૭૧ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી - ૨૦૨૦
ગામની વધુ ભણેલી દીકરીઓ પૈકી ડો. તેહમીના કાજી તથા નિષ્માબેન ઠાકોરના હસ્તે કરાયું ધ્વજવંદન
સ્વ. નરવતસિંહ સંગાડાની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી શાળાને CCTV કેમેરાનું દાન આપવામાં આવ્યું.
શાળાના બાળકોએ રજૂ કર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ
શાળાને રોકડ દાન આપનાર શાળાના શિક્ષિકા જેરૂષા બેન જાદવનું શાલ ઓઢાડી કરાયું સન્માન
શાળાના Total Blind એવા દિવ્યાંગ બાળક જૈમિનનું ગીતની પ્રસ્તુતિ બદલ પુષ્પગુચ્છથી કરાયું સન્માન
કાળા મહાકુંભમાં તાલુકા કક્ષાએ વક્તૃત્વમાં પ્રથમ સ્થાન મેળવનાર સાધના તડપાડાએ પોતાના વિચારો રજૂ કર્ય. હાજર મહેમાનોના હસ્તે કરાયું સન્માન.
આ વર્ષમાં નવી જન્મેલી 20 થી વધુ દીકરીઓને પ્રમાણપત્ર આપી કરાયું સન્માન,
આ જ સરકારી શાળામાં અભ્યાસ કરાવવાની વાલીઓએ આપી ખાતરી
ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ એસ.એમ.સી અને શાળા પરિવાર વતી શિલ્ડ અને પ્રમાણપત્ર આપી ડો. તેહમીના કાજી અને નિષમાબેન ઠાકોરનું કરાયું બહુમાન
શાળામાં વર્ષો સુધી સેવા આપનાર સ્વ.નરવતસિંહ સંગાડા યાદ રહે તે હેતુથી શાળાને CCTV કેમેરાનું દાન આપનાર તેમના પરિવારમાં તેમના ધર્મપત્ની મીનાબેન સંગાડાનું શાળા પરિવાર વતી અભિવાદન કરાયું. આભાર : સ્વ.નરવતસિંહ સંગાડા પરિવાર
No comments:
Post a Comment