકોને
પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળામાં યોજાયેલ ટ્વીનીંગ
કાર્યક્રમની સાથે સાથે આ માસના ‘દફ્તર વિનાના દિવસ’નું
પણ આયોજન કરાયું હતું.
શાળાના ટ્વીનીંગ કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકોનું શાબ્દિક સ્વાગત શાળાના શિક્ષક કિરણભાઇ સોલંકીએ દિવસ દરમ્યાન ચાલનાર ટ્વીનીંગ પાર્ટનરશીપની વિગતવાર માહિતી આપી હતી. બંને શાળાના બાળકોને જોડી ડિબેટનું આયોજન કરાયું હતું. શાળાના ઇનોવેટીવ શિક્ષકો ધ્વારા વિજ્ઞાન અને ભાષાકીય મુદ્દાઓને ધ્યાનમાં લઈ કાર્યક્રમમાં જીવંતતા લાવવા જેવી અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. તૃષિકાબેન પટેલ અને સુરેખાબેન આહિરે પુસ્તકાલયની પ્રવૃત્તિઓની સમજ સાથે બાળકોના જ્ઞાનને વધારવા પેપર બેગ બનાવી કલાની ભેટ પણ આપી હતી.
શાળામાં ધો. 1 થી 5 માં અન્ય પ્રવૃત્તિઓની સાથે સાથે ધો. 6 થી 8 માં હિરવાબેન પંડયાએ વિજ્ઞાનના પ્રયોગો- પ્રદર્શન તથા અંગ્રેજી વિષયમાં હિતેનભાઈ સોલંકીએ બાળકોને ગ્રુપમાં વહેચી જ્ઞાન સાથે ગમ્મત પડે તેવી પ્રવૃત્તિઓ કરાવી હતી. શાળામાં થતા દફ્તર વગરનો દિવસ, ઇનોવેશન, ધબકાર ઈ મેગેઝીન, વેકેશન વર્કશોપ અને પુસ્તકાલય પ્રવૃત્તિઓને બાળકોએ શિક્ષકો પાસેથી જાણી હતી.
સુરકુવા શાળાના 30 જેટલા બાળકો પૈકી કેટલાક બાળકોએ પોતાના લેખિત અભિપ્રાયો પણ રજૂ કર્યા હતા. ટ્વીનીંગમાં હાજર બાળકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ સોલંકીએ અને સંકલન હિતેનભાઈ સોલંકીએ કર્યું હતું.