Monday, 24 July 2023

કલા ઉત્સવ : G-20 "વસુધૈવ કુટુંબકમ"

કલા ઉત્સવ

G-20 "વસુધૈવ કુટુંબકમ" 

One Earth, One Family, One Future

 

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા આયોજન મુજબ વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા મળે તેમજ પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી કલાઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત G-20 "વસુધૈવ કુટુંબકમ" One Earth, One Family, One Future થીમના ભાગરૂપે એક્તાનગર પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત સ્પર્ધા (ગાયન અને વાદન)નો સમાવેશ થતો હતો. શાળાના શિક્ષક કનુભાઈ રબારીએ ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં 31 વિદ્યાર્થીએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. બાળ કવિસ્પર્ધાની જવાબદારી હિતેનભાઈ સોલંકીએ સંભાળી હતી, જેમાં 14 બાળકાવ્યોનું સર્જન કર્યું હતું. સંગીત ગાયન સ્પર્ધાનું આયોજન સુરેખાબેન આહીર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 12 જેટલા વિદ્યાર્થીઓ પોતાનો કલા પરિચય આપ્યો હતો. સંગીત વાદન સ્પર્ધામાં કિરણભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ થયેલી 21 વિદ્યાર્થીઓની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની કલાનો પરિચય આપ્યો હતો. 

 

ધોરણ 1 થી 2 માં બાળકોને મનપસંદ વાર્તા અભિનય સાથે કહેવાનો આનંદ મેળવ્યો હતો. ધો. 3 થી 5 માં વાર્તા વિભાગમાં "વાર્તાનો વડલો" ગિજુભાઈ બધેકાની વાર્તાઓના પુસ્તકનો ઉપયોગ કરી વાર્તાકથન કર્યું હતું. 

 

આ ચારેય સ્પર્ધામાં એક થી ત્રણ નંબર આપીને વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.  પ્રત્યેક સ્પર્ધાના પ્રથમ નંબરે સીઆરસી કક્ષાએ ભાગ લેશે. વિજેતા વિદ્યાર્થીઓ આગળ આવે તે હેતુથી સીઆરસી કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ માટે શ્રી ભાનુપ્રસાદ પંચાલના માર્ગદર્શન હેઠળ બાળકોની માહિતી આપવામાં આવી હતી. સ્પર્ધાના અંતે ભાગ લેનાર વિદ્યાર્થીઓને ચહેરા પર આનંદ જોવા મળતો હતો. વિજેતા વિદ્યાર્થીઓ આગળ આવી પોતાની સ્કિલ બહાર લાવી તેનું પણ શાળામાં ધ્યાન રાખવામાં આવ્યું હતું. 

અહેવાલ લેખન : હિરવાબેન પંડ્યા, વ.શિ.ધો.૭ બ