Friday, 18 November 2016

વેકેશનની વાતો વર્કશોપની સાથે....

વેકેશનની વાતો વર્કશોપની સાથે....


અમારી શાળામાં Language Building Workshop (LBW) રાખવામાં આવ્યો. જેમાં તા.પ્રા.શિ.શ્રી દિલીપસિંહ મહિડા સાહેબે હાજરી આપી બાળકોને અંગ્રેજી શીખવાની ઉત્સુકતાને બિરદાવી.   ... આભાર ...



14 નવે. 2016 ના દિવસે શાળામાં ચાલતા વર્કશોપની સાથે સાથે બાલદિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એસ,એમ,સી, અધ્યક્ષ મંજુલાબેને હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા.


Language Building Workshop (LBW) માં ચારૂસેટ- ચાંગાના સી.આર.ઈ.ડી.પી. વિભાગના સહકારથી વર્કશોપમાં ભાગ લીધેલ બાળકોને બેગ અને ફોલ્ડર અપાયા.


જિ. શિ. અને તાલીમ ભવન, વલાસણ-આણંદ ઘ્વારા યોજાયેલ કલા ઉત્સવના ત્રણ દિવસીય વર્કશોપમાં જીલ્લા કક્ષાએ અમારી શાળાની  
ધોરણ 8ની હિના ઠાકોરે ભાગ લીધો. 


શતશઃ નમન બાળકોને વ્હાલા નેહરુચાચાને...
બાલદિને બાળકોને ગુલાબનું ફૂલ આપી રમતો રમાડી આનંદ કરાવ્યો...


Language Building Workshopમાં રોબર્ટ પરમાર, પ્રતિક દલવાડી, વિશાલ પરમાર તથા શૌર્ય પરમાર સૌએ સહકાર આપી અમારા કામને ગતિ આપી તે બદલ આભાર... 


વર્કશોપમાં બાળકો વેકેશનનો આનંદ બાજુએ રાખી અંગ્રેજી 
શીખવામાં પ્રવૃત્ત રહયા.


મહેમાનોને આવકારવાનો શિરસ્તો અમે ચુક્યા નહિ....


આ વર્કશોપને સફળ બનાવવાનું શ્રેય એકમાત્ર હિતેનભાઈ સોલંકીને જ....
સમજણ અને સમય આપવા બદલ અભિનંદન  



Wednesday, 10 August 2016

જુલાઈ ઓગસ્ટની જમાવટ 2016


જુલાઈ ઓગસ્ટની જમાવટ 2016

રમઝાનના રોઝા હોય કે ગોરમાનો વાર કેસરિયો.... 
ચાલો આપણે તો મહેંદી મૂકી આનંદ માણીએ..... 

અમે સ્થાનકિંમત શીખ્યા સંગીત ખુરશીના સહારે.... ધો. 5 

હાશ ! સારું થયું..... મોડું તો મોડું પણ ફરીથી ટ્રાન્સપોર્ટેશન શરૂ થઈ ગયું....

અમારી શાળામાં બની રહયા છે બે નવા ઓરડા... થેક્યું ચેરમેન સાહેબ 

વિજ્ઞાનના પ્રયોગો .... બાળકોની સાથે રહીને .... અવલોકન .... ધો.8 
 
અમે અજમાવ્યા હાથ... શીખી લીધું સ્વ બચાવ કરતા... 
....   આભાર   ....
સુરક્ષા સેતુ સોસાયટી - જિલ્લા પોલીસ વડા કચેરી, આણંદ
વાડોકાઇ કરાટે એકેડમી, જીજ્ઞેશભાઈ તથા એક્સપર્ટ મીનાબેન - રાધિકાબેન  

આ પણ એક શિક્ષણ છે....

પ્રજ્ઞાની પાંખે ... ટુકડી 1 અને 2 માં કાર્યરત શિક્ષક અને બાળકો... 

અમારો વૃક્ષપ્રેમ... અમારા બગીચાને અમે ન સાચવીયએ તો કોણ સાચવે ?

મહિલા સ્વ બચાવ તાલીમ શિબિરનું સમાપન ...
પ્રેરણા અને માર્ગદર્શન : સુરક્ષા સેતુ સોસાયટી - જિલ્લા પોલીસ વડા કચેરી, આણંદ
સંચાલન : વાડોકાઇ કરાટે એકેડમી, જીજ્ઞેશભાઈ તથા એક્સપર્ટ મીનાબેન - રાધિકાબેન  

ઈ મેગેઝીન 'ધબકાર' નો આ માસનો અંક આવી ગયો છે...
વાંચવાનો રહી ના જાય.... http://bit:do/dhabkar_aug_2016 


Sunday, 26 June 2016

મે - જૂનનો માહોલ : 2016

                                 મે - જૂનનો માહોલ : 2016
                                              નવા એસ.એમ.સી. સભ્યો સાથે શાળાના કામોની ચર્ચા.....

શાળાના નવા બનનાર બે ઓરડાનું ભુમિપૂજન જિ. શિ. સમિતિના ચેરમેન વિનુભાઈ સોલંકી તથા 
શાળાના સ્થાપક ઈશ્વરભાઈ ઠાકોરના હસ્તે કરાયું. સાથે અન્ય મહેમાનો ઇમરાનભાઈ રાણા, ઈરફાનમીંયા, કમલભાઈ પટેલ, પિયુષભાઇ, અલફખાન, મંજુલાબેન, જીતુભાઇ ભોઈહાજર રહ્યા. 

શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રૂટ અધિકારી સાથે શાળાના પ્રશ્નોની ચર્ચામાં હાજરી આપી.

દાતા જયેશભાઇ પરમારે શાળાના બાળકોની જરૂરિયાત પૂરી કરી. 16 નંગ ટી શર્ટની ભેટ આપી.

નિવેદિતા ફાઉન્ડેશન તરફથી 387 જેટલા બાળકોને હાજર મહાનુભાવોના હસ્તે કમલભાઈ પટેલની 
હાજરીમાં ' મિશન શૂઝ ' અંતર્ગત બૂટ વિતરણ કરવામાં આવ્યું. Feeling Happy....

બીજા વિશ્વ યોગ દિનની ઉજવણીમાં જોડાયા બાળકો, શિક્ષકો અને વાલીઓ....

શાળાના ઓરડાના ભુમીપુજન અને બૂટ વિતરણ કાર્યક્રમમાં હાજર જિ. શિ. સમિતિના ચેરમેન 
વિનુભાઈ સોલંકીએ બાળકો અને વાલીઓ સાથે સીધો વાર્તાલાપ કર્યો.

પ્રજ્ઞાના બાળકોએ કરેલી પ્રવૃત્તિને પ્રાર્થના સભામાં જાહેરમાં બિરદાવતા શિક્ષક કનુભાઈ રબારી....

N.D.T.V ના Producer આકાંક્ષા ભલ્લા, હરમિતજી અને અનિલભાઈ ફોટોગ્રાફરે I.I.I.D અંતર્ગત 
Design Yatra સંદર્ભે શાળા અને ગ્રામજનોની મુલાકાત લઈ બધી વાતો કેમેરામાં કેદ કરી...

' ધબકાર ' મે-જૂનનો અંક 7 બધા માટે ઓનલાઇન થઈ ગયો.... વાંચ્યો કે નહીં ?



Sunday, 1 May 2016

સ્કીલ એન્ડ પર્સનાલીટી ડેવલપમેન્ટ વર્કશોપ

                        સ્કીલ એન્ડ પર્સનાલીટી ડેવલપમેન્ટ વર્કશોપ  તા : 24 એપ્રિલ થી  29 એપ્રિલ  - 2016


દિપ પ્રાગટ્ય : સ્કીલ એન્ડ પર્સનાલીટી ડેવલપમેન્ટ વર્કશોપ
હાજર મહાનુભાવો :  નીપાબેન પટેલ, હર્માંન્જીભાઈ ઠાકોર, જીજ્ઞેશભાઈ ઠક્કર,
રોબર્ટ પરમાર, ગૌરાંગ ઠકરાર, મંજુલાબેન ઠાકોર , ભાનુપ્રસાદ પંચાલ 

હમને ભી શીખ લિયા.... હેન્ડીક્રાફટ
એક્સપર્ટ રચીતાબેન પટેલ અને નીપાબેન પટેલની સાથે શાળાની દીકરીઓ
 

જુઓ આ પ્રમાણે બને છે પેપર વેઇટ . ..
એક્સપર્ટ રચીતાબેન પટેલ - કોમ્ફી આણંદ
 
ફોટોગ્રાફી નો શોખ કેળવવા જેવો ખરો....
બેસ્ટ ફોટોગ્રાફી વિજેતા ટીમ 

માધવ આસ્તિક અને રજની વણકર (ઈલ્સાસ, આણંદ)  પાસેથી બાળકોએ 
કવિતાની રચના અને તેના વિશેની ખુબ સારી વાતો જાણી 
















સ્વ - બચાવ માટે પણ અમારે કરાટે શીખવા જરૂરી છે.
આભાર : જીજ્ઞેશભાઈ ઠક્કર અને મીનાબેન મુનિયા - વાડોકાઈ કરાટે સંસ્થા, આણંદ 

ખેલમહાકુંભમાં ઉત્તમ દેખાવ કરી સરકારના ખર્ચે આગળ અભ્યાસ માટે પસંદગી
પામનાર સુનીતા ઠાકોરનું  સન્માન કરતા નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન નીપાબેન પટેલ   

 નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન નીપાબેન પટેલ તરફથી એકતાનગર શાળા વતી 
રમતના સાધનોની કીટ સ્વીકારતા નરવતસિંહ સંગાડા અને કનુભાઈ રબારી 
------------------------
                                       સહકાર આપનાર સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર  
                                       એકતાનગર પ્રા.શાળા પરિવાર 

Thursday, 10 March 2016

વાર્ષિકોત્સવ, વેબસાઈટ લોન્ચિંગ અને વિશ્વ મહિલા દિન ઉજવણી 8 March 2016


વાર્ષિકોત્સવ, વેબસાઈટ લોન્ચિંગ અને વિશ્વ મહિલા દિન ઉજવણી
પ્રસંગે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય
જિ.શિ. સમિતિ આણંદના ચેરમેન વિનુભાઈ સોલંકીનું શાળાના
 મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલના હસ્તે સ્વાગત અને અભિવાદન  
નિવેદિતા ફાઉન્ડેશન  દ્વારા ગામની વધુ ભણેલી
દીકરીનું સન્માન કરતા ચેરપર્સન નીપાબેન પટેલ 
ગામના લેખક નરેશ તળપદાનું પિયુષભાઈ પટેલ તથા મહેમાનોના હસ્તે અભિવાદન 
' ચાલો સૌ સાથે મળી શિક્ષણની જ્યોત જલાવીએ'
કાર્યક્રમ અંતર્ગત  અધ્યક્ષશ્રી 
વિનુભાઈ સોલંકીનું ઉદ્બોધન 
સ્વ. બાલગોવિંદદાસ પટેલના સ્મરણાર્થે તેમના પરિવાર વતી શાળાના તેજસ્વી
તારલાઓને શિલ્ડ અર્પણ કરતા દાતાશ્રી પિયુષભાઈ પટેલ  
ચેરપર્સન નીપાબેન પટેલ (નિવેદિતા ફાઉન્ડેશન)  દ્વારા વિશ્વ મહિલા દિને શાળાની શિક્ષિકા બહેનોનું અભિવાદન 
વાર્ષિકોત્સવ પ્રસંગે સ્ત્રી ભ્રુણ હત્યા વિશે નાટિકા પ્રસ્તુત કરતા બાળકો 
સૌ હાજર બહેનો, દીકરીઓ અને માતાઓને સ્ત્રી
સશક્તિકરણની સમજ આપતા નીપાબેન પટેલ  

Sunday, 6 March 2016

ફૂલગુલાબી ફેબ્રુઆરી - 2016

અમને નવી દિશા તરફ જવાની તક મળી.
ઇનોવેશન ગ્રુપ આણંદ। આભાર - ડાયટ , વલાસણ   

શૈક્ષણિક પ્રવાસ -સરદાર સરોવર નવાગામ, પોઈચા અને રાજપીપળા 
 

બાળ ફિલ્મોત્સવ ધરમપુર બેસ્ટ સ્કીપ્ટ રાઈટીંગનો એવોર્ડ
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગરના પ્રતિનિધિના હસ્તે
Thnx to Diet Valasan, Anand 
 

નાપા પોલીસ ચોકીના ઉદ્ઘાટન પ્રસંગે
સ્વચ્છતાનું નાટક રજૂ કરતા શાળાના બાળકો
  
 Thnx to Support Piyushbhai Napa 

બાળકોએ જાતે નમૂના કર્યા તૈયાર
પ્રજ્ઞા પ્રવૃત્તિ ટુકડી - 4 

શાળાનું વાર્ષિક નિરીક્ષણ કરતા એમ.સી.ચરપોટ
બીટ કે.નિ. બોરસદ બીટ પ્રજ્ઞા ટુકડી - 1