વાર્ષિકોત્સવ તથા ' પ્રેરણા ' પ્રાર્થના અંક વિમોચન
દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો અને સૌનું સ્વાગત કરાયું.
એસ.એમ.સી. સભ્યો અને વાલીઓની ખૂબ સારી હાજરી રહી.
પુલવામામાં શહિદ થયેલા સૈનિકો માટે બે મિનિટનું મૌન પાળી
દેશભક્તિનું શૌર્ય ગીત રજૂ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
'નાપાના ગાંધી' એવા બાલગોવિંદદાસ પટેલની સ્મૃતિમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી નાપા તળપદ ના આર્થિક સહયોગથી 'પ્રેરણા' પ્રાર્થના સંચયિકાનું વિમોચન ઉદ્દઘાટક માન.શ્રી દિલીપભાઈ પટેલ, સંસદસભ્ય, આણંદના હસ્તે કરવામાં આવ્યું.જેમાં જી.પ્રા.શિ.શ્રી નિવેદિતાબેન ચૌધરી, જી.પં. સદસ્ય ઈમરાનભાઈ રાણા, તા.પં.સદસ્ય ઈરફાનમીંયાં કાજી, દાતા શ્રી પિયૂષભાઈ પટેલ, હેમાબેન પટેલ, એસ.એમ.સી.અધ્યક્ષ રમીલાબેન ઠાકોર, એસ.એમ.સી. સભ્યો, ગ્રામજનોએ હાજરી આપી.
કાર્યક્રમના ઉદ્દઘાટક માન.શ્રી દિલીપભાઈ પટેલ, સંસદસભ્યશ્રીએ
વાલીઓ અને શિક્ષકોને સંબોધી બાળકોના શિક્ષણ માટે જાગૃત રહેવા અનુરોધ કર્યો. તેમનું અભિવાદન પણ કરાયું.
શાળા દ્વારા જી.પ્રા.શિ.શ્રી નિવેદિતાબેન ચૌધરી, પિયૂષભાઈ પટેલ
તથા દૂધમંડળીનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં પિયૂષભાઈ પટેલ અને
હેમાબેન પટેલનો આર્થિક સહકાર મળ્યો.
બાળકોને એકવી બોટ્સ ટેકનો.પ્રા.લિ. દ્વારા
CEO હર્ષ પંચાલ તથા મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો અને
CEO હર્ષ પંચાલ તથા મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો અને
મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.
ધો. 1 થી 8 ના બાળકોએ અલગ અલગ સુંદર
સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
બાળકોને પોતાની વાતો રજૂ કરવાના પ્લેટફોર્મ મળે
તે હેતુથી શાળા દ્વારા 'અમને કહેવા દો' નામના નવતર પ્રયોગની શરૂઆત કરી તેનું મહત્વ સમજાવ્યું હતું. એટલું જ નહિ, તેને ધો. 3 ના વર્ગશિક્ષક અને બાળકને અર્પણ કરવામાં આવ્યો.
હમ હોંગે કામિયાબ...ના એક સૂરને કારણે સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો.
કિરણભાઈ સોલંકીના માર્ગદર્શનથી હેતલ પરમાર અને ઘનશ્યામ તળપદાએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું અને કનુભાઈ રબારીએ સૌનો આભાર વ્યક્ત કર્યો.