જાન્યુઆરીની જમાવટ - 2020
શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ અને શિક્ષિકા હિરવા બેન પંડયાના
આર્થિક સહયોગથી બાળકોને પતંગોત્સવની ઉજવણી કરવાનો આનંદ મળ્યો.
કલા મહાકુંભમાં બો.આર.સી. ભવન, વઘવાલા ખાતે શાળાના બાળકોએ ચિત્ર, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધામાં ભાગ લઇ વક્તૃત્વમાં સાધના તળપદા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લા કક્ષાએ પોતાની કલાના ઓજસ પથરાશે. જે અમારા માટે આનંદની વાત છે.
ધો. 6 થી 8 માં ભાષાદીપ અંતર્ગત પ્રવૃત્તિમાં ધો. 6 ના બાળકોએ શિક્ષક સાથે
બાળકોએ પોતાની જાતે બનાવેલું જમવાનું લઇ જઈ આનંદ માણ્યો.
લીડ ઇન્ડિયાના નેજા હેઠળ N.S.Patel કોલેજના વિદ્યાર્થીઓએ શાળાના બાળકોને
પાણી બચાવવા ફિલ્મ બતાવી જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો.
શાળાના શિક્ષક હિતેનભાઈ સોલંકીએ ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લઇ શાળાનું નામ રોશન કર્યું. શાળાએ સતત પાંચમી વખત ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો તેની વર્તમાનપત્રોએ પણ નોંધ લીધી.
શાળાના શિક્ષિકા જેરુષાબેન જાદવે પોતાની દીકરીના લગ્નપ્રસંગે શાળાના સટાફને ભેટ આપી એટલું જ નહિ, શાળાને પણ 2500/- જેટલી રકમનું દાન પણ આપ્યું. જે પ્રશંસનીય છે.
શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી બાળકોને શાળાના શિક્ષક કનુભાઈ રબારીએ બાળકોને મતદાર પ્રતિજ્ઞા લેવડાવી હતી.
71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગામની સૌથી વધુ ભણેલી દીકરી ડો. તેહમીના કાજી અને નિષ્મા ઠાકોરે ધ્વજવંદન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા. 20 જેટલી નવજાત બાળાઓનું પ્રમાણપત્ર આપી અભિવાદન કરાયું. ધ્વજવંદન કરવા બદલ બંને દીકરીઓનું પણ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
સ્વ. નરવતસિંહ સંગાડાની કાયમી યાદરૂપે શાળાને સી.સી.ટી.વી કેમેરાની ભેટ આપવામાં આવી. તેમના ધર્મપત્ની મીનાબેન સંગાડાનું શાળા અને એસ.એમ.સી. વતી સન્માન કરાયું હતું.
બાળકોના કૌશલ્યોને બહાર લાવવા તથા એક શાળાના બાળકો, શિક્ષકો Twinning અંતર્ગત પોતાની શાળાની પ્રવૃત્તિઓની આપ લે કરવામાં આવી. કવીઝ, રમતો, પુસ્તકાલય અને વિજ્ઞાનના પ્રયોગોની પણ માહિતી મેળવી.
ગુણોત્સવ 2. O અંતર્ગત શાળાની શૈક્ષણિક ગુણવત્ત્તા ચકાસણી અને શિક્ષકો/વર્ગોની કામગીરીની ચકાસણી અર્થે મુલાકાતે આવેલ સ્કૂલ ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ જાદવે બાળકોની સાથે વાર્તાલાપ કરી, એકમ કસોટીથી લઈ શાળાની નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓનું પણ નિરીક્ષણ કર્યું.