Wednesday, 31 October 2018

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ


અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ 


અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે (એકતા દિવસ)ની ઊજવણી થઇ રહી છે અને તેમની યાદમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા sStatue Of Unityf નું સરદાર સરોવર પાસેના સાધુ બેટ પર દેશને સમર્પિત થઇ રહ્યું છે ત્યારે માત્ર ગુજરાત જ નહિ4 સમગ્ર ભારત દેશ માટે ગૌરવની વાત છે. અહીં શાળામાં ચાલતા ઈ મેગેઝીન 'ધબકાર' માં ઓક્ટોબર 2018ના અંકમાં તેમના જીવનના ગુણોનું દર્શન કરાવતી વાતોને પુનઃ અત્રે રજૂ કરી લોખંડી વ્યક્તિત્વ ધરાવતા અડગ મનના સરદારને એકતાનગર શાળા પરિવાર તરફથી ભાવાંજલિ અર્પીએ છીએ


       ભારત અને દેશ વિદેશમાં પણ સરદાર તરીકે પોતાની પ્રતિભાનો પરિચય આપનાર અને સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપનાર લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875માં થયો હતો. પોતાના પિતાના વકીલાતના ધંધાને લીધે પોતે પણ વકીલાત સ્વીકારી ગાંધીજીના સંપર્કમાં આવતા અંગ્રેજો સામેની લડતમાં જોડાઈ ભારત છોડો આંદોલનમાં પણ આગળ પડતી ભૂમિકા ભજવી. ખેડૂતોની સતત ચિંતા કરી તેમના પ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત સરદાર વલ્લભભાઈએ ખેડા, બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં આગેવાની લઇ ઉપયોગી થતા રહયા.

           બગલમાં થયેલ કાંખબલાઈ(ગુંમડુ)ને સહેજ પણ ડર વગર ફોડી નાખી નીડરતા દેખાડનાર વલ્લભભાઈમાં અખંડ ભારતના રજવાડાને એકઠાં કરવામાં તેમની રાજકીય કુનેહના દર્શન થાય છે. ખેડા જિલ્લાના ખેડૂતોને કરમાંથી રાહત આપવામાં અને ખેડૂતોને જમીન પરત અપાવવામાં તેમના કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાના દર્શન થાય છે. નવરચિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ બનવા ઉપરાંત, અસહકાર ચળવળના સમર્થનમાં વલ્લભભાઈ ગાંધીજીની સાથે રહી દેશસેવા કરી હતી..
         ભારત દેશના ભાગલા સમયે  "કાયરતા એ આપણી નબળાઈ છે, દુશ્મન સામે છપ્પનની છાતી રાખો." એવી વિચારસરણી ધરાવનાર સરદાર પટેલ વ્યવહારુ નિર્ણય શક્તિ ધરાવતા હતા. સપ્ટેમ્બર 1947માં પાકિસ્તાનના કાશ્મીર પરના હુમલા વખતે તુરંત સેનાને મોકલનાર સરદારને કુશળ રાજનીતિજ્ઞ તરીકે આજેય યાદ કરવામાં આવે છે. ભારતીય સનદી સેવા તેમજ ભારતીય પોલીસ સેવાની સ્થાપનામાં તેઓની મહત્વની ભૂમિકા તથા સનદી અધિકારીઓ રાજનૈતિક કાવાદાવાથી દૂર રાખવાના પ્રયાસોને લીધે ભારતીય સેવાઓના ‘પેટ્રન સેન્ટ’ – આશ્રયદાતા સંત તરીકે ઓળખવામાં આવે છે.

--  ('ધબકાર' ઓક્ટોબર 2018)









Wednesday, 3 October 2018

ગાંધી જયંતિ 2018


ગાંધી જયંતિ(અહિંસા દિવસ)ની ઉજવણી 

             સત્ય અને અહિંસાના રસ્તે ચાલી દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવનાર ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એકતાનગર પ્રાથમિક શાળા(નાપા)માં ગાંધી જયંતિ(અહિંસા દિવસ)ની ઉજવણી કરવામાં આવી. સવારના સમયમાં શાળાના બાળકો અને શિક્ષકો સફાઈ કાર્યક્રમ બાદ એસ.એમ.સી. સભ્યોની હાજરીમાં પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ ગાંધી બાપુને યાદ કરીને સફાઈ તથા તેમની અમરતા માટે સૂત્રો બોલાવ્યા હતા.



               સર્વધર્મ પ્રાર્થનામાં ગોઠવાયા હતા. એસ.એમ.સી.ના ઉપાધ્યક્ષ રાજુભાઈ તળપદાએ બાપૂને સુતરની આંટી પહેરાવી હતી. જેમાં શાળાના શિક્ષક કિરણભાઈ સોલંકીએ બાળકોને આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન કર્યું હતું. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શાળામાં ચિત્ર, કાવ્ય, નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધા યોજી પસંદગીના બાળકોને સી.આર.સી. કક્ષાએ પોતાની કળા રજૂ કરવાનો મોકો મળશે તેમ પણ જણાવ્યું હતું.


           ધો. 6 થી 8 ના બાળકોએ ગાંધીજીના અલગ અલગ ગુણોને ધ્યાનમાં રાખી તેમના વિચારો રજૂ કર્યા હતા. શાળાના બાળકો અને શિક્ષકોએ સાથે મળી ગાંધી બાપુને લગતાં ગીતો અને ભજનો પણ ગાયા હતા. આખું વાતાવરણ જાણે ગાંધીમય બની ગયું હતું. કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ સોલંકીએ કર્યું હતું.   


દિવ્ય ભાસ્કર -  3 જી ઓક્ટોબર