ગાંધી જયંતિ(અહિંસા દિવસ)ની ઉજવણી
સત્ય અને અહિંસાના રસ્તે ચાલી દેશને અંગ્રેજોની
ગુલામીમાંથી મુક્ત કરાવનાર ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એકતાનગર
પ્રાથમિક શાળા(નાપા)માં ગાંધી જયંતિ(અહિંસા દિવસ)ની ઉજવણી કરવામાં આવી. સવારના
સમયમાં શાળાના બાળકો અને શિક્ષકો સફાઈ કાર્યક્રમ બાદ એસ.એમ.સી. સભ્યોની હાજરીમાં
પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ ગાંધી બાપુને યાદ કરીને સફાઈ તથા
તેમની અમરતા માટે સૂત્રો બોલાવ્યા હતા.
સર્વધર્મ પ્રાર્થનામાં ગોઠવાયા હતા. એસ.એમ.સી.ના ઉપાધ્યક્ષ રાજુભાઈ તળપદાએ બાપૂને સુતરની આંટી પહેરાવી હતી. જેમાં શાળાના શિક્ષક કિરણભાઈ સોલંકીએ બાળકોને આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન કર્યું હતું. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શાળામાં ચિત્ર, કાવ્ય, નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધા યોજી પસંદગીના બાળકોને સી.આર.સી. કક્ષાએ પોતાની કળા રજૂ કરવાનો મોકો મળશે તેમ પણ જણાવ્યું હતું.
ધો. 6 થી 8 ના બાળકોએ ગાંધીજીના અલગ અલગ ગુણોને ધ્યાનમાં રાખી તેમના વિચારો રજૂ કર્યા હતા. શાળાના બાળકો અને શિક્ષકોએ સાથે મળી ગાંધી બાપુને લગતાં ગીતો અને ભજનો પણ ગાયા હતા. આખું વાતાવરણ જાણે ગાંધીમય બની ગયું હતું. કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ સોલંકીએ કર્યું હતું.
દિવ્ય ભાસ્કર - 3 જી ઓક્ટોબર
No comments:
Post a Comment