ઓક્ટોબરનો આનંદ - 2020
બાળકોને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી સ્વ. બાબુભાઇ પટેલ, નાપાના સ્મર્ણાર્થે પિયુષભાઈ પટેલના જન્મદિવસે એકતાનગર પ્રા. શાળા (નાપા)ને 300 લિટરના વોટર કુલરનું દાન આપવામાં આવ્યું.
આ પ્રસંગે દાતાશ્રી પિયુષભાઈ પટેલ, તા.પં.સદસ્ય ઈરફાનમીયા કાજી, ઠાકોર સમાજના અગ્રણી હરમાનજીભાઈ ઠાકોર, ભરતભાઇ પટેલ, ભાવિનભાઇ, શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા શિક્ષકોએ માસ્ક સહીત સામાજિક અંતર જાળવી હાજરી આપી હતી.
આ પ્રસંગે મહેમાનોના હસ્તે પર્યાવરણને શુદ્ધ અને સ્વચ્છ રાખવાના હેતુથી શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. દાતાશ્રી પિયુષભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી શાળાના પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત થતી નવીન પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
શાળાને વોટર કુલરનું દાન આપનાર પિયુષભાઈનું પુષ્પગુચ્છ વડે સન્માન કરાયું હતું. મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે પ્રાસંગિક ઉદબોધનમાં શાળા સાથે જોડાઈને પ્રવૃત્તિઓમાં સહયોગી થવા બદલ એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
No comments:
Post a Comment