Wednesday, 12 March 2025

વાર્ષિકોત્સવ ઉજવણી, સાર્વજનિક પુસ્તકાલયની શરૂઆત તથા ‘ધબકાર’ ઈ મેગેઝીનના 100 મા અંકનું બાલાર્પણ

  વાર્ષિકોત્સવ ઉજવણી તથા સાર્વજનિક પુસ્તકાલયની શરૂઆત

ધબકાર ઈ મેગેઝીનના 100 મા અંકનું બાલાર્પણ 

 

શાળામાં વર્ષ દરમિયાન થતી પ્રવૃત્તિઓની વાલીઓને જાણ થાય અને બાળકોમાં ઉત્સાહ વધે તે હેતુથી એકતાનગર શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણીની સાથે સાર્વજનિક પુસ્તકાલયની શરૂઆત, ધબકાર ઈ મેગેઝીનના 100 મા અંકનું બાલાર્પણ કરવામાં આવ્યું. 

 

આ પ્રસંગે જિ. શિ. સમિતિના ચેરમેન સુનીલભાઈ સોલંકી, સામાજિક કાર્યકર મનીષાબેન સોલંકી, કૂક મમતાબેન શાહ, દૂધડેરીના ચેરમેન પિયૂષભાઈ પટેલ,   હરમાનજીભાઈ ઠાકોરગ્રામઅગ્રણી સાલીમમિયાં કાજીબીટ નિરીક્ષક જિગરભાઈ,  સી.આર.સી.સી. અનિલભાઈ રાણા, દાતા આશીકમીયાં કાજી, પત્રકાર સાજીદ સૈયદ તથા એસ.એમ.સી. અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભ્યો અને વાલીઓએ હાજરી આપી હતી.

 

મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. હાજર મહેમાનોના હસ્તે ધબકાર ઈ મેગેઝીનના 100 મા અંકનું બાલાર્પણ કરાયું હતું તથા સાર્વજનિક પુસ્તકાલયની પણ શરૂઆત કરવામાં આવી હતી. શાબ્દિક સ્વાગત બાદ વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓની અહેવાલ મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે રજૂ કર્યો હતો. 

  

શાળાના ધો. 1 થી 8 ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જિ.શિ. સમિતિના ચેરમેન સુનીલભાઈ સોલંકી તથા દાતાઓશ્રીનું શાલ અને બુકે ધ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સુનીલભાઈ સોલંકીએ બાળકોને પોતાના વાલીઓને વ્યસનોથી દૂર કરવા અનુરોધ કર્યો હતો. મનીષાબેન તથા અનિલભાઈ રાણાએ શાળા અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. પિયુષભાઈ, મનીષાબેન તથા મમતાબેન તરફથી શાળાના બાળકોને 
ઇનામો પણ અપાયા હતા.  

  

વર્ષ દરમ્યાન શાળાકીય રમતોત્સવ તથા વિવિધ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને શાળા તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. 
 

ધો. 1 થી 8 માં પ્રથમ ક્રમ મેળવનાર, નિલેષ તળપદા તથા કૃપા ઠાકોરને સ્ટુડન્ટ ઓફ ધ યર’, જેરુષાબેન જાદવને Best Teacher માટે બાલગોવિંદદાસ પટેલ પરિવાર, નાપા તરફથી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. શાળાના શિક્ષકો ધ્વારા તિથિભોજન આપવામાં આવ્યું હતું. 

 

કાર્યક્રમનું સંચાલન રાજવીર, ઉર્વર્શી અને કિરણભાઈ સોલંકીએ કર્યું હતું. 

 
શાળાના સમગ્ર સ્ટાફ અને એસ.એમ.સી. સભ્યોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.