મે - જૂનનો માહોલ : 2016
નવા એસ.એમ.સી. સભ્યો સાથે શાળાના કામોની ચર્ચા.....
શાળાના નવા બનનાર બે ઓરડાનું ભુમિપૂજન જિ. શિ. સમિતિના ચેરમેન વિનુભાઈ સોલંકી તથા
શાળાના સ્થાપક ઈશ્વરભાઈ ઠાકોરના હસ્તે કરાયું. સાથે અન્ય મહેમાનો ઇમરાનભાઈ રાણા, ઈરફાનમીંયા, કમલભાઈ પટેલ, પિયુષભાઇ, અલફખાન, મંજુલાબેન, જીતુભાઇ ભોઈહાજર રહ્યા.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રૂટ અધિકારી સાથે શાળાના પ્રશ્નોની ચર્ચામાં હાજરી આપી.
દાતા જયેશભાઇ પરમારે શાળાના બાળકોની જરૂરિયાત પૂરી કરી. 16 નંગ ટી શર્ટની ભેટ આપી.
નિવેદિતા ફાઉન્ડેશન તરફથી 387 જેટલા બાળકોને હાજર મહાનુભાવોના હસ્તે કમલભાઈ પટેલની
હાજરીમાં ' મિશન શૂઝ ' અંતર્ગત બૂટ વિતરણ કરવામાં આવ્યું. Feeling Happy....
બીજા વિશ્વ યોગ દિનની ઉજવણીમાં જોડાયા બાળકો, શિક્ષકો અને વાલીઓ....
શાળાના ઓરડાના ભુમીપુજન અને બૂટ વિતરણ કાર્યક્રમમાં હાજર જિ. શિ. સમિતિના ચેરમેન
વિનુભાઈ સોલંકીએ બાળકો અને વાલીઓ સાથે સીધો વાર્તાલાપ કર્યો.
પ્રજ્ઞાના બાળકોએ કરેલી પ્રવૃત્તિને પ્રાર્થના સભામાં જાહેરમાં બિરદાવતા શિક્ષક કનુભાઈ રબારી....
N.D.T.V ના Producer આકાંક્ષા ભલ્લા, હરમિતજી અને અનિલભાઈ ફોટોગ્રાફરે I.I.I.D અંતર્ગત
Design Yatra સંદર્ભે શાળા અને ગ્રામજનોની મુલાકાત લઈ બધી વાતો કેમેરામાં કેદ કરી...
' ધબકાર ' મે-જૂનનો અંક 7 બધા માટે ઓનલાઇન થઈ ગયો.... વાંચ્યો કે નહીં ?
No comments:
Post a Comment