Wednesday, 25 October 2017
Tuesday, 17 October 2017
અજાયબ ઓક્ટોબર - 2017
એકતાનગર પ્રાથમિક શાળા પરિવાર તરફથી સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ....
ઓપરેશન ક્રિસમસ ચાઈલ્ડ કાર્યક્રમ અંતર્ગત સમારિટન પર્સ (યુ.એસ.એ.)સંસ્થા દ્વારા ડેવલોપમેન્ટ એસોશિયેશન ઇન્ટીગ્રેટેડ, આણંદના સહયોગથી શાળાના બાળકોને બાળકોએ મોકલેલી ગિફ્ટનું વિતરણ મહેશભાઈ પરમાર અને તેમની ટીમના હસ્તે કરવામાં આવ્યું. જેમાં સી.આર.સી.સી. અરવિંદભાઈ પટેલ, જયંતીભાઈ મકવાણા, એસ.એમ.સી. સભ્યો અને વાલીઓ હાજર રહયા. આભાર સૌનો...
પોતાને મળેલ પોકેટ મનીમાંથી ભારતના બાળકો માટે ભેટ મોકલવાની ટેવ નાનપણથી પડી તે કેટલું સારું કહેવાય ? અમે પણ એવું જ શીખીને બીજાને મદદ કરીશું... અમને ભેટ આપનારનું પ્રભુ કલ્યાણ કરે તેવી પ્રાર્થના ... Thank You Very Much ...
બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસે મુ.શિ.ભાનુપ્રસાદ પંચાલે દીકરીનું મહત્વ સમજાવી અમને અમારું ગૌરવ યાદ કરાવ્યું. આંતરરાષ્ટ્રીય દીકરી દિવસે અમે દીકરી શું કરી શકે છે તેની સૌને ઝાંખી પણ કરાવી.
ભાઈ, દિવાળી આવે એટલે ફટાકડા તો યાદ આવે જ... પણ તૈયાર ફટાકડાથી થતા અવાજ અને હવાના પ્રદુષણથી બચવા અમે બનાવી હાથ બનાવટની બંદૂકડી... કેવી ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ...
ગાંધીજીના સ્વચ્છતાના સંકલ્પને અમે પણ આપ્યો છે સાથ.. તેની સિદ્ધિ માટે અમારો પણ છે પ્રયત્ન... સૌ સાથે મળી ગંદકીના કલંકને મિટાવી દઈએ... આપશોને અમને સાથ ? તો જયાં પણ હો ત્યાં રાખજો સ્વચ્છતા.
અમારી શાળાના ધો. 5 ના બાળકોનું વર્ચ્યુઅલ કલાસરૂમ એજ્યુકેશન અંતર્ગત અંગ્રેજી વિષય માટે શુટિંગ થયું. તે ઉપરાંત, ભાષા શિક્ષક હિતેનભાઈ સોલંકીનું પણ બાયસેગ સ્ટુડીઓમાં જઈ યુનિટની સમજ અંગે શૂટિંગ થયું. અમારા બાળકો અને શિક્ષકને આ તક આપવા બદલ જી.શિ. અને તાલીમ ભવન, આણંદ અને ડાયટ લેક્ચરર રોહિતભાઈ વાળંદનો આભાર.
અને હા, અમારા ઈ-મેગેઝિન "ધબકાર" નો ૧૮ મો અંક વાંચવા તથા પ્રતિભાવ આપવા
નીચેની Link ફોલો કરો.
Subscribe to:
Posts (Atom)