Gandhi Jayanti 2020
ગાંધી જયંતિ ઉજવણી - ૨૦૨૦ CRC Napa Kanya

એક બાળક દીવો લઈને જતો હતો. કંઈક શીખવવાના
સંકલ્પ સાથે એક ઝેન સાધુએ તેને રોકીને પૂછ્યું કે, ‘તને ખબર છે કે આ દીવામાં જ્યોતિ ક્યાંથી આવે છે?’ છોકરાએ સાધુ સામે જોઇને હળવેથી ફૂંક મારીને દીવો
ઓલવી નાખ્યો અને કહ્યું કે, ‘જ્યાં આ જ્યોતિ જતી રહી, ત્યાંથી જ તે આવે છે !’ બાળકના આત્મવિશ્વાસ યુક્ત જવાબથી ઝેન
સાધુ વિચારતા જ રહી ગયા હશે કે, મારે તેને શીખવવાનું હતું કે મારે શીખવાનું હતું ?
મિત્રો, ગાંધી બાપુ કહેતા કે, સત્ય
હંમેશા આત્મવિશ્વાસના પાયામાં રહેલું છે.

સત્યની સ્પર્ધા ન હોય ને સત્ય
સ્પર્ધામાં પણ ન હોય. નિતાંત અને નિશ્ચલ સત્ય સ્પર્ધક હોઈ જ ન શકે. બાપુએ જ કહ્યું છે
કે, સત્યાગ્રહની ખૂબી
એ છે કે, તે આપણી પાસે આવી
પડે છે તેને શોધવા જવું પડતું નથી.
સત્ય એ ગાંધીજીને જીવન જીવવાનું ઉત્તમ બળ પૂરું પાડ્યું તેમ આપણને ય બળ આપે જ
છે.

કોઈએ
સાચું જ કહ્યું છે કે, ‘સત્ય અને અસત્યની ટક્કર માટીના ઘડાની અથડામણ જેવી
છે. પથ્થર ઘડા પર પડે તો પણ ઘડો જ ફૂટે છે.’ સ્વતંત્ર અને ચિરસ્થાયી સત્ય એટલે જ
પરમેશ્વર. સાચું બોલવાથી સામે વાળી વ્યક્તિનું હિત ન થતું હોય તો એ સત્ય પણ શું
કામનું ? તેથી સત્યને જાણવું ને માણવું પડે. બાઈબલ માં
કહેવાયું છે કે, ‘તું સત્ય જાણશે અને સત્ય તને છોડાવશે.’

સત્યની શોધમાં શ્રદ્ધા રાખીએ.
ચાલો, મનોજ ખંડેરિયાના શબ્દોથી વાતને આટોપીએ. “ બધાનો હોઈ શકે સત્યનો
વિકલ્પ નથી, ગ્રહોની વાત નથી સૂર્યનો વિકલ્પ નથી.” ૧૫૦ મી
જન્જયંતી નિમિત્તે સત્યરૂપી પરમેશ્વરના પુજારી એવા ગાંધી બાપુને વંદન...