Wednesday, 20 March 2019

‘વિશ્વ ચકલી દિવસ’


વિશ્વ ચકલી દિવસ - 20 માર્ચ 2019 


‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે 20 માર્ચના રોજ એકતાનગર પ્રાથમિક શાળાને Ray of Light ફાઉન્ડેશન દ્વારા 40 થી વધુ માળાનું વિતરણ કરવામાં આવ્યું.


ઘર આંગણાના પંખી ચકલીને બચાવવા તથા ભાવિ પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના બચાવવાના હેતુથી Ray of Light ફાઉન્ડેશન, વિદ્યાનગર દ્વારા રોટરી ક્લબ આણંદના સહયોગથી ‘ચકલી બચાઓ’ અભિયાન અંતર્ગત ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું. શાળાની આજુબાજુના વિસ્તારમાં ચકલીઓ બચે તેવા પ્રયાસો કરવા ફાઉન્ડેશનના પ્રમુખ પુલકિત ભટ્ટે અનુરોધ કર્યો હતો. 


શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા હિતેનભાઈ સોલંકીએ હાજરી રહી ચકલીના માળા સ્વીકારી ‘ચકલી બચાઓ’ અભિયાન અંતર્ગત શાળા વતી બાળકોમાં જાગૃતિ લાવવા ખાતરી આપી હતી. 


 શાળા વતી Ray of Light સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. 

 

નયા પડકાર અને સરદાર ગુર્જરી વર્તમાનપત્ર એ પણ અમારા કામની નોંધ લીધી. 

આભાર : નયા પડકાર અને સરદાર ગુર્જરી

 
સાથે સાથે હોળી- ધુળેટીના તહેવારની શુભકામનાઓ 

Wednesday, 13 March 2019

શાળા સ્વચ્છતા એવોર્ડથી સન્માનિત એક્તાનગર પ્રા.શાળા



શાળા સ્વચ્છતા એવોર્ડથી સન્માનિત એક્તાનગર પ્રા.શાળા


 

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના અવસરે 
જીસીઈઆરટી, ગાંધીનગરની પ્રેરણાથી 
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ – આણંદ દ્વારા
 શાળા સ્વછતા એવોર્ડ અંતર્ગત શિલ્ડ, પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા. જેના ભાગરૂપે બોરસદ તાલુકાની પસંદગીની ત્રણ શાળાઓ પૈકીએકતાનગર પ્રા.શાળા(નાપા) નું સન્માન કરવામાં આવ્યું.


આ પ્રસંગે ધર્મેશભાઈ પટેલના હસ્તે એકતાનગર પ્રા.શાળા(નાપા)ના પ્રતિનિધિ તરીકે હાજર રહેલ શિક્ષક કનુભાઈ રબારીનું શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. 

 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ – આણંદ દ્વારા 
ઇકોક્લબ અંતર્ગત એક્સપોઝર વિઝીટ આયોજન કરાયું હતું. નેચર ક્લબ, વિદ્યાનગરના ધવલભાઈએ માહિતી આપી હતી. 

એસ.એમ.સી. તથા શાળા પરિવાર તરફથી 
આ એવોર્ડ શાળાના બાળકોને અર્પણ કરવામાં આવ્યો હતો.