એક ભારત, શ્રેષ્ઠ ભારત
રાજય ભલે અલગ હોય પણ અમારી એક્તા અખંડિત છે.
તે વાત રજૂ કરવા એક્તાનગર પ્રા. શાળાના ધો. 6 થી 8 ના શિક્ષકોના પ્રયત્નોથી
બાળકો ધ્વારા તૈયાર કરાયેલો કાર્યક્રમ અને તેની ઝલક અત્રે પ્રસ્તુત છે.
એક ભારત, શ્રેષ્ઠ ભારત
રાજય ભલે અલગ હોય પણ અમારી એક્તા અખંડિત છે.
તે વાત રજૂ કરવા એક્તાનગર પ્રા. શાળાના ધો. 6 થી 8 ના શિક્ષકોના પ્રયત્નોથી
બાળકો ધ્વારા તૈયાર કરાયેલો કાર્યક્રમ અને તેની ઝલક અત્રે પ્રસ્તુત છે.
વાર્ષિકોત્સવ ઉજવણી, મધર વર્કશોપ તથા ઝીરો વર્ગની શરૂઆત
શાળામાં વર્ષ દરમિયાન થતી પ્રવૃત્તિઓની વાલીઓને જાણ થાય અને બાળકોમાં ઉત્સાહ વધે તે હેતુથી એકતાનગર પ્રા. શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણીની સાથે સાથે ધોરણ-1 ના બાળકો માટે 'આગમન 2.0' કાર્યક્રમ અંતર્ગત ઝીરો વર્ગની શરૂઆત તથા મધર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નીપાબેન પટેલ, જિ.પં.સદસ્ય સાજીદભાઈ રાણા, ઉપસરપંચશ્રી મધુબેન ઠાકોર, ગ્રામઅગ્રણી પિયૂષભાઈ પટેલ, હરમાનજીભાઈ ઠાકોર, મહિલા સંગઠનના કાર્યકર મનીષાબેન સોલંકી, ગ્રામઅગ્રણી સાલીમમિયાં કાજી, સી.આર.સી.સી. જયંતિભાઈ મકવાણા, સજયભાઇ ઠાકોર, આશીકમીયાં કાજી, નવનીતભાઈ પંડ્યા, એસ.એમ.સી. અધ્યક્ષ સંજયભાઇ તથા સભ્યો અને વાલીઓએ હાજરી આપી હતી.
શાળા ધ્વારા મહેમાનોનું શાલ અને બુકે ધ્વારા સન્માન પણ કરાયું હતું. જિ.પં.સદસ્ય સાજીદભાઈ રાણાએ હાજર માતાઓને બાળકોને મોબાઇલથી દૂર રાખવા અનુરોધ કર્યો હતો. નીપાબેન પટેલે બાળકો અને વાલીઓને રાષ્ટ્રભાવના માટે તૈયાર થવા અને દીકરીઓ માટેની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરી આવનાર દિવસોમાં શાળા સાથે રહી બાળકો માટે વર્કશોપમાં સહકાર આપવા જણાવ્યુ હતું.
મહેમાનોના
તરફથી બાળકોને રોકડ ઇનામો પણ અપાયા હતા. જિ.પ્રા. શિક્ષણાધિકારી નિવેદિતાબેન ચૌધરીએ
શુભેચ્છાઓ પાઠવી હતી.
મહેમાનોના હસ્તે ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર બાળકોને આગમન 2.0 અંતર્ગત ઝીરો વર્ગમાં આવકારી આશિકમિયાં કાજી તરફથી દફતર કીટ ભેટ આપવામાં આવી હતી.
શાળાકીય રમતોત્સવ દરમિયાન રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને શાળા તરફથી શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ધો. 8 ના વનિતા ઠાકોર અને પિન્કી તળપદાને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ આપવામાં આવ્યો હતો.
બાળકોને ભાનુપ્રસાદ પંચાલ તરફથી તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ કિરણભાઈ સોલંકીએ કર્યું હતું. શાળાના સમગ્ર સ્ટાફ અને એસ.એમ.સી. સભ્યોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.