એકતાનગર પ્રા.
શાળામાં ’ગાંધી મારા ગામમાં’ કાર્યશાળા
૩ થી ૮ જૂન - ૨૦૧૯

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એકતાનગર પ્રા. શાળા(નાપા) કક્ષાએ ગાંધીમૂલ્યો પીરસવા માટે ’ગાંધી મારા ગામમાં’ વિષય પર છ દિવસીય કાર્યશાળાને હાજર મહાનુભાવોના હસ્તે ખુલ્લી મુકવામાં આવી.
૩ થી ૮ જૂન - ૨૦૧૯


ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એકતાનગર પ્રા. શાળા(નાપા) કક્ષાએ ગાંધીમૂલ્યો પીરસવા માટે ’ગાંધી મારા ગામમાં’ વિષય પર છ દિવસીય કાર્યશાળાને હાજર મહાનુભાવોના હસ્તે ખુલ્લી મુકવામાં આવી.
જેમાં CREDP ચારુસેટ ચાંગાના શુલભા નટરાજ, રોબર્ટ પરમાર, ગાંધીયન ચેરના ચેરપર્સન નુસરત કાદરી, લાયન્સ ક્લબના મનોજ પરમાર, બી.આર.સી.સી. રવિ પટેલ, જે.સી.આઈના મેહુલભાઈ જેઠવા, અમિતભાઈ, પિયુષ ચાવડા, એક્વીબોટસ ટેકનો.ના દિપ પંચાલ, એસ.એમ.સી. અધ્યક્ષ રમીલાબેન ઠાકોર, એક્સપર્ટ સુભાષભાઈ પટેલ, અનિશભાઇ શાહ, પત્રકાર સાજીદ સૈયદ, ગ્રામજનો, 70 જેટલા બાળકો, વાલીઓ, પેટા શાળાના આચાર્યો, શાળાના શિક્ષકો તથા એસ.એમ.સી.
પરિવારે હાજરી આપી હતી.
હાજર મહાનુભાવોના હસ્તે કાર્યક્રમમાં દિપ પ્રાગટ્ય કરી ગાંધી બાપુને ખાદીની આંટી પહેરાવી શરુ કરાયો હતો. શાળાના પ્રાર્થના અંક ‘પ્રેરણા’ પુસ્તિકા આપી પણ એસ.એમ.સી. સભ્યોના તથા બાળકોના હસ્તે સ્વાગત કરાયું હતું. શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે શાબ્દિક સ્વાગત બાદ છ દિવસ ચાલનારી આ કાર્યશાળાની માહિતી આપી હતી.
ગાંધીયન ચેર દ્વારા તૈયાર કરવામાં આવેલ ગાંધી જીવન આધારિત ચિત્ર, પોસ્ટર તથા પુસ્તક પ્રદર્શન
મહેમાનોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન હિતેનભાઈ સોલંકીએ અને સમાપન કિરણભાઈ સોલંકીએ પ્રવૃત્તિ નિષ્ણાતો શ્રેષ્ઠ ચિત્રકાર અશોક ખાંટ, હિંમત પંચાલ, અનીલ ચાવડા, શૌર્ય પરમાર, વિશાલ ભાદાણી, સુભાષભાઈ પટેલ, અનીશ શાહ, રજનીકાંત વણકર, હર્ષિલ સોની, રૈની જૈન હાજર રહી ગાંધી મૂલ્યો આધારિત પ્રવૃત્તિઓ કરાવનાર હોઈ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
અમારી સાથે જોડાઈને કાર્ય કરનાર સંસ્થાઓ, પ્રવૃત્તિ નિષ્ણાતોનો અને મારા શાળા
અને એસ.એમ.સી. પરિવારનો આ તબક્કે આભાર માનું તેટલો ઓછો ગણાય.
આપણા વર્તમાનપત્રો નાં પડકાર, સરદાર ગુર્જરી અને દિવ્ય ભાસ્કર ચરોતરે
પણ અમારા કામની નોધ લઇ પ્રોત્સાહન પૂરું પાડ્યું.... Thnx
એક કદમ સ્વચ્છતા તરફ માંડ્યા છે અમે ડગ...
ગાંધી બાપુને આ પ્રસંગે શત શત વંદન...
No comments:
Post a Comment