Saturday, 26 January 2019

પ્રજાસત્તાક પર્વ ઉજવણી તથા વાલી મીટિંગ -- 2019

પ્રજાસત્તાક પર્વ ઉજવણી  તથા  વાલી મીટિંગ  - 2019

 

SALUTE INDIA 


70 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગામની સૌથી વધારે ભણેલી દીકરી 
નિષ્મા ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી. 

 

શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.


વાલી મીટિંગ અંતર્ગત હાજર સૌ વાલીઓને સી.આર.સી.સી. અરવિંદભાઈએ 
બાળકોને શાળામાં નિયમિત મોકલવા તથા દીકરીઓને વધુ ભણાવવા પર ભાર મૂક્યો.


શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની વધુ હાજરીથી કાર્યક્રમ ખૂબ જ સુંદર રહ્યો.

  

કિંજલ સોનારા અને સાધના તળપદાએ બેટી બચાઓ, 
બેટી પઢાઓ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા.


દીકરીના હસ્તે દીકરીનું સન્માન... દીકરીને સલામ, દેશને નામ 


શાળા અને ગામની સ્વચ્છતા સંબંધી વાતો કરી તેમનો પરિવાર 
આ શાળા સાથે જોડાયેલો રહેશે તેની વાત પણ કરી.


ભાવિકાબેન રોહિતે શાળા ને દેશ માટે પોતાના વિચારો રજૂ કર્યા અને 
શાળામાંથી મળતા સન્માન બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો.


સૌથી વધુ ભણેલી દીકરી નિશમાં ઠાકોરના  હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તેને 
શાળા અને એસ.એમ.સી.પરિવાર તરફથી પિયૂષભાઈ તથા હેમાબેન પટેલના હસ્તે 
શિલ્ડ અને પ્રમાણપત્રથી આપી સન્માન કરવામાં આવ્યું..


ગામમાં એક વર્ષ સુધીમાં નવજાત બાળાઓને પણ તેમની માતાઓ સાથે આમંત્રણ અપાતાં 
તેમને પણ સન્માનપત્ર અને હેમાબેન દ્વારા રોકડ રકમ આપી બહુમાન કરવામાં આવ્યું. 


હેમાબેન પટેલ તરફથી ખેલમહાકુંભમાં વિજેતા બાળકોને રોકડ ઇનામ આપી સન્માનવામાં આવ્યા.



:: પ્રેરક ઉપસ્થિતિ ::

હેમાબેન પટેલ,( U.S.A), પિયુષભાઈ પટેલ, નયનાબેન શાહ  
વિનુભાઈ, હનુભાઈ શાહ , C.R.C.Co.અરવિંદભાઈ પટેલ 
એસ.એમ.સી.અધ્યક્ષ રમીલાબેન ઠાકોર, ઉપાધ્યક્ષ રાજુભાઈ તળપદા, એસ.એમ.સી. સભ્યો, વાલીગણ 

:: વિશેષ આભાર ::


1. બાબુકાકા પરિવાર તરફથી હેમાબેન પટેલ અને પિયૂષભાઇ પટેલ દ્વારા અને તેમના ભાણિયા હનુભાઈ અને વિનોદભાઈ શાહ ( જેમના તરફથી ખેલમહાકુંભમાં વિજેતા બાળકોને રોકડ ઇનામ આપવામાં આવ્યા.) 

2. ગ્રામ પંચાયત, નાપા તળપદ  ( બાળકોને બુંદી વિતરણ )

3. મહંમદ મીયાં કાજી, એકતાનગર  ( બાળકોને ચોકલેટનું વિતરણ )




No comments:

Post a Comment