એક્તાનગર(નાપા) શાળામાં દાતા દ્વારા
વૃક્ષારોપણ, ધો.૧ પ્રવેશ તથા નોટબુક વિતરણ કાર્યક્રમ
શાળા પર્યાવરણને શુદ્ધ રાખવા તથા શાળામાં આયુર્વેદિક ઔષધી અને ઑક્સીજન મળી રહે
તે હેતુથી એકતાનગર પ્રા. શાળા (નાપા)ના પટાંગણમાં વૃક્ષારોપણ તથા દૂધડેરી ખાતે
નોટબુક વિતરણ અને ધો. ૧ માં બાળકોને પ્રવેશ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં
પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નીપાબેન પટેલ, દાતાશ્રી પિયુષભાઈ પટેલ, જિ.પં.સદસ્ય સાજીદભાઇ રાણા, મનુભાઈ રાણા, હરમાનજીભાઈ ઠાકોર, ઈરફાનમીયા કાજી, બૃંદાબેન
પટેલ, ગ્રા.પં.સદસ્ય મંજુલાબેન ઠાકોર, નિરવભાઈ
પટેલ, એસ.એમ.સી. સભ્યો, શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ
પંચાલ અને તમામ શિક્ષકોએ માસ્ક સહીત સામાજિક અંતર જાળવી હાજરી આપી હતી.
શાળા પરિવાર ધ્વારા મહેમાનોના સ્વાગત બાદ પ્રદેશ મહિલા મોરચા મંત્રી નીપાબેન પટેલ, દાતાશ્રી પિયુષભાઈ પટેલ, જિ. પં. સદસ્ય સાજીદભાઇ રાણા તથા અન્ય હાજર મહેમાનોના હસ્તે લીમડો, અરડૂસી, સરગવો, તુલસી, મીઠો લીમડો જેવા ઔષધીય વૃક્ષો તથા ફૂલ-છોડનું વૃક્ષારોપણ કરી સપ્તર્ષિ સંકલ્પ અંતર્ગત શાળામાં તૈયાર થનાર ઓક્સિજન પાર્કના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.
દાતાશ્રી પિયુષભાઈ પટેલના હસ્તે
બૃંદાબેન પટેલના જન્મદિવસે શાળામાં ધો. 6 થી 8 માં અભ્યાસ કરતાં બાળકોને જ્ઞાનસેતુ અંતર્ગત
ઉપયોગી થઈ શકે તે હેતુથી વાલી સાથે હાજર બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું
હતું. COVID -19 ને લઈ શાળા પ્રવેશોત્સવ યોજાવાનો ન હોવાથી મહેમાનોના હસ્તે
ધો. ૧ માં બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો.
શાળાના શિક્ષિકા મનીષાબેન
ખ્રિસ્તી તથા અનિતાબેન પારેખ તરફથી ધો. 1 અને 2 ના બાળકોને નોટબુક પેન્સિલ રબર સંચાની કીટ
પણ આપવામાં આવી હતી.
પ્રદેશ મહિલા મોરચા મંત્રી નીપાબેન પટેલે શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી, મહિલા જાગૃતિ અને શિક્ષણ અંગે સહકાર આપવાની ખાતરી સાથે શાળાને વોટર હાર્વેસ્ટિંગની સુવિધા આપવાની બાંહેધરી આપી હતી. દાતાશ્રી પિયુષભાઈ પટેલ તથા જિ. પં. સદસ્ય સાજીદભાઇ રાણાએ પ્રસંગોચિત વાત કરી હતી.
શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ
પંચાલે જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત બ્રિઝ્કોર્સ, પર્યાવરણ પ્રયોગશાળા અને શેરી શિક્ષણ અંતર્ગત શાળામાં ચાલતી પ્રવૃત્તિઓથી
સૌને માહિતગાર કર્યા હતા. એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી કિરણભાઇ સોલંકીએ કાર્યક્રમના
સંચાલનની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં સહયોગી થવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.