એકતાનગરમાં કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ કાર્યશાળા
સી.આર.સી. નાપા કન્યા અંતર્ગતની એક્તાનગર પ્રા. શાળામાં છ દિવસીય કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ કાર્યશાળા યોજાઇ ગઈ. બાળકોમાં રહેલા કૌશલ્યોને ઉજાગર કરી વ્યક્તિત્વ વિકાસ તરફ આગળ લઈ જવાના ઉમદા હેતુ સાથે ‘દફ્તર વગરના દિવસ’ની પણ ઉજવણી કરવામાં આવી.
પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરી વર્કશોપને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મહેમાનોનું બાળકોના હસ્તે પુષ્પગુચ્છ, શ્રીમદ ભગવદગીતા અને ઇ-મેગેઝીન આપી સ્વાગત કરાયું. શાબ્દિક સ્વાગત શાળાના શિક્ષક કિરણભાઇ સોલંકીએ કર્યું હતું. મુ.શિ.ભાનુપ્રસાદે વર્કશોપ દરમ્યાન કરવામાં આવેલી પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપવામાં આપી ઉપયોગી થનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
અનિલભાઈ રાણા, ડો. હરીશ પારેખ, આર.આર.સોલંકી, મીરાંબેન જાદવ અને રોબર્ટ પરમારે શાળામાં આ વર્કશોપમાં થતી કામગીરીથી બાળકોના કૌશલ્યો અને વ્યક્તિત્વ વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોને બિરદાવી આવનાર દિવસોમાં શાળાને ઉપયોગી થવાની ખાતરી આપી હતી. NEP અંતર્ગત બાળકો દફ્તર વગરના દિવસનો આનંદ માણી રહ્યા છે તેની વિગતોની જાણકારી પણ મેળવી હતી.
વર્કશોપમાં સહભાગી બાળકોને કીટ, પ્રમાણપત્રો અને તજજ્ઞોને મોમેન્ટો અર્પણ કરાયા હતા.
ચારુસેટ-ચાંગા અને એક્તાનગરના સંયુક્ત ઉપક્રમે 2020 માં યોજાયેલ ઓનલાઈન વકતૃત્વ સ્પર્ધાના વિવિધ શાળાઑ - જેમાં એક્તાનગર, નાપા વાંટા, માણજ (પેટલાદ) અને કાલુ (બોરસદ)ના વિજેતાઓને મહેમાનોના હસ્તે પ્રથમ 1 થી 3 નંબર મેળવનાર બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
વિવિધ ક્ષેત્રના તજ્જ્ઞોએ બાળકોને સ્કેટિંગ, ચેસ, કેરમ, સંગીત, વાર્તાકથન અને લેખન, નાટ્ય સંવાદ, શબ્દકોષ નિર્માણ, TLM મેકિંગ અને રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ નિઃશુલ્ક શીખવવામાં આવી હતી. જે બાળકોએ ખૂબ દિલથી અને મનથી શીખી હતી.
વર્કશોપ સફળ બનાવવા ડોં. હરીશ પારેખ, શૌર્ય મકવાણા, રઘુવીરસિંહ ગોહિલ, ચંદ્રરાજસિંહ, મનીષાબેન સોલંકી તથા શાળા અને મ.ભો.ના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.
છ દિવસીય કાર્યશાળામાં બાળકોને અને તજજ્ઞોને ખૂબ જ મજા આવી હતી. શિક્ષિકા સુરેખાબેને સૌનો આભાર માન્યો હતો અને સમગ્ર વર્કશોપમાં સુપેરે આયોજન પાર પાડ્યું હતું.. વર્કશોપનું સફળ સંચાલન કો-ઓર્ડિનેટર ડો. હિતેન સોલંકીએ કર્યું
હતું.