હિન્દી દિવસની ઉજવણી 2018
હિન્દી ભાષાને જીવંત રહે તથા બાળકોમાં રાષ્ટ્રભાષાનો પ્રેમ વધે તે હેતુથી 14 મી સપ્ટેમ્બરના રોજ દેના બેન્ક નાપાના સહયોગથી હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી.
મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું.
શાળાની બાળા હેતલ ઠાકોરે હિન્દીમાં પોતાના વિચારો રજૂ કર્યા.
શાળા વતી મુ.શિ.ભાનુપ્રસાદ પંચાલે શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેન્ક મેનેજર લતીફ મન્સુરીએ શાળાના બાળકોને હિન્દી વિષય અને તેનું મહત્વ સમજાવ્યું. શાળા દ્વારા આવી પ્રવૃત્તિઓ માટે સૌને અભિનંદન પણ પાઠવ્યા. બાળકોને શિષ્યવૃત્તિની રકમ હવે ઉપાડવા માટે બેંકમાં ન આવતાં શાળામાં જ આ સુવિદ્યા આપશે તેવી ખાતરી આપી.
નાપાના દેના બેન્ક નાપા શાખાના મેનેજર લતીફ મન્સુરી, ઇમરાન રાણા તથા ઇકબાલ રાણાએ હાજર રહી બાળકોની હિન્દી ભાષામાં કરાયેલી રજૂઆતને બિરદાવી બાળકોને ઇનામ અને મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું.
No comments:
Post a Comment