Saturday, 29 September 2018

ખેલ મહાકુંભ - તાલુકા કક્ષા - 2018

ખેલ મહાકુંભ - તાલુકા કક્ષા - 2018

શાળા કક્ષાએ અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સૌષ્ઠવ સારું બને તથા તેમનામાં ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકારના રમત ગમત વિભાગ દ્વારા દર વર્ષે ઉજવાતા ખેલ મહાકુંભમાં ચાલુ વર્ષે શાળામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી પસંદગીના બાળકોને તાલુકા કક્ષાએ પોતાનું કૌવત બતાવવાનો મોકો મળ્યો. 




અમારી શાળાના 9 છોકરા અને 13 છોકરીઓએ તાલુકાની સ્પર્ધામાં પામોલ ખાતે હાજર રહી સુંદર પ્રદર્શન કરી દેખાડ્યું. જેમાં ચાલુ વર્ષથી   U - 9  અને U - 11 માં સારો દેખાવ કરનાર બાળકોને જિલ્લા કક્ષાએ DLSS અંતર્ગત રમવાનો મોકો મળનાર છે. જેમાં અમારી શાળાના વિજેતા બાળકો પૈકી છોકરાઓમાંથી U - 11 માં 50 મીટર દોડમાં નિર્મલ ઠાકોર, છોકરીઓમાંથી U - 11 માં 50 મીટર દોડમાં હિનાબાનું શેખ, U - 9 માં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં તબસ્સુમ ચૌહાણનો સમાવેશ થાય છે. 




U - 14 માં ગોળાફેંકમાં તાલુકાની સ્પર્ધામાં પામોલ ખાતે શ્રેઠ દેખાવ કરી પ્રથમ ક્રમે રહી હેતલ ઠાકોરે શાળાનું ગૌરવ વધાર્યું છે. 

શાળા તથા એસ.એમ.સી પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

Saturday, 15 September 2018

હિન્દી દિવસની ઉજવણી 2018

હિન્દી દિવસની ઉજવણી 2018


હિન્દી ભાષાને જીવંત રહે તથા બાળકોમાં રાષ્ટ્રભાષાનો પ્રેમ વધે તે હેતુથી 14 મી સપ્ટેમ્બરના રોજ દેના બેન્ક નાપાના સહયોગથી હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી. 


મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું.


શાળાની બાળા હેતલ ઠાકોરે હિન્દીમાં પોતાના વિચારો રજૂ કર્યા.


શાળા વતી મુ.શિ.ભાનુપ્રસાદ પંચાલે શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.


બેન્ક મેનેજર લતીફ મન્સુરીએ શાળાના બાળકોને હિન્દી વિષય અને તેનું મહત્વ સમજાવ્યું. શાળા દ્વારા આવી પ્રવૃત્તિઓ માટે સૌને અભિનંદન પણ પાઠવ્યા. બાળકોને શિષ્યવૃત્તિની રકમ હવે ઉપાડવા માટે બેંકમાં ન આવતાં શાળામાં જ આ સુવિદ્યા આપશે તેવી ખાતરી આપી.


નાપાના દેના બેન્ક નાપા શાખાના મેનેજર લતીફ મન્સુરી, ઇમરાન રાણા તથા ઇકબાલ રાણાએ હાજર રહી બાળકોની હિન્દી ભાષામાં કરાયેલી રજૂઆતને બિરદાવી બાળકોને ઇનામ અને મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું.

Friday, 7 September 2018

ગણવેશ વિતરણ, શિક્ષક દિન ઉજવણી તથા વાલી સંમેલન

ગણવેશ વિતરણ, શિક્ષક દિન ઉજવણી તથા સ્વચ્છતા પખવાડિયાની 
ઉજવણીના ભાગરૂપે વાલી સંમેલન 


છેલ્લા 5 વર્ષથી શાળા સાથે જોડાઈને બાળકોના સર્વાંગી વિકાસ માટે ચિંતિત નિવેદિતા ફાઉન્ડેશનના 
ચેરપર્સન નીપાબેન પટેલના હસ્તે ધો. 1 માં પ્રવેશ પામનાર 57 બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યો.


શાળાનું ઈ મેગેઝીન ' ધબકાર ' ત્રણ વર્ષ પુરા કરી ચોથા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે 
એસ.એમ.સી. અધ્યક્ષ રમીલાબેન ઠાકોર, નીપાબેન પટેલ, ઈરફાનમીંયા કાજી, 
પિયુષભાઇ પટેલના હસ્તે સપ્ટે. 18 ના અંકનું વિમોચન કરાયું.


સરકારી શાળાના બાળકો માટે સતત પ્રવૃત્તિ કરતા નીપાબેન પટેલના 
જન્મદિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.


સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી ના ભાગ રૂપે શાળાની બાળકોએ સ્વચ્છતા ત્યાં પ્રભુતા 
પર પોતાના વિચારો રજુ કર્યા  તથા વાલીઓને સ્વચ્છતા વિષે જાગૃત રહેવા જણાવ્યું.


ધો. 5 માં અભ્યાસ કરતી રેખા ઠાકોરે નીપાબેન પટેલને તેમના 
જન્મદિવસે પોતાની હાથખર્ચીમાંથી બચાવીને ખરીદેલ નાનકડી ભેટ આપી.


શિક્ષક દિને પોતાના આખા દિવસના શિક્ષક તરીકેના કાર્યના લેખા ઝોખા 
આપતા એક દિવસના શિક્ષક બનેલા મહેશભાઈ તળપદા 


એકતાનગર શાળાના બાળકોને તેમની દરેક પ્રવૃત્તિમાં સામેલ કરી સતત જોડાયેલા રહયા છે ત્યારે શાળા અને એસ.એમ.સી. પરિવાર દ્વારા ACUIBOTS TECHNOLOGIES PRI,LTD. ANAND ના સહયોગથી મોમેન્ટો અર્પણ કરી નીપાબેન પટેલનું અભિવાદન કરાયું.