Tuesday, 24 December 2019

કિસાન દિવસ અને ગણિતજ્ઞ રામાનુજનની જન્મજયંતીની ઉજવણી


અનોખી ઉજવણી 

ભારતના પૂર્વ વડાપ્રધાન ચરણસિંહ ચૌધરીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વર્ષ 2001થી દર વર્ષે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત એકતાનગર પ્રાથમિક શાળામાં કિસાન દિવસ અને ગણિતજ્ઞ રામાનુજનની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.


સર્વધર્મ પ્રાર્થના બાદ શિક્ષક કિરણભાઈ સોલંકીએ સૌને આવકારી ગણિતજ્ઞ રામાનુજનના જન્મજયંતી સંદર્ભે કાર્યોની ઝાંખી કરાવી હતી. 


શ્રી સુરેશભાઈ પરમારે ભારત કૃષિપ્રધાન દેશ છે ભારતનો ખેડૂત ટાઢ, તડકો કે ગરમીની પરવા કર્યા વગર ખેતી સાથે જોડાઈ સમાજનો અન્નદાતા બનેલો છે ત્યારે કિસાનનું સમાજમાં મહત્વ અને સરકાર દ્વારા મળતાં લાભોની વાત રજૂ કરી હતી. 


આધુનિક કૃષિક્ષેત્રે ૫૦ થી પણ વધુ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રગતિશીલ ખેડૂત કેતનભાઈ પટેલે બાળકોને ઓર્ગેનિક ખેતી દ્વારા સ્વમાની અને સ્વનિર્ભર બની રહે તેની કાર્યોની માહિતી આપી હતી. શાળામાં ઔષધબાગ અને કિચન ગાર્ડનની જાળવણી માટે ભાર મૂક્યો હતો.
       
શાળામાં પર્યાવરણ પ્રયોગશાળાને ધ્યાનમાં રાખી કિસાન ગાર્ડન અંતર્ગત કાશ્મીરી ગુલાબના છોડનું વાવેતરનું આયોજન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

ધોરણ ૬ થી ૮ ના બાળકોએ શિક્ષકોની સાથે રહી જે. કે. ફાર્મની મુલાકાત લઇ આધુનિક ખેતી, તેમાં વપરાતા આધુનિક ઓજારો તથા કૃષિક્ષેત્રે થતા અવનવા પ્રયોગોની રૂબરૂ સ્થળ પર જ માહિતી મેળવી હતી. તથા બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરી હતી.
 
                                  નયા પડકાર                                    સરદાર ગુર્જરી 

https://youtu.be/JlxHEwEna6g  
Link પર Click કરતા જ મળશે સમગ્ર કાર્યક્રમની માહિતી.
મીડિયાએ પણ અમારા કામની નોંધ લીધી. 




Saturday, 30 November 2019

નવેમ્બરની નવા જૂની - ૨૦૧૯


નવેમ્બરની નવા જૂની - ૨૦૧૯


દર વર્ષની જેમ આ દિવાળી વેકેશનમાં સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી ચાર દિવસીય કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ કાર્યશાળામાં બાળકોએ સ્કેટીંગ, વેસ્ટમાંથી બેસ્ટ અને સ્કીલ ડેવલોપમેન્ટની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. 70 જેટલા બાળકોએ હાજરી આપી બાળદિનની પણ ઉજવણી કરી આનંદ મેળવ્યો.


જિ. શિ. અને તાલીમ ભવન વલાસણ - આણંદના સિ.લે. સોનલબેન મેકવાને  વાચન અર્થગ્રહણ  કસોટી અંતર્ગત શાળાની મુલાકાત લઇ બાળકો અને શિક્ષકો સાથે ચર્ચા કરી હતી.


0 થી ૧૮ વર્ષના બાળકોના આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો શુભારંભ  ડૉ. મહિડા, અલેફખાન પઠાણ, નિમીષાબેન, એસ.એમ.સી. અધ્યક્ષ રમીલાબેન તથા આરોગ્ય કર્મચારીઓની હાજરીમાં કરવામાં આવ્યો.


પ્રજ્ઞા વર્ગખંડમાં બાળકોને અભિનયગીત દ્વારા ગુજરાતી શિક્ષણ તરફ લઇ જવાનો 
મનીષાબેન ખ્રિસ્તી દ્વારા ઉત્તમ પ્રયાસ....


શાળા આરોગ્ય ચકાસણી દરમ્યાન શાળાના બધા જ બાળકોની આરોગ્ય ચકાસણી 
કરવામાં આવતાં વધુ તકલીફ ધરાવતા ૩ બાળકોને સંદર્ભ કાર્ડ દ્વારા તાલુકા કક્ષાએ તપાસ 
માટે મોકલવાની વ્યવસ્થા પણ કરાઈ હતી.  


બાળકોના વાચન અને અર્થગ્રહણની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી વર્ગખંડમાં ભાષાદીપ 
અંતર્ગત માહિતી આપતા વર્ગશિક્ષક સુરેખાબેન આહીર...   




Friday, 11 October 2019

ધબકાર - ઓક્ટો./નવે. : ૨૦૧૯



ધબકાર  -  ઓક્ટો./નવે. : ૨૦૧૯ 

દિવાળી વેકેશન આવી રહ્યું છે ત્યારે બાળકોના મૂલ્યાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના આનંદને અવસર બનાવીએ. 

આ માસના અંક માટે Link પર click કરો.

http://bit.ly/dhabkaroct19 

 



Tuesday, 17 September 2019

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી - 2019


સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી - 2019

બાળકોમાં સ્વચ્છતાની તેવો વિકસે તથા પોતાની સ્વચ્છતા માટે જાગૃતતા કેળવે, પ્લાસ્ટિક મુક્ત ભારત બને તે હેતુથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી એકતાનગર પ્રા. શાળામાં કરવામાં આવી. તે અંતર્ગત શાળા પરિવારે સાથે રહી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા.


શાળાના શિક્ષક સારી કનુભાઈ રબારીએ બાળકોને હેન્ડ વૉશ ડે દિવસની ઉજવણી ના દિવસે જમતાં પહેલાં અને સંડાશ જઈને આવ્યા પછી કેવી રીતે હાથ ધોવા તેનું નિદર્શન કરાવ્યું હતું.


બાળકો અને શિક્ષકોએ શાળાની, વર્ગખંડોની મહાસફાઈ પણ કરી હતી.


બાળકોએ અને શિક્ષકોએ પ્રાર્થના કાર્યક્રમમાં સ્વચ્છતા જાળવવા શપથ લીધા હતા.


સી.આર.સી.સી. જયંતિભાઈ મકવાણાએ બાળકોને સ્વચ્છતા જાળવવા, ઘર અને ફળિયું ચોખ્ખુ રહે તથા પ્લાસ્ટિક નહિ વાપરવા પણ અનુરોધ કર્યો હતો. 


શાળાના ધો. 5 થી 8 ના  100 થી વધુ બાળકોએ ચિત્ર, ' પ્લાસ્ટિક મુક્ત ભારત ' વિષય પર નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. પ્રથમ ત્રણ ક્રમે આવનાર બાળકોને પારિતોષિક આપવામાં આવશે.

 

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત ધો. 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકોએ સ્વચ્છતા માટેનું યોગદાન, ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા અને બાપુની 150 મી જન્મજયંતિ નિમિત્તે ' બાપુને પત્ર ' પણ લખ્યા હતા.













Sunday, 1 September 2019

શુભ સપ્ટેમ્બર - 2019

શુભ સપ્ટેમ્બર - 2019


સૂચિત હેડ ટીચર યુનિયન, આણંદ જિલ્લા દ્વારા જિ.પ્રા.શિ. શ્રી નિવેદિતાબેન ચૌધરીના હસ્તે મોમેન્ટો આપી બહુમાન કરાયું તે બદલ શાળા પરિવાર અને એસ.એમ.સી.એ આભાર વ્યક્ત કર્યો હેડ ટીચર યુનિયન, આણંદનો ... 

 

ગુજરાત આયુર્વેદિક બોર્ડ, ગાંધીનગર  દ્વારા બાળકોમાં ઔષધિ તરીકે રસોડામાં રોજિંદી વપરાતી વસ્તુઓ અને વૃક્ષોની નાની ફિલ્મ દ્વારા સમજ આપી 60 જેટલા બાળકોને પૌષ્ટિક આહાર, નોટબુક અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા. આભાર : જેઠવા સાહેબ...  


છેલ્લા 4 વર્ષથી ધો. 1 માં પ્રવેશ મેળવનાર બાળકોને તા.પં.બોરસદ દ્વારા દફતરકીટ આપવામાં આવે છે. તેના ભાગરૂપે નાપા પે સેન્ટર શાળાની શાળાઓના 200 જેટલા બાળકોને તા.પં. પ્રમુખ, ઉપ પ્રમુખ અને અન્ય મહેમાનોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું. અમારી શાળાના 54 બાળકોને લાભ આપવા બદલ તા.પં.બોરસદ અને સભ્યોનો ખૂબ ખૂબ આભાર ....

 

નિવેદિતા ફાઉન્ડેશન, આણંદના સહયોગથી ધો. 6 થી 8ના બાળકોના હસ્તે ઈકો ફ્રેન્ડલી બોલપેન તૈયાર કરવામાં આવી. બાળકોની અંગ્રેજીમાં એકબીજાના પરિચય સંદર્ભે નિબંધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું. આભાર : નીપાબેન પટેલ અને તેમની ટીમ....







Thursday, 15 August 2019

73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તથા વાલી સંમેલન - 2019



73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તથા વાલી સંમેલન - 2019  

 

દેશભક્તોની શહાદત થકી મળેલી સ્વતંત્રતાને યાદ કરી એકતાનગર પ્રા. શાળામાં ૧૫ મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન, વાલી સંમેલન તથા દાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો.


નિવૃત્ત શિક્ષક હિરાભાઈ રોહિત તથા હાજર મહેમાનોના હસ્તે 
ધ્વજવંદન કરવામાં આવ્યું. સૌને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

 

શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વાલીઓને શાળામાં બાળકોની નિયમિતતા, ગણવેશ, સ્વચ્છતા, કન્યાશિક્ષણ, જળસંચય, વૃક્ષારોપણ, ગ્રીનસ્કુલ અને જ્ઞાનકુંજ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. 


શાળાને દાન આપનાર દાતાઓ સિદ્દીકમીયાં તથા આશિકમીયાં કાજીનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું

હાજર મહેમાનોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રનું સંચાલન કિંજલ સોનારા તથા કિરણભાઈ સોલંકીએ કર્યું.
..............................................................
સાભાર : લોગો 
એકવીબોટ્સ ટેકનો.પ્રા.લિમિટેડ, આણંદ 







Friday, 9 August 2019

મહિલા શિક્ષણ દિવસ અને શાળા વનીકરણની ઉજવણી


મહિલા શિક્ષણ દિવસ અને શાળા વનીકરણની ઉજવણી

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહિલા શિક્ષણ દિવસ તથા શાળા વનીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન નીપાબેન પટેલ, તાલુકા સદસ્ય ઈરફાનમીયાં કાજી, એસ.એમ.સી. અધ્યક્ષ રમીલાબેન ઠાકોર તથા એસ.એમ.સી. સભ્યોએ હાજરી આપી.


શાળાની બાળાઓ અને શિક્ષકોએ સાથે મળી મહિલા સશક્તિકરણ જાગૃતિ અર્થે રેલીનું આયોજન કર્યું હતું. 'બેટી બચાઓ, બેટી પઢાઓ' જેવા સ્લોગનો સાથે રેલીમાં ધો. 5 થી 8 ના બાળકો જોડાયા હતા.


ધો. ૫ થી ૮ માં અભ્યાસ કરતી દીકરીઓમાં નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધા કરવામાં આવી હતી. પ્રથમ ત્રણ નંબરને શાળા તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. 


શાળાની દીકરીઓ સાથે ગણવેશ અંગે ચર્ચા કરવાની સાથે સાથે જીવનમાં બચત કરવાની ટેવ પાડવા અનુરોધ કરતા નીપાબેન પટેલ 



શાળાના બાળકોને ઘરે વાવી ઊછેર કરવા માટે એક છોડ ભેટ આપવામાં આવ્યો હતો. બાળકોએ પોતાના ઘરે રોપેલા છોડની કાળજી લેશે તેવો સંકલ્પ લીધો હતો.


શાળા વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ‘એક ઝાડ, એક બાળ’ ને ધ્યાનમાં રાખી હાજર મહેમાનોના હસ્તે બાળકોને સાથે રાખી શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.


સરદાર ગુર્જરી  - 9/8/2019 


દિવ્ય ભાસ્કર  - 8/8/2019 

સ્થાનિક સમાચારપાત્રોએ પણ અમારા કામને બધા વાચકો સુધી પહોચાડ્યું.       આભાર... 







Sunday, 4 August 2019

આશાવાદી ઓગષ્ટ - 2019


આશાવાદી ઓગષ્ટ - 2019 



 

' એક બાળ, એક ઝાડ  ' કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ વૃક્ષો વાવવાની સાથે સાથે ઉછેરવાનો જે સંકલ્પ લીધો જેમાં  બાળકોથી લઈ મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓ પણ સાથે રહયા તેનો આનંદ છે. શાળા વનીકરણ કાર્યક્રમને સફળ બનાવવા ' વૃક્ષ ઉછેર મારી જવાબદારી ' છે તેમ સમજી આગળ વધવું પડશે.

...........................................................


        

એકતાનગર (નાપા) શાળા કક્ષાએથી દર માસે ઈ-મેગેઝીન 'ધબકાર' બહાર પડે છે. તે અંતર્ગત 31 મો અંક આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. આવો, સત્ર અને શ્રાવણ માસની શરૂઆતમાં વરસાદી માહોલમાં 'એક બાળ એક ઝાડ' અંતર્ગત શાળા વનીકરણ તરફ આગળ વધીએ.

Link પર Click કરી અમારી શાળાનું  ઈ મેગેઝિન વાંચી શકશો.

https://issuu.com/ektanagarnapa/docs/dhabkar_aug_19

..................................................




WALMI સંસ્થા ખાતે જળ સંવર્ધન તાલીમમાં બોરસદ તાલુકાના મુ.શિ. તરીકે  હાજરી આપી પાણી સંવર્ધન અંગે ભવિષ્યને માટે ચિંતા અને ચિંતન કરવાનો મોકો મળ્યો. ચાલો, સૌ સાથે મળી બાળકોમાં પાણી બચાવવાના વિચારને પ્રસ્થાપિત કરીએ.