Saturday, 11 September 2021

જ્ઞાન દેવતા ગણપતિ - 2021

 જ્ઞાન દેવતા ગણપતિ - 2021


બાળકોને આપવામાં આવ્યું ખુલ્લુ આમંત્રણ... 

અને શાળામાં આવી ગયા જ્ઞાન દેવતા ગણપતિ...


બાળકોને ગ્રૂપમાં મેસેજ મૂકવામાં આવ્યો કે, જે બાળકો પોતાની જાતે જ ગણપતિની નાની મૂર્તિ બનાવી લાવશે તેને ઈનામ આપવામાં આવશે. પછી તો ગ્રૂપમાં અને પર્સનલમાં ગણપતિ બાપાની તૈયાર થતી રહેલી મૂર્તિઓ જોવા મળી. બાળકોને અપાયું આમંત્રણ અને પધાર્યા બાપ્પા મોરિયા... જય હો ગજાનન ગણપતિ... 


જે બાળકોએ મૂર્તિ તૈયાર કરીને લાવ્યા તે બાળકોને વિઘ્નહર્તા 
ગણપતિની આરતી ઉતારવાનો મોકો પણ મળ્યો. 
બાલ ગણપતિની સ્થાપના કરનાર બાલદેવોને પણ વંદન સહ અભિનંદન....    

  

શાળામાં બાપ્પાનું આગમન થતાં સૌની ખુશહાલી સાથે આરતી તથા પૂજન કરાયું. 

10 દિવસનું પ્રસાદનું પણ ગોઠવાઈ ગયું હો......


....આવજો 

દસ દિવસ પછી આ જ વિચારો સાથે ફરી મળીશું. 

















Monday, 16 August 2021

AZADI NO AMRUT MAHOTSAV - 2021

આઝાદીનો અમૃત મહોત્સવ - 2021 

  

આઝાદીનો અમૃત મહોત્સવમાં ધ્વજવંદન બાદ વાલી મિટિંગમાં વાલીઓની હાજરી 
તથા એસ.એમ.સી સભ્યોની હાજરી. શાળાને વધુ ચાર CCTV કેમેરાનું દાન મળ્યું 
સ્વ. નરવતસિંહ સંગાડાની સ્મૃતિરૂપે : હસ્તે - હરિદાસ સંગાડા (હરિ ૐ ક્લિનિક- નડિયાદ)


NMMS પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ સાધના તળપદા અને અર્જુન ઠાકોરને પ્રમાણપત્ર વિતરણ 


શાળાની પ્રવૃત્તિઓની માહિતી આપતા કિરણભાઈ સોલંકી 

 

શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલને તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં 
પ્રાંત અધિકારી, બોરસદના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. 

Friday, 16 July 2021

એકતાનગર પ્રા. શાળામાં બનશે ઓક્સિજન પાર્ક

સપ્તર્ષિ સંકલ્પ અંતર્ગત શાળામાં તૈયાર થનાર ઓક્સિજન પાર્ક

શાળાના પરિવારને શાળામાં જ આયુર્વેદિક ઔષધી મળી રહે તથા આવનાર દિવસોમાં વધુ ઑક્સિજનવાળું વાતાવરણ તૈયાર થાય તે હેતુથી એકતાનગર પ્રા. શાળાના પટાંગણમાં સપ્તર્ષિ સંકલ્પ અંતર્ગત ઓક્સિજન પાર્ક અને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી. 

જેમાં નિવેદિતા ફાઉંડેશનના ચેરપર્સન4 પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને વડોદરા શહેરના પ્રભારી નીપાબેન પટેલ, મહિલા પાંખ આણંદના વર્ષાબેન પટેલ, રીટાબેન શાહ, રક્ષાબેન બ્રહ્મભટ્ટ, પ્રીતિબેન વર્મા, દીપાબેન કાલાણી અને રિદ્ધિબેન ચોક્સીએ હાજરી આપી હતી. શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ અને તમામ શિક્ષકોએ માસ્ક સહીત સામાજિક અંતર જાળવી હાજરી આપી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત નિવેદિતા ફાઉંડેશનના ચેરપર્સન4 પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને વડોદરા શહેરના પ્રભારી નીપાબેન પટેલ અને મહિલા પાંખની મહિલાઓનું શાળાના શિક્ષિકા બહેનોના હસ્તે પુષ્પગુચ્છ અને પ્રેરણા પુસ્તિકા ધ્વારા સ્વાગત બાદ નીપાબેન પટેલ અને હાજર બહેનોના હસ્તે વરસાદી પાણીનો સાચા અર્થમાં ઉપયોગ કરી શકાય તે હેતુથી શાળામાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું દીકરીઓના હાથે કુમકુમ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું. 


હાજર મહેમાનોના હસ્તે તુલસી4 અરડૂસી જેવા ઔષધીય છોડ તથા વધુ અને સતત ઓક્સિજન પૂરો પાડતા પીપળો4  આસોપાલવ અને લીમડાનું જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ ધ્વારા સપ્તર્ષિ સંકલ્પ અંતર્ગત શાળામાં તૈયાર થનાર ઓક્સિજન પાર્કની શરૂઆત કરવામાં આવી.

આણંદ જિલ્લાની બોરસદ તાલુકાની એકમાત્ર સરકારી શાળામાં ઓક્સિજન પાર્ક તૈયાર થઈ રહ્યો છે તે અંગે નિપાબેન પટેલ અને સમગ્ર મહિલા પાંખે ખુશી વ્યક્ત કરી શાળાના આ પ્રોજેક્ટને સપ્તર્ષિ સંકલ્પ સાથે જોડી આવનાર દિવસોમાં વધુ સહકારની ખાતરી આપી હતી. 

શાળા ધ્વારા ચાલી રહેલા શેરી શિક્ષણના વર્ગની મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે બ્રિઝ્કોર્સ, પર્યાવરણ પ્રયોગ શાળા અને શેરી શિક્ષણ અંતર્ગત શાળામાં ચાલતી પ્રવૃત્તિઓથી હાજર સૌ મહેમાનોને માહિતગાર કર્યા હતા. એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી કિરણભાઇ સોલંકીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Thursday, 24 June 2021

વૃક્ષારોપણ, ધો.૧ પ્રવેશ તથા નોટબુક વિતરણ

 એક્તાનગર(નાપા) શાળામાં દાતા દ્વારા 

વૃક્ષારોપણ, ધો.૧ પ્રવેશ તથા નોટબુક વિતરણ કાર્યક્રમ

શાળા પર્યાવરણને શુદ્ધ રાખવા તથા શાળામાં આયુર્વેદિક ઔષધી અને ઑક્સીજન મળી રહે તે હેતુથી એકતાનગર પ્રા. શાળા (નાપા)ના પટાંગણમાં વૃક્ષારોપણ તથા દૂધડેરી ખાતે નોટબુક વિતરણ અને ધો. ૧ માં બાળકોને પ્રવેશ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નીપાબેન પટેલ, દાતાશ્રી પિયુષભાઈ પટેલ, જિ.પં.સદસ્ય સાજીદભાઇ રાણા, મનુભાઈ રાણા, હરમાનજીભાઈ ઠાકોર, ઈરફાનમીયા કાજી, બૃંદાબેન પટેલ, ગ્રા.પં.સદસ્ય મંજુલાબેન ઠાકોર, નિરવભાઈ પટેલ, એસ.એમ.સી. સભ્યો, શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ અને તમામ શિક્ષકોએ માસ્ક સહીત સામાજિક અંતર જાળવી હાજરી આપી હતી.

શાળા પરિવાર ધ્વારા મહેમાનોના સ્વાગત બાદ પ્રદેશ મહિલા મોરચા મંત્રી નીપાબેન પટેલ, દાતાશ્રી પિયુષભાઈ પટેલ, જિ. પં. સદસ્ય સાજીદભાઇ રાણા તથા અન્ય હાજર મહેમાનોના હસ્તે લીમડો, અરડૂસી, સરગવો, તુલસી, મીઠો લીમડો જેવા ઔષધીય વૃક્ષો તથા ફૂલ-છોડનું વૃક્ષારોપણ કરી સપ્તર્ષિ સંકલ્પ અંતર્ગત શાળામાં તૈયાર થનાર ઓક્સિજન પાર્કના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. 

દાતાશ્રી પિયુષભાઈ પટેલના હસ્તે બૃંદાબેન પટેલના જન્મદિવસે શાળામાં ધો. 6 થી 8 માં અભ્યાસ કરતાં બાળકોને જ્ઞાનસેતુ અંતર્ગત ઉપયોગી થઈ શકે તે હેતુથી વાલી સાથે હાજર બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. COVID -19 ને લઈ શાળા પ્રવેશોત્સવ યોજાવાનો ન હોવાથી મહેમાનોના હસ્તે ધો. ૧ માં બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો. શાળાના શિક્ષિકા મનીષાબેન ખ્રિસ્તી તથા અનિતાબેન પારેખ તરફથી ધો. 1 અને 2 ના બાળકોને નોટબુક પેન્સિલ રબર સંચાની કીટ પણ આપવામાં આવી હતી.

પ્રદેશ મહિલા મોરચા મંત્રી નીપાબેન પટેલે શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી, મહિલા જાગૃતિ અને શિક્ષણ અંગે સહકાર આપવાની ખાતરી સાથે શાળાને વોટર હાર્વેસ્ટિંગની સુવિધા આપવાની બાંહેધરી આપી હતી. દાતાશ્રી પિયુષભાઈ પટેલ તથા જિ. પં. સદસ્ય સાજીદભાઇ રાણાએ પ્રસંગોચિત વાત કરી હતી. 

શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત બ્રિઝ્કોર્સ, પર્યાવરણ પ્રયોગશાળા અને શેરી શિક્ષણ અંતર્ગત શાળામાં ચાલતી પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા. એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી કિરણભાઇ સોલંકીએ કાર્યક્રમના સંચાલનની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં સહયોગી થવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Monday, 21 June 2021

વિશ્વ યોગ દિવસ ઉજવણી - 21

 વિશ્વ યોગ દિવસ ઉજવણી - 2021 

 

આજે 21 જૂન, વર્ષનો સૌથી લાંબો દિવસ,  વિશ્વ યોગ દિવસ 

આજે 13 કલાક અને 28 મિનિટનો રહેશે દિવસ

આજના શુભ દિવસે શાળા પરિવારે સાથે મળી વિશ્વ યોગ દિવસની 

ઉજવણી કરવામાં આવી. 


સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. 

આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. ક્રાંતિવૃત અને વિષુવવૃત એકબીજાને છેદે છે 

ત્યારે પહેલો દિવસ 20 માર્ચે આવે છે, ત્યારે દીવસ અને રાત સરખા હોય છે. 


બીજો દિવસ 21 જૂને આવે છે જે વર્ષનો સૌથી લાંબો દિવસ ગણાય છે, 

સાંજે 7.27 કલાકે થશે સૂર્યાસ્ત

20 માર્ચે ભારતમાં દિવસ અને રાત સરખા હોય છે, 

જ્યારે 21 જૂન હોય છે વર્ષનો સૌથી લાંબો દિવસ

  

શાળાના શિક્ષક કનુભાઈ રબારીએ યૌગિક ક્રિયાઓ કરાવી અને 

મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે યોગનું મહત્વ સમજાવી યોગ સાથે સહયોગી બનવા 

તથા જીવનમાં હકારાત્મકતા સાથે આગળ વધવાની વાત સમજાવી હતી. 

...........




Saturday, 5 June 2021

વિશ્વ પર્યાવરણ દિવસ - 2021

વિશ્વ પર્યાવરણ દિવસ

 

આજનો દિવસ એટલે વિશ્વ પર્યાવરણ દિવસ.
કોરોના મહામારીમાં જ્યારે ઓક્સિજનની કમી વર્તાઇ ત્યારે સૌને વૃક્ષો યાદ આવ્યા અને આજે પણ આ દિવસની ઉજવણીના ભાગરૂપે સૌને વૃક્ષો યાદ આવ્યા છે.
પણ શું આપણે એવું ન કરી શકીએ કે,
આપણા માટે 365 દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ જ હોય..!!


ગરમીમાં છાંયડો શોધતા અને પોતાની ગાડી પાર્ક કરવા માટે વૃક્ષ શોધતા આપણે આપણી આજુબાજુના પર્યાવરણ ને હરીયાળુ અને ખીલતુ બનાવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.


માત્ર વૃક્ષો રોપીને સંતોષ ન માનતાં તેને ઉછેરવાનો સંકલ્પ લઈએ. સૌ સાથે મળી ઓક્સિજન વાવીએ, ઓક્સિજન મેળવીએ, ઓક્સિજન સાચવીએ અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આપણને અને આપણી આવનાર પેઢીને ક્યારેય આ પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે.



સૌને વિશ્વ પર્યાવરણ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ... અમારા શાળા બાગની તાજી ને લીલીછમ તસ્વીરો થકી વૃક્ષો વાવવા અને ઉછેરવાની પ્રેરણા મળે તેવી શુભેચ્છાઓ..