વાર્ષિકોત્સવ, ધો. 8 વિદાય સમારંભ તથા વિશ્વ જળ દિવસની ઉજવણી - 2018
શાળા દર્પણનું વર્ણન કરી શાળા સહકાર માટે સૌના આવકાર સહ અભિનંદન પાઠવતા
મુ.શિ. શ્રી ભાનુપ્રસાદ પંચાલ
ધો. 1 માં નવીન પ્રવેશ પામનાર બાળકોને " આગમન " કાર્યક્રમ અંતર્ગત આવકારી
કીટ વિતરણ કરતા હેમાબેન પટેલ, પિયુષભાઇ પટેલ, સ્નેહ પટેલ,
એસ.એમ.સી. સભ્યો તથા નવનીતભાઈ પંડ્યા
શાળામાંથી નિવૃત્ત થયા પછી પણ બાળકો સાથેનો નાટો જોડી રાખ્યો હોઈ
ધો.8 માંથી વિદાય લેતા બાળકોને મળી ભેટ આપવા આવ્યા
શાળાના પૂર્વ આચાર્ય નવનીતભાઈ પંડયા
શાળાના વાર્ષિકોત્સવ અને અન્ય કાર્યક્રમોમાં અમારી હાજરી તો હોય જ... બાળકોના વાલીઓ
ગામના જ વાતની અને હાલ અમેરિકા સ્થિત હેમાબેન પટેલે કાર્યક્રમમાં હાજરી આપી
બાળકોને મોમેન્ટો આપી બિરદાવ્યા એટલું જ નહિ, બાળકોના વાલીઓ
સાથે પણ તેમના જેવા બની બધો ચિતાર મેળવી લીધો.
અમે તો વિદાય લઈ રહયા છીએ આવજો ને પાણી બચાવજો ના નારા સાથે અમને યાદ રાખજો..
માટે પાડો અમારી હસમુખી તસ્વીર...
ધો.8 ના બાળકોના વિદાય પ્રસંગે તેમના વર્ગશિક્ષક તરફથી યાદગીરીરૂપ ભેટ પણ અપાઈ.
બાલગોવિંદદાસ પટેલ પરિવાર તરફથી શાળામાં વર્ષ દરમ્યાન અલગ અલગ
પ્રવૃત્તિઓમાં ભાગ લઈ વિજેતા થનાર બાળકોને તથા Student of the Year નો
ખિતાબ આપી ઘનશ્યામ તળપદા અને રેશમા પઠાણનું અભિવાદન કરાયું.
આભાર : હેમાબેન, પિયુષભાઇ તથા સ્નેહ પટેલ, નાપા
બાલગોવિંદદાસ પટેલ પરિવાર તરફથી શાળા અને બાળકો માટે ન્યુઝ ચેનલને આપ્યો Interview. શાળામાં બાળકોના થઈ રહેલા સર્વાંગી વિકાસ માટે સંતોષ પણ વ્યક્ત કરી પાણી બચાવો માટેની અપીલ પણ કરી.
No comments:
Post a Comment