વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી 2019
આજે દિવસે ને દિવસે ગરમી વધતી રહી છે ત્યારે આશરો એક માત્ર વૃક્ષ જ છે, જે માગ્યા વગર ઠંડક જ આપે છે. આ ખબર હોવા છતાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર એક છોડ રોપીએ છીએ. આ આટલાથી પૂરતું નથી. જે છોડ વાવ્યો તેનું વર્ષભર જતન કરીને ઉછેરવો પડે. આ જ સાચી ઉજવણી ગણાય.
અમારી શાળાના બાળકોએ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ગ્રામ સેવા કેન્દ્ર દેથલી ખાતે ' ગાંધી મારા ગામમાં ' કાર્યશાળાની મુલાકાતના ભાગરૂપે કરી. જેમાં સંસ્થા સંચાલક વિપીનભાઈ મકવાણાએ
બાપૂના જીવન પ્રસંગો જણાવી વૃક્ષો વાવી - ઉછેરશો તો આવતા વર્ષે ઈનામ આપવાની
વાત મૂકી. અમારા બાળકોએ તેની ખાતરી પણ આપી.
અમારી શાળાના બાળકોએ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ગ્રામ સેવા કેન્દ્ર દેથલી ખાતે કરી. ગાંધી મારા ગામમાં કાર્યશાળાની મુલાકાતના ભાગરૂપે અમને અનોખી રીતે આ દિવસ ઉજવવાનો મોકો મળ્યો. સારસ સંવર્ધન કેન્દ્ર ચલાવતી UPL સંસ્થા દ્વારા સારસ પક્ષીની વાતો જાણવા મળી અને ઇનામો પણ મળ્યા.
ગ્રામ સેવા કેન્દ્ર દેથલીના પટાંગણમાં શાળાના બાળકોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, હાજર 75 જેટલા બાળકોને વૃક્ષો પણ ભેટમાં આપવામાં આવ્યા જેને બાળકોએ ઘરે રોપી પણ દીધા.
અમારી આ મુલાકાતની નોંધ સરદાર ગુર્જરી અને નયા પડકારે પણ લીધી તેનો ખુબ જ આનંદ થયો.