Sunday, 31 December 2017

2018 ના વર્ષની સોનેરી સવારના કિરણો સમગ્ર વિશ્વ પર પ્રકાશ પાથરી રહ્યા છે ત્યારે નવા વર્ષનો પ્રથમ અંક તમારી સમક્ષ મુકતાં આનંદની લાગણી થાય છે. 

નીચેની લિંક ફોલો કરી, અંક વાંચી અમારી સાથે જોડાયેલા રહેશો તો ગમશે.


સૌ વાચકોને એકતાનગર પ્રા. શાળા પરિવાર તરફથી નવા વર્ષની શુભકામનાઓ.

Saturday, 2 December 2017

નવેમ્બરની નવાજૂની - 2017

 નવેમ્બરની નવાજૂની - 2017  


ગિજુભાઈ બધેકાના જન્મદિવસે તેમના બાળકેળવણી માટેના કાર્યોને યાદ કર્યા.  


 જતન છોડવાઓનું કે છોકરાઓનું ??? 


અમે કરેલું કામ અમારી ફાઈલમાં અમે જાતે જ મૂકીએ છીએ... પ્રજ્ઞા ટુકડી- 2


છીપલાની મદદથી જ અમે શીખો અંકજ્ઞાન... પ્રજ્ઞા ટુકડી - 1


પ્રથમ સત્રની પરીક્ષામાં શું લખ્યું તે ખબર નથી પણ દિવ્યાંગ કિશન ઠાકોરે અમારી પરીક્ષા તો લીધી... 


મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી માં સ્પર્ધાઓ યોજી બાળકોને મત નું મહત્વ અને પ્રક્રિયા સમજાવી.

 

NAS પરીક્ષામાં અમારા બાળકોને મળ્યા ડાયેટ વલાસણના લેક્ચરર શ્રી શરદભાઈ અને ટી.ડી.ઓ. બોરસદ  


 બોરસદ તાલુકાની જ્ઞાનકુંજ શાળાના શિક્ષકોની એક દિવસીય તાલીમનું આયોજન


છ અક્ષરનું નામ એવા રમેશ પારેખની જન્મજયંતીએ તેમની રચનાઓ સાંભળી.



આ વર્ષનો છેલ્લો અંક આપની સમક્ષ મૂકતાં અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. 

http://bit.ly/dhabkardec17

LINK ફોલો કરો, અમારો અંક વાંચી અમારી સાથે જોડાયેલા રહો.


Monday, 27 November 2017

જન્મજયંતિ જન્મોજનમ...

                                                                  જન્મજયંતિ જન્મોજનમ... 

 'વિરલ વિભૂતિ ' -  પ્રમુખ સ્વામી મહારાજ :


ગાંધીનગર અને દિલ્હી એમ  બે સ્થળોએ અક્ષરધામ અને સ્વામિનારાયણ સંપ્રદાયના 1100 મંદિરો બાંધનાર વિરલ વિભૂતિ પ્રમુખ સ્વામીને એકતાનગર શાળા પરિવાર વતી  97મા જન્મદિવસે ( 27/11/1926) શત શત વંદન
સંસ્કૃતિના પ્રખર જ્યોતિર્ધર અને BAPS ના સ્થાપક પ્રમુખ સ્વામી મહારાજ આદિવાસીથી લઈ અમેરિકા સુધી જયાં પણ ગયા ત્યાં ઠાકોરજીને પોતાની સાથે રાખતા. હાલ મહંત સ્વામી BAPS સંસ્થાના આઘ્યાત્મિક વારસદાર છે.



 છઠ્ઠું ધોરણ ભણતાં ભણતાં ચાણસદ ગામની ક્રિકેટ ટીમના કેપ્ટ્ન બનેલા શાંતિલાલ BAPS ના સ્થાપક પ્રમુખ સ્વામી  બન્યા. પ્રમુખ સ્વામી મહારાજના  આધ્યાત્મિક પ્રદાનને યાદ કરી તેમના જીવનમાંથી સમાજ સેવાના ગુણો લાવવા તથા બાળકોમાં પ્રકાશ પથરાય તેવી વાતો શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં કિરણભાઈ સોલંકીએ કરી હતી . 

ચાલો અંતમાં આટલું કરીએ....

સો અવગુણમાં એક ગુણ પણ સારો હોય તો 

એને ગ્રહણ કરી લેવો ને

 બીજાના નવ્વાણું અવગુણો મૂકી દેવા,

 તો જ આગળ વધાશે.
                                                                                          
                                                                                - પ્રમુખ સ્વામી 


 'છ અક્ષરનું નામ' - રમેશ પારેખ 


                     " છ અક્ષરનું નામ " ધરાવનાર ' સૂરજને  પડછાયો હોય '  એવો શબ્દોમાં ' તરખાટ ' મચાવનાર એવા ‘હસીને ખુલ્લમ ખુલ્લા’ વાત કરનાર ‘જંતર મંતર છૂ’. થઇ જનાર રમેશ પારેખના જન્મદિને (27-11-1940)અચૂક યાદ કરવા ઘટે. અમારા શાળાના સૌ પરિવાર તરફથી જન્મદિનની શુભકામનાઓ...
                રમેશ પારેખનું બાળસાહિત્યના ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. જેમાં તાજગી, નવીનતા અને પ્રતિભાનાં દર્શન થાય છે. બાળકાવ્યોના સંગ્રહો ‘હાઉક’ (૧૯૭૯) અને ‘ચી’ (૧૯૮૦)ના કાવ્યો ભાષાની સાદગી, સરળતા, શિશુસહજ કલ્પનાને પ્રાસ અને લયમાં હળવાશ અને ગેયરૂપે આપણને આપ્યા છે. ‘હફરક લફરક’ માંની બાળવાર્તાઓમાં પણ તેઓએ ભાષાની શક્તિને કામે લગાડી છે. પશુપંખી, ફળો, સાઈકલ અને ખિસ્સું પણ એમની વાર્તાઓમાં પાત્ર બનીને આવે છે, તેથી આજના બાળકનું સંવેદનવિશ્વ પણ પ્રત્યક્ષ થાય છે.

  

શાળા કક્ષાએ પણ કવિ રમેશ પારેખને તેમને કરેલા સાહિત્યિક પ્રદાન અને જીવન ઝરમરની વાતો તેમના કાવ્યો , ગીતો અને મુક્તકો સંભળાવીને કરવામાં આવી. શાળાના મુ. શિ  ભાનુપ્રસાદ પંચાલે તેમના વતન અમરેલીની વાતોને વાગોળી તો, હિતેનભાઈ સોલંકીએ આલા ખાચરને ઉદ્દેશીને લખાયેલ કવિતાનું વાચન પણ કર્યું.  બાળ સાહિત્યિક ક્ષેત્રે પણ આગવું પ્રદાન કરનાર  રમેશ પારેખને ક્યારેય નહિ ભૂલાય.
              

ચાલો અંતમાં આટલું કરીએ....
હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,

ભૂલચૂકને   ભાતીગળ  રંગોળીમાં  ફેરવીએ !

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ

ગોફણમાં   ચાંદો  ઘાલી   હું   ફેકું  તારે  ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !
                                                                            – રમેશ પારેખ

Wednesday, 25 October 2017


વેકેશનમાં ખરેખરી મઝા કરવાં બાળકો માટે વર્ષે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. બાળકોને સંગીત, નાટક, સ્કેટિંગ તથા જીવન શિક્ષણ જેવા વિષયોમાં અનુભવ પુરો  પાડવા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાર્થીઓ ગુનગુનાવશે, નાટક ભજવશે, સ્કેટિંગની મઝા લેશે, જીવન શિક્ષણના પાઠ પ્રવૃત્તિ દ્વારા શીખશે અને આનંદ કરશે.









Tuesday, 17 October 2017

અજાયબ ઓક્ટોબર - 2017

💐અજાયબ ઓક્ટોબર  - 2017 💐


 
એકતાનગર પ્રાથમિક શાળા પરિવાર તરફથી  સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ....

 

ઓપરેશન ક્રિસમસ ચાઈલ્ડ કાર્યક્રમ અંતર્ગત સમારિટન પર્સ (યુ.એસ.એ.)સંસ્થા દ્વારા ડેવલોપમેન્ટ એસોશિયેશન ઇન્ટીગ્રેટેડ, આણંદના સહયોગથી શાળાના બાળકોને બાળકોએ મોકલેલી ગિફ્ટનું વિતરણ મહેશભાઈ પરમાર અને તેમની ટીમના હસ્તે કરવામાં આવ્યું. જેમાં સી.આર.સી.સી. અરવિંદભાઈ પટેલ, જયંતીભાઈ મકવાણા, એસ.એમ.સી. સભ્યો અને વાલીઓ હાજર રહયા.            આભાર સૌનો...

  

પોતાને મળેલ પોકેટ મનીમાંથી ભારતના બાળકો માટે ભેટ મોકલવાની ટેવ નાનપણથી પડી તે કેટલું સારું કહેવાય ? અમે પણ એવું જ શીખીને બીજાને મદદ કરીશું... અમને ભેટ આપનારનું પ્રભુ કલ્યાણ કરે તેવી પ્રાર્થના ...  Thank  You Very Much ...

 

બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસે મુ.શિ.ભાનુપ્રસાદ પંચાલે દીકરીનું મહત્વ સમજાવી અમને અમારું ગૌરવ યાદ કરાવ્યું. આંતરરાષ્ટ્રીય દીકરી દિવસે અમે દીકરી શું કરી શકે છે તેની સૌને ઝાંખી પણ કરાવી.

 

ભાઈ, દિવાળી આવે એટલે ફટાકડા તો યાદ આવે જ... પણ તૈયાર ફટાકડાથી થતા અવાજ અને હવાના પ્રદુષણથી બચવા અમે બનાવી હાથ બનાવટની બંદૂકડી... કેવી ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ...

 

ગાંધીજીના સ્વચ્છતાના સંકલ્પને અમે પણ આપ્યો છે સાથ.. તેની સિદ્ધિ માટે અમારો પણ છે પ્રયત્ન... સૌ સાથે મળી ગંદકીના કલંકને મિટાવી દઈએ... આપશોને અમને સાથ ? તો જયાં પણ હો ત્યાં રાખજો સ્વચ્છતા.

 
અમારી શાળાના ધો. 5 ના બાળકોનું વર્ચ્યુઅલ કલાસરૂમ એજ્યુકેશન અંતર્ગત અંગ્રેજી વિષય માટે શુટિંગ    થયું. તે ઉપરાંત, ભાષા શિક્ષક હિતેનભાઈ સોલંકીનું પણ બાયસેગ સ્ટુડીઓમાં જઈ યુનિટની સમજ અંગે શૂટિંગ થયું. અમારા બાળકો અને શિક્ષકને આ તક આપવા બદલ જી.શિ. અને તાલીમ ભવન, આણંદ અને ડાયટ લેક્ચરર રોહિતભાઈ વાળંદનો આભાર.



અને હા, અમારા ઈ-મેગેઝિન "ધબકાર" નો ૧૮ મો અંક વાંચવા તથા પ્રતિભાવ આપવા 

નીચેની Link ફોલો કરો.


💐દિવા ળી અને નવા વર્ષની શુભકામનાઓ. 


આપના પ્રતિભાવ અમને વધારે પ્રોત્સાહિત કરશે🌻



Tuesday, 15 August 2017

કૃષ્ણ જન્મોત્સવના દિને 71મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી - 2017

 કૃષ્ણ જન્મોત્સવના દિને 71મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી - 2017

' નવભારત નિર્માણ ' નો શુભારંભ 
' નવભારત નિર્માણ '  અંતર્ગત સુત્રોણે નારા સહીત પ્રભાતફેરીનું આયોજન 

71મા સ્વાતંત્ર્ય પર્વની ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાનદાર ઉજવણી 

નવભારત ચળવળ અંતર્ગત બાળકો, વાલીઓ તથા ગ્રામજનોએ સ્વચ્છ ભારત, 
ભ્રષ્ટાચાર અને ગરીબી મુક્ત, ત્રાસવાદ, જ્ઞાતિવાદ અને કોમવાદ મુક્ત ભારતનો લીધો સંકલ્પ 

એજન્ડા મુજબ વાલી સંમેલનમાં નવભારત નિર્માણ સહીત અન્ય મુદ્દાઓ પર 
સંબોધન કરતા મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ 

બાળકો અને ગ્રામજનોને શાળાકીય કામોમાં સહકાર આપવાનું 
આહવાન કરતા ગ્રામ અગ્રણી ખુશાલભાઈ 

તા.પં. સદસ્ય ઇરફાન કાજી તથા પિયુષભાઇ પટેલે હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા.

વેકેશન વર્કશોપમાં બાળકોએ પાડેલ ફોટાને ફ્રેમિંગ કરી ભેટ આપતા પિયુષભાઇ, 
તા.પં. સદસ્ય ઇરફાન કાજી, ગ્રા.પં. સભ્ય રામજીભાઈ તથા એસ.એમ.સી. અધ્યક્ષ મંજુલાબેન ઠાકોર 

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વાલીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિ



Wednesday, 19 July 2017

જુલાઈની જમાવટ...2017

જુલાઈની જમાવટ...2017


અમે આપ્યો સિયાચીનના સૈનિકો માટે ફાળો...


અમે જમીશું હવે ચમચી વડે... આભાર સ્મિતાબેન જોષી...


અમારી ચિંતા કરી સતત અમારી કાળજી લેતા નિવેદિતા ફાઉન્ડેશન, આણંદ દ્વારા 
600 રૂ. ટોકનથી બે જોડી ગણવેશ, બુટ, મોજા, દફતર, આઈ કાર્ડ 
તથા સ્વેટર આપવાનું આયોજન કરાયું. આભાર નીપાબેન પટેલનો... 


તા.પ્રા. શિક્ષણાધિકારી, બોરસદ શ્રી દિલીપસિંહ મહિડા સાહેબે બાળકોની 
વાચન અને ગણનની સ્થિતિ ચકાસી શિક્ષકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું. 


શ્રી દિલીપસિંહ મહિડા, ટી.પી.ઈ.ઓ.બોરસદના હસ્તે 
 શાળા કક્ષાએ વૃક્ષારોપણ કરાયું.


અમારી શાળાનો બાગ અમે સાચવીશું... ધો. 8 ના વિદ્યાર્થીઓ 


ચાલુ વર્ષે ધો. 1 માં પ્રવેશ પામેલ બાળકોએ જીવનભર 
ચાલતી શિક્ષણની પ્રક્રિયામાં પા પા પગલી માંડી ...


પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાપાના ડૉ. મહિડાએ બાળકોને 
વિશ્વ વસ્તી દિન અંગે માહિતગાર કર્યા.


વિશ્વ વસ્તી દિન (11 જુલાઈ)એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાપાના સહકારથી લોકજાગૃતિ અર્થે 
પી.એચ.સી. સ્ટાફ અને શાળા પરિવાર સાથે રહી રેલીનું પણ આયોજન કરાયું. 


ચાલો શાળાની સલામતી કેવી રીતે કરવી તે શીખી લઈએ... 
ફાયર સેફટીની વાત સમજાવતા  કિરણભાઈ સોલંકી તથા તૃષિકાબેન પટેલ