આશાવાદી ઓગષ્ટ - 2019

' એક બાળ, એક ઝાડ ' કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ વૃક્ષો વાવવાની સાથે સાથે ઉછેરવાનો જે સંકલ્પ લીધો જેમાં બાળકોથી લઈ મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓ પણ સાથે રહયા તેનો આનંદ છે. શાળા વનીકરણ કાર્યક્રમને સફળ બનાવવા ' વૃક્ષ ઉછેર મારી જવાબદારી ' છે તેમ સમજી આગળ વધવું પડશે.

એકતાનગર (નાપા) શાળા કક્ષાએથી દર માસે ઈ-મેગેઝીન 'ધબકાર' બહાર પડે છે. તે અંતર્ગત 31 મો અંક આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. આવો, સત્ર અને શ્રાવણ માસની શરૂઆતમાં વરસાદી માહોલમાં 'એક બાળ એક ઝાડ' અંતર્ગત શાળા વનીકરણ તરફ આગળ વધીએ.
આ Link પર Click કરી અમારી શાળાનું ઈ મેગેઝિન વાંચી શકશો.
https://issuu.com/ektanagarnapa/docs/dhabkar_aug_19
..................................................
WALMI સંસ્થા ખાતે જળ સંવર્ધન તાલીમમાં બોરસદ તાલુકાના મુ.શિ. તરીકે હાજરી આપી પાણી સંવર્ધન અંગે ભવિષ્યને માટે ચિંતા અને ચિંતન કરવાનો મોકો મળ્યો. ચાલો, સૌ સાથે મળી બાળકોમાં પાણી બચાવવાના વિચારને પ્રસ્થાપિત કરીએ.
..................................................
No comments:
Post a Comment