રાષ્ટ્રીય કૃમિનાશક દિન ઉજવણી
પી.એચ.સી. નાપા દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ (8 ફેબ્રુ.)ની ઉજવણી એકતાનગર પ્રા.શાળામાં કરવામાં આવી. 'કૃમિથી મુક્તિ, બાળકોને શક્તિ' ના નારા સાથે કૃમિનાશક ગોળીનું વિતરણ પી.એચ.સી. નાપાના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું.
શાળામાં અભ્યાસ કરતા બાળકોના પેટમાં કૃમિ ન રહે તેવા આશયથી જમતાં પહેલાં હાથ ધોવાની સાચી રીતનું F.H.W દિપીકાબેન દ્વારા નિદર્શન કરવામાં આવ્યું.
માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી
બાળકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા વધે તે હેતુથી લાયન્સ કલબ, આણંદ અમૂલના સહયોગથી હિતેનભાઈ સોલંકીના સંચાલન હેઠળ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમાં મનોજભાઈ પરમાર, ભરતસિંહ રાઠોડ તથા શાળાના ઈ.ચા. આચાર્યા જેરૂશાબેન જાદવે હાજર રહી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
લાયન્સ કલબ, આણંદ અમૂલના પ્રમુખ તથા મંત્રીના હસ્તે 'પરિવર્તનો અને પડકારો' પુસ્તિકાનું તથા નોટબુકનું બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment