“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સ્વચ્છાંજલિ કાર્યક્રમ
15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છતા પખવાડિયા (“સ્વચ્છતા હી સેવા-2023) ના ભાગરૂપે 1 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 10 વાગ્યે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાનના 1 કલાકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગ્રામ અગ્રણી હરમાનજીભાઈ ઠાકોર, પ્રવીણભાઈ પટેલ, સી.આર.સી.સી. અનિલભાઈ રાણા, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ, શાળાના શિક્ષકો તથા ગ્રામજનો શ્રમદાનના 1 કલાક માટેની
રાષ્ટ્રીય હાકલમાં જોડાઇ શાળાનું મેદાન, શાળા બહારનું મેદાન અને ડેરી તથા મંદિર જેવા જાહેર સ્થળોએ પણ સફાઈ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.
ગાંધી જયંતિના ભાગરૂપે પ્રધાનમંત્રીએ 'મન કી બાત' ના 105મા એપિસોડમાં 10 વાગે સ્વચ્છતા માટે 1 કલાક શ્રમદાન માટે અપીલ કરી હતી તેને ધ્યાનમાં રાખી શાળાના બાળકો, શિક્ષકો અને ગ્રામજનોએ સામૂહિક રીતે 2 ઓક્ટોબરે બાપુની જયંતિની પૂર્વ સંધ્યાએ 'સ્વચ્છાંજલિ' કાર્યક્રમમાં જોડાયા હતા.
આ સ્વચ્છતા અભિયાનમાં શાળાના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ બાપુના ‘સ્વચ્છતા હિ સેવા’ ના મંત્રને ચરિતાર્થ કર્યો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં બધાએ સાથે મળી દૂધ ડેરી, મંદિર અને શાળા મેદાન જેવા જાહેર સ્થળોની સફાઈ શાળા પરિવાર તથા ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સી.આર.સી.સી ધ્વારા બાળકો તથા હાજર સૌને સ્વચ્છતા સંદર્ભે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.